રાજકોટઃ રંગીલા રાજકોટમાં ગઈકાલે મોડી રાતે ફાયરિંગની ઘટના સામે આવી હતી. શહેરનાં લક્ષ્મીવાળી વિસ્તારમાં આ ફાયરિંગની ઘટના (Firing In Rajkot) બની હતી. જો કે મોડી રાતે શહેરમાં ફાયરિંગની ઘટના (Crime In Rajkot) સામે આવતા વિસ્તારમાં હાહાકાર મચી જવા પામ્યો છે. પોલીસે ફાયરિંગ કરનારા આરોપીને ઝડપી પાડી વધુ કાર્યવાહી હાથ ધરી છે.
3 રાઉન્ડ ફાયરિંગ કરવામાં આવ્યું
શહેરના લક્ષ્મીનગર વિસ્તાર (Laxminagar Rajkot)માં ગઈકાલે મોડી રાતે ફાયરિંગની ઘટના બની હતી. આ મામલે જે યુવક પર ફાયરિંગ કરવા આવ્યું હતું તે મોહિત દિનેશભાઈ વાઘેલાએ આ મામલે ભક્તિનગર પોલીસ મથક (Bhaktinagar Police Station Rajkot)માં ફરિયાદ નોંધાવી હતી. પ્રાથમિક વિગતમાં સામે આવ્યું કે, જયદીપસિંહ રાજેન્દ્રસિંહ ઝાલા નામના યુવક દ્વારા આ ફાયરિંગ કરવામાં આવ્યું હતું. તેમજ 3 જેટલા રાઉન્ડ ફાયરિંગ (Three Round Firing In Rajkot) થયાની ચર્ચાઓ પણ છે.
આ પણ વાંચો: Pre Budget 2022 : રાજકોટ એન્જીનીયરીંગ ઉદ્યોગને બુસ્ટર આપવા એક્સપોર્ટ ઇનસેન્ટિવ જરૂરી
ફાયરિંગ કરનારની ધરપકડ
જયદીપ દ્વારા મોહિત વાઘેલા પર ક્યાં કારણોસર ફાયરિંગ કરવામાં આવ્યું છે તેનું ચોક્કસ કારણ હજુ બહાર આવ્યું નથી. સમગ્ર મામલે પોલીસ વધુ તપાસ કરી રહી છે. રાજકોટના ભક્તિનગર પોલીસ મથક વિસ્તારમાં ફાયરિંગ થયાની ઘટના સામે આવતા પોલીસે તાત્કાલિક આ મામલે કાર્યવાહી કરી હતી. તેમજ ફાયરિંગ કરનારા શખ્સ જયદીપસિંહ ઝાલાની ધરપકડ કરી હતી. જયદીપ ટ્રાવેલ્સ (Travels Business In Rajkot)ના ધંધા સાથે પણ સંકળાયેલ હોવાનું પોલીસની તપાસમાં ખુલ્યું છે.
આ પણ વાંચો: રાજકોટમાં પેટ્રોપ પંપ પર યુવાનનો આત્મહત્યાનો પ્રયાસ: જૂઓ સીસીટીવી
કર્ફ્યુ દરમિયાન ફાયરિંગની ઘટના બનતા પોલીસ સામે પ્રશ્નો ઊભા થયા
પોલીસે જ્યાં ફાયરિંગની ઘટના બની હતી, ત્યાંથી ફૂટેલા કારતૂસ સહિતનો મુદ્દામાલ પણ કબ્જે કર્યો છે. જયદીપ પાસે જે હથિયાર હતું તે લાઇસન્સવાળું હોવાનું પણ સામે આવ્યું છે. શહેરમાં કર્ફ્યુ (Curfew In Rajkot) દરમિયાન ફાયરિંગની ઘટના સામે આવતા પોલીસ તંત્ર સામે પણ સવાલો ઊભા થઇ રહ્યા છે.