ETV Bharat / city

રાજકોટમાં કોલસેન્ટર દ્વારા અમેરિકન નાગરિકો સાથે છેતરપિંડી, લોન અપાવવાની લાલચ આપી હજાર ડોલર પડાવ્યા - રાજકોટ પોલીસ

રાજકોટના એક ફેક કોલ સેન્ટરમાંથી અમેરિકાના નાગરિકોને લોન અપાવવાની લાલચ આપી છેતરપિંડી કરવામાં આવતી હતી. શહેર ક્રાઈમ બ્રાન્ચને જાણ થતા આ ગેંગના ચાર આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે.

રાજકોટ ક્રાઇમ
રાજકોટ ક્રાઇમ
author img

By

Published : Jan 27, 2021, 10:57 PM IST

  • રાજકોટના કોલ સેન્ટરમાંથી અમેરિકાના નાગરિકો સાથે થતી છેતરપિંડી
  • રાજકોટની આ ગેંગ અમેરિકાના નાગરિકોને લોન અપાવવાની આપતી લાલચ
  • ક્રાઇમ બ્રાન્ચ દ્વારા ગેંગના ચાર આરોપીઓની કરવામાં આવી ધરપકડ
    રાજકોટ ક્રાઇમ
    રાજકોટ ક્રાઇમ

રાજકોટ: શહેરમાં જ રહી અમેરિકન નાગરિકોને કોલ કરી લોન અપાવી દેવાની લાલચ આપતા હતા.ત્યારે શહેર સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ દ્વારા અમેરિકન નાગરિકો સાથે કોલસેન્ટરના માધ્યમથી છેતરપિંડી કરનારી ગેંંગ ઝડપાઇ હતી. એસઓજી દ્વારા આ ગેંગના ચાર જેટલા આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે. સાથે જ સોશ્યલ સિક્યુરિટી નંબરના છેલ્લા ચાર આંકડાનો નંબર મેળવી વોલમાર્ટ તથા રાઈટએડના ગિફ્ટ વાઉચર ખરીદી અનેક અમેરિકન નાગરિકો સાથે છેતરપિંડી કરી હજારો ડોલર પડાવી હોવાનું બહાર આવ્યું છે.

અમેરિકન નાગરિકોની પર્સનલ વિગતની વેરીફાઈ કરી, ફોન પર કરતા હતા છેતરપિંડી

રાજકોટ ક્રાઇમ બ્રાન્ચ દ્વારા થોડા દિવસો પહેલા કોલ સેન્ટરના માધ્યમથી લોકો સાથે છેતરપિંડી કરનારી 7 આરોપીઓની ધરપકડ કરી હતી. આરોપીઓ અમેરિકન નાગરિકોના મોબાઈલ નંબર તેમજ ડેટા મેળવી સ્ક્રિપ્ટ બનાવીને અમેરિકન નાગરિકોને પર્સનલ વિગતની વેરીફાઈ કરી ત્યાર બાદ ફોન પર છેતરપિંડી કરતા હતા. અમેરિકામાં લોન લેવા ઇચ્છુક અમેરિકન નાગરિકોને મોબાઇલ એપ્લિકેશન મારફતે ઈન્ટરનેટની મદદથી કોલિંગ મેસેજ કરી અમેરિકન નાગરિકોને કોલ કરી લોન અપાવવાની લાલચ આપતા હતા.

ક્રાઇમ બ્રાન્ચ દ્વારા ચાર આરોપીની કરી ધડપકડ

ક્રાઇમ બ્રાન્ચ દ્વારા ચારેય આરોપીઓના ધડપકડ કરી છે. વધુ તપાસ માટે રિમાન્ડ દરમિયાન આરોપીઓની વધુ પૂછપરછ હાથ ધરવામાં આવશે. આ તપાસમાં હજુ કેટલા લોકો સંડોવાયેલા છે કેટલાક સમયથી કોલસેન્ટર ચલાવતા હતા તે તપાસમા બહાર આવશે ત્યારે આરોપી પાસેથી લેપટોપ, મોબાઈલ ફોન કબ્જે કરીને તેના દ્વારા વધુ તપાસ કરવામાં આવશે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.