રાજકોટના આજી GIDCની એક કલરની ફેક્ટરીમાં ભીષણ આગ લાગી હતી.જેથી ફાયર ફાઈટરની ટીમ તાત્કાલિક ધોરણે ઘટના સ્થળે પહોંચી ગઈ હતી.આગ બુઝાવતા દરમિયાન 7 લોકો દાઝી ગયા હતા, જેમાં 4 ફાયરબ્રિગેડના જવાનો પણ હતા. હાલ બે જવાનોના શ્વાસ રૂંધાતા તેમને હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે.
ફાયર ફાઈટરના 10 જેટલા જવાનો ઘટના સ્થળે પહોંચી ગયા હતા અને ત્રણ કલાક જેટલા સમય બાદ આગ પર કાબુ મેળવાયો હતો. જો કે, આગની તીવ્રતા જોઈને આસપાસના વિસ્તારોને ખાલી પણ કરવવામાં આવ્યા હતા. હાલ તો આગ લાગવાનું કારણ હજુ સુધી સામે આવ્યું નથી.