સ્વનિર્ભર શાળા મંડળની કરી મહત્વની જાહેરાત
મૃત્યુ પામેલા કોરોના વોરિયર્સના બાળકોને મફત શિક્ષણ
તમામ પ્રકારના કોરોના વોરિયર્સ માટે જાહેરાત
રાજકોટઃ ગુજરાત સ્વનિર્ભર શાળા સંચાલક મંડળ દ્વારા કોરોના વોરિયર્સ માટે મહત્વની જાહેરાત કરવામાં આવી છે. જેમાં કોરોના વોરિયર્સ કોરોનાની કામગીરી દરમિયાન કોરોનાથી સંક્રમિત થઈને મૃત્યુ પામે તો તેમના બાળકોને મફતમાં શિક્ષણ આપવાની જાહેરાત કરવામાં આવી છે. ગુજરાત સ્વનિર્ભર શાળા સંચાલક મંડળ એટલે કે ખાનગી શાળાઓ દ્વારા કરવામાં આવે છે. જેને લઈને આ મંડળ સાથે જોડાયેલી અંદાજિત આઠ હજાર જેટલી ખાનગી શાળાઓ મફત શિક્ષણના નિર્ણયનો અમલ કરવામાં આવશે.
મૃત્યુ પામેલા કોરોના વોરિયર્સના બાળકોને મફત શિક્ષણ 8 હજાર ખાનગી શાળાઓમાં મફત શિક્ષણગુજરાત સ્વનિર્ભર શાળા સંચાલક મંડળ સાથે રાજ્યની અંદાજિત આઠ હજાર કરતાં વધુ ખાનગી શાળાઓ જોડાયેલી છે. ત્યારે આ મંડળના ઉપપ્રમુખ જતીન ભરાડે દ્વારા મહત્વની જાહેરાત કરવામાં આવી હતી. જેમાં કોરોના વોરિયર્સના મૃત્યુ થવા પર તેમના બાળકોને જે શાળામાં અભ્યાસ કરતા હોય ત્યાં મફત શિક્ષણ આપવામાં આવશે. તેમજ શાળામાં જ્યાં સુધીનો અભ્યાસક્રમ હોય ત્યાં સુધીના ધોરણ સુધી આ બાળકોને મફતમાં શિક્ષણ આપવામાં આવશે. આ સાથે જ નિર્ણય તમામ પ્રકારના કોરોના વોરિયર્સ માટે જાહેર કરવામાં આવ્યો છે.
ફી નહિ ભરે તો, 15 ડિસેમ્બરથી ઓનલાઈન શિક્ષણ બંધસ્વનિર્ભર શાળા સંચાલક મંડળ દ્વારા અગાઉ જાહેરાત કરવામાં આવી હતી કે જે વાલીઓ અત્યાર સુધી ફી નથી ભરી, તેમજ શાળા સંચાલકોને ફોન પર પણ વ્યવસ્થિત જવાબ નથી આપતા અને શાળાનો સંપર્ક નથી કરતા તે વાલીઓના બાળકોને 15 ડિસેમ્બરથી ઓનલાઇન શિક્ષણ શાળાઓ દ્વારા આપવામાં નહીં. જોકે કોઈપણ વાલીઓને ફી બાબતે મુશ્કેલી હોય તો તાત્કાલિક જ શાળાઓનો સંપર્ક સાધવાનો પણ મંડળ દ્વારા જાહેર કરવામાં આવ્યું છે.