ETV Bharat / city

Rajkot News: પ્રથમ ટ્રાન્સજેન્ડર માટેનું ઓળખ કાર્ડ આપવામાં આવ્યું

રાજકોટમાં સમાજમાં પરિવર્તનશીલ વિચારધારાનું એક કિસ્સો સામે આવ્યો છે. જિલ્લામાં પ્રથમ ટ્રાન્સજેન્ડર (transgender) માટેનું ઓળખ કાર્ડ આપવામાં આવ્યું છે. જિલ્લા કલેકટર (collecter) અરુણ મહેશ બાબુએ ચિરાગ ઉર્ફે ચાર્મીને ટ્રાન્સજેન્ડર પ્રમાણપત્ર (transgender certificate) આપી તેને માનસિક સધિયારો પણ પૂરો પાડ્યો હતો.

Rajkot News: પ્રથમ ટ્રાન્સજેન્ડર માટેનું ઓળખ કાર્ડ આપવામાં આવ્યું
Rajkot News: પ્રથમ ટ્રાન્સજેન્ડર માટેનું ઓળખ કાર્ડ આપવામાં આવ્યું
author img

By

Published : Jul 18, 2021, 10:23 AM IST

  • રાજકોટમાં આપવામાં આવ્યુ ટ્રાન્સજેન્ડર માટેનું ઓળખ કાર્ડ
  • સમાજમાં પરિવર્તનશીલ વિચારધારાનું એક ઉદાહરણ
  • કલેકટર અરુણ મહેશ બાબુએ આપ્યુ પ્રમાણપત્ર

રાજકોટ: મહાભારત યુગમાં ભિષ્મ પિતામહનો વધ કરનારા શિખંડીનું નામ આજ પણ આદરપુર્વક લેવાય છે. તેજ રીતે અજ્ઞાતવાસ દરમિયાન શ્રેષ્ઠ બાણાવણી અર્જુન(બ્રુહનલા)નું ચરીત્ર પણ જાણીતું છે. પરંતુ સમયના વહેણ સાથે પરિવર્તનશીલ સમાજમાં ટ્રાન્સજેન્ડર (transgender) પ્રત્યે આઘાતજનક વર્તન અને અણગમો દર્શવાઇ રહ્યો છે. પરીવાર અને સમાજ તરફથી તિરસ્કૃત થવાને કારણે આવા લોકોમાં સમાજ પ્રત્યે નકારાત્મક ભાવનાઓ જન્મે છે. ખાસ કરીને ટ્રાન્સજેન્ડર વ્યક્તિના પરીજનોની મનોદશા અને વ્યથા હદયદ્રાવક અને કરૂણાસભર હોય છે. પરંતુ સમાજની આ મનોદશામાં હવે સકારાત્મક પરિવર્તનનો પવન ફુંકાઇ રહ્યો છે. હાલ આવોજ એક કિસ્સો રાજકોટમાં પ્રકાશમાં આવ્યો છે.

Rajkot News: પ્રથમ ટ્રાન્સજેન્ડર માટેનું ઓળખ કાર્ડ આપવામાં આવ્યું
Rajkot News: પ્રથમ ટ્રાન્સજેન્ડર માટેનું ઓળખ કાર્ડ આપવામાં આવ્યું

કલેકટરે ચિરાગ ઉર્ફે ચાર્મીને ટ્રાન્સજેન્ડર પ્રમાણપત્ર આપ્યું

આ કિસ્સો સમાજમાં થઇ રહેલા પરિવર્તનશીલ વિચારધારાનો એક અનોખો અધ્યાય દર્શાવી રહ્યો છે. જિલ્લા કલેકટર અરુણ મહેશ બાબુએ ચિરાગ ઉર્ફે ચાર્મીને ટ્રાન્સજેન્ડર પ્રમાણપત્ર (transgender certificate) આપી તેને માનસિક સધિયારો પણ પૂરો પાડ્યો હતો. ચિરાગને હિંમત આપતા કલેકટરે કહ્યુ કે, સમાજમાં ટ્રાન્સજેન્ડર્સને પણ અન્ય લોકોની જેમ જીવન જીવવાનો હક્ક છે. માત્ર એટલું જ નહિ કોઈપણ પ્રકારની મદદ માટે તેઓ તૈયાર હોવાનું અને મળવાપાત્ર તમામ સરકારી સહાય પુરી પડાશે તેવો કલેકટર દ્વારા વિશ્વાસ પૂરો પાડી સમાજમાં ચિરાગ ઉર્ફે ચાર્મી જેવા ટ્રાન્સજેન્ડર્સને આગળ આવવા પ્રોત્સાહન પૂરું પાડ્યું છે.

ટ્રાન્સજેન્ડર તરીકે ઓળખ પત્ર આપી પરિવારજનોને રાહત

ચિરાગ ઉર્ફે ચાર્મીના પિતા જેન્તી મકવાણાએ ખુશી વ્યક્ત કરતા કહે છે કે, મારા પુત્રને કલેકટર સાહેબે ટ્રાન્સજેન્ડર તરીકે ઓળખ પત્ર આપી અમારા પરિવારને બહુ મોટી રાહત પુરી પાડી છે. આ સાથે કલેકટર અને રાજ્ય સરકારનો આભાર માન્યો છે. તેઓ ગૌરવ સાથે ઉમેરે છે કે, મારે બે સંતાનો છે. નાનો બાબો ચિરાગ ટ્રાન્સજેન્ડર હોવા છતાં મારા માટે બંને સંતાનો એક સમાન છે. અમારા પરિવારે તેમના વચ્ચે કયારેય કોઈ ભેદભાવ નથી રાખ્યો.

12 વર્ષે ખ્યાલ આવ્યો સ્ત્રી તરીકેના માનસિક તેમજ શારીરિક ફેરફાર

સમાજને નવી રાહ ચીંધતા ચિરાગના પિતા કહે છે કે, સંતાનમાં ખામી હોઈ તો પણ આપણે તેનો સ્વીકાર કરીએ જ છીએ ને ? આ પણ એક કુદરતી ખામી છે. આપણે તેને તિરસ્કાર નહીં પરંતુ પ્રોત્સાહન પૂરું પાડવું જોઈએ. ચિરાગ જયારે 12 વર્ષનો હતો ત્યારે તેને ખ્યાલ આવ્યો કે તેનામાં સ્ત્રી તરીકેના માનસિક તેમજ શારીરિક ફેરફાર થવા લાગ્યા હતા. તેમના પિતાએ એક વર્ષ જેટલો સમય ચિરાગની સારવાર કરાવી, પરંતુ ડોક્ટર્સ દ્વારા તેઓને તેમનુ બાળક ટ્રાન્સજેન્ડર્સ છે તેમ જણાવ્યું ત્યારે તેમના પરિવારજનો અને આસપાસના રહેવાસીઓએ આ વાત હિંમતપૂર્વક સ્વીકારી અને જરૂરી સાથ સહકાર પૂરો પાડ્યો.

ચિરાગને ફેશન ડિઝાઈનર બનવાની ઈચ્છા

11 ધોરણ સુધી અભ્યાસ કરેલા ચિરાગ હાલ 20 વર્ષનો છે, તેને ઉચ્ચ અભ્યાસની સાથે ફેશન ડિઝાઈનર બનવાની ઈચ્છા છે. ચિરાગને મિત્રો પણ છે અને તેમની સાથે હરવા ફરવા જવું, રેસ્ટોરન્ટમાં જમવા જવાનું સહજ છે તેમ તેમના પિતા જણાવે છે. આજના આધુનિક યુગમાં સકારાત્મક પરિવર્તન અને સમાજમાં ટ્રાન્સજેન્ડરોને પણ અન્ય વર્ગના લોકોની જેમ સમાન હકો અને તકો મળે તે માટે વડાપ્રધાન મોદી અને રાજયના મુખ્યપ્રધાન વિજભાઇ રૂપાણીએ સંવેદનશીલ નિર્ણયો દ્વારા ઉમદા કાર્યનો આરંભ કર્યો છે. સમાજમાં ટ્રાન્સજેન્ડર લોકો સ્વાભિમાન સાથે જીવન વ્યતીત કરી શકે તથા તેઓનું સમાજના મુખ્યપ્રવાહમાં પુનઃસ્થાપન થાય તેવા ઉમદા પ્રયત્નો થઇ રહ્યા છે. ટ્રાન્સજેન્ડર્સ હવે આઈ.કાર્ડ દ્વારા તેમની ઓળખ આપી શકશે.

આ પણ વાંચો: પેટલાદમાં કિન્નર બન્યો આત્મનિર્ભર, ગ્રામસેવક તરીકે ફરજ બજાવી કરી પહેલ

કેન્દ્ર સરકારના નવા કાયદા મુજબ ટ્રાન્સજેન્ડર્સને ID કાર્ડ

આ તકે સમાજ સુરક્ષાના અધિકારી મેહુલ ગોસ્વામીએ જણાવ્યું હતું કે, કેન્દ્ર સરકારના નવા કાયદા મુજબ ટ્રાન્સજેન્ડર્સને આઈ.ડી. (transgender ID card) કાર્ડ ઈશ્યુ કરવામાં આવી રહ્યા છે, જેના દ્વારા તેઓ તેમની ઓળખ આપી શકશે અને તેઓને ગરિમાપૂર્ણ માનવ જીવન વ્યતીત કરી શક્શે. આઈ.ડી. કાર્ડ માટે તેઓને ડોકટરી સર્ટિફિકેટ આપવું જરૂરી હોઈ છે. સરકાર દ્વારા તેઓને પેન્શન સહાય અર્થે રૂ.1000ની રકમ પુરી પાડવામાં આવે છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.