ETV Bharat / city

કૃષિ કાયદો રદ થતા રાજકોટ જિલ્લાના ખેડૂતોએ ફટાકડા ફોડી કરી ઉજવણી

કેન્દ્ર સરકાર દ્વારા નવા ત્રણ કૃષિ કાયદાઓને પાછા ખેંચવાની જાહેરાત કરવામાં આવી છે. આ કૃષિ કાયદાને લઈને વિરોધ કરતા દેશના ખેડૂતોમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે. જ્યારે કેન્દ્ર સરકાર દ્વારા કૃષિ કાયદાઓને પાછા ખેંચવાની જાહેરાત કરવામાં આવી, ત્યારે રાજકોટ જિલ્લાના ખેડૂતોએ (Farmers of Rajkot) આ પ્રસંગે ફટાકડા ફોડીને ઉજવણી (Farmers of Rajkot celebrated by setting off firecracker) કરી હતી. દેશમાં છેલ્લા એક વર્ષ કરતા વધુ સમયથી ખેડૂતો આ કૃષિ કાયદાના વિરોધમાં મોટું આંદોલન (Movement against agricultural law) કરી રહ્યા છે. એવામાં આજે કેન્દ્ર સરકાર દ્વારા અચાનક કૃષિ ફાયદો પાછો ખેંચવાની જાહેરાત કરવામાં આવી છે. જેને લઇને દેશભરના ખેડૂતોના ઘરમાં આજે દિવાળીનો માહોલ છવાયો છે.

કૃષિ કાયદો રદ થતા રાજકોટ જિલ્લાના ખેડૂતોએ ફટાકડા ફોડી કરી ઉજવણી
કૃષિ કાયદો રદ થતા રાજકોટ જિલ્લાના ખેડૂતોએ ફટાકડા ફોડી કરી ઉજવણી
author img

By

Published : Nov 19, 2021, 3:44 PM IST

  • રાજકોટ જિલ્લાના ખેડૂતોએ ફટાકડા ફોડીને કરી ઉજવણી
  • ખેડૂતોએ મોદી સરકારનો માન્યો આભાર
  • ખેડૂતોની MSPમાં કાયદો બનાવવાની માંગણી

રાજકોટઃ વડાપ્રધાન મોદી દ્વારા આજે કૃષિ કાયદો રદ કરવાની જાહેરાત (pm modi announces withdrawal of three new agricultural laws)કરવામાં આવી છે. જેને લઇને રાજકોટ જિલ્લાના ખેડૂતોએ (Farmers of Rajkot) ફટાકડા ફોડીને આ કૃષિ કાયદાના રદ થયાની ઉજવણી (Farmers of Rajkot celebrated by setting off firecracker) કરી હતી. જ્યારે છેલ્લા એક વર્ષ કરતા વધુ સમયથી દેશભરના ખેડૂતો આ કૃષિ કાયદાનો વિરોધ કરી રહ્યા છે. એવામાં આજે કેન્દ્ર સરકાર દ્વારા કૃષિ કાયદાને રદ કરવાની જાહેરાત કરવામાં આવી છે. જેને લઇને ખેડૂતોએ પણ કેન્દ્ર સરકારનો આભાર માન્યો (farmers thanked the central government) હતો. કૃષિ કાયદો રદ થવાના કારણે હવે છેલ્લે એક વર્ષ કરતા વધુ સમયથી ચાલી રહેલું ખેડૂત આંદોલન પણ બંધ થશે. કૃષિ કાયદો રદ કરવાને લઈને ખેડૂતોમાં પણ ઉત્સાહનો માહોલ છવાયો છે.

કૃષિ કાયદો રદ થતા રાજકોટ જિલ્લાના ખેડૂતોએ ફટાકડા ફોડી કરી ઉજવણી

આ પણ વાંચો: આખરે! મોદી સરકારે ત્રણ કૃષિ કાયદા પરત ખેંચ્યા, કોંગ્રેસ અને AAP પાર્ટીએ ભાજપની ટીકા કરી

MSPમાં સરકાર કાયદો લાવે તેવી માંગ

કેન્દ્ર સરકાર દ્વારા કૃષિ કાયદો પાછો ખેંચવાની જાહેરાત કરવામાં આવી છે. જેને લઇને રાજકોટ જિલ્લાના ખેડૂત દિલીપ સખીયાએ જણાવ્યું હતું કે કેન્દ્ર સરકારે જે કૃષિ કાયદો રદ કર્યો છે. તેને લઈને અમે સરકારનો આભાર માનીએ છીએ પરંતુ સરકાર દ્વારા MSPનો કાયદો બનાવવામાં આવે તેવી અમે છેલ્લા ઘણા સમયથી માંગ કરી રહ્યાં છીએ. જ્યારે અમારી સાથે દેશના મોટાભાગના ખેડૂતો પણ MSPમાં કાયદો બનાવવાની માંગણી કરી રહ્યા છે. જો સરકાર દ્વારા ખેડૂતોને પોતાના પાકના યોગ્ય ભાવ આપવામાં આવશે તો ખેડૂતો દેશમાં આપઘાત કરતાં અટકશે અને ખરેખર દેશના ખેડૂતો સમૃદ્ધ બનશે.

આ પણ વાંચો: ખેડૂતોનું આંદોલન તરત પાછું નહીં ખેંચાય: રાકેશ ટિકૈત

ભારત ખેતી પ્રધાન દેશ: ખેડૂત

ભારત દેશ એ કૃષિપ્રધાન દેશ છે. જ્યારે દેશની 70 ટકા અર્થવ્યવસ્થા કૃષિ પર આધારિત છે. જેને લઈને કેન્દ્ર સરકાર દ્વારા કૃષિ કાયદો લાવવામાં આવ્યો ત્યાંરથી જ મોટાભાગના ખેડૂતો દ્વારા તેનો વિરોધ કરવામાં આવી રહ્યો છે. છેલ્લા એક વર્ષ કરતા વધુ સમયથી દેશમાં કૃષિ કાયદાના વિરોધ માટે ખેડૂતો દ્વારા વિવિધ આંદોલન ચલાવવામાં આવી રહ્યાંછે અને ઘણા ખેડૂતોની અટકાયત પણ કરાઈ છે. જ્યારે કેટલાક ખેડૂતોએ આ કાયદાના વિરોધમાં આપઘાત પણ કર્યો છે. જેને લઈને આજે કેન્દ્ર સરકાર દ્વારા અચાનક કૃષિ કાયદો પાછો ખેંચવાની જાહેરાત કરવામાં આવતાં ખેડૂતોમાં ખુશી જોવા મળી રહી છે. ઉલ્લેખનીય છે કે આવનાર દિવસોમાં કેન્દ્ર સરકાર દ્વારા આ અંગે વધુ કાર્યવાહી કરવામાં આવનાર છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.