ETV Bharat / city

રાજકોટમાં પડતર જમીનમાં કર્મચારીઓની કર્મનિષ્ઠાએ પાથરી 3500 વૃક્ષની હરિયાળી - સરકારી કર્મચારી

સરકારી કર્મચારી જો કર્મના સિદ્ધાંતને અનુસરે તો નાના કર્મચારી હોય તો પણ મોટું કાર્ય સિદ્ધ થતું હોય છે. કોરોનાકાળમાં રાજકોટના વર્ગ-4ના ચાર કર્મચારીઓએ વૃક્ષો દ્વારા અપાતા પ્રાણવાયુનું મહત્વ સમજી બે વિઘાની પડતર જમીનમાં 3500 દેશી વૃક્ષોને જીવની જેમ ઉછેરી જતન કરતાં આજે રાજકોટમાં સૌરાષ્ટ્ર યુનિવર્સિટી રોડ પર પાસે આવેલી પાણી પુરવઠા બોર્ડની જલભવનની કચેરી હરિયાળી થઈ ગઇ છે.

રાજકોટમાં પડતર જમીનમાં કર્મચારીઓની કર્મનિષ્ઠાએ પાથરી 3500 વૃક્ષની હરિયાળી

author img

By

Published : Jun 5, 2021, 1:51 PM IST

  • રાજકોટની પાણીપુરવઠા બોર્ડની કચેરીની હરિયાળીનું રહસ્ય
  • બે વિઘા પડતર જમીનમાં કર્મચારીઓએ વાવ્યાં 3500 વૃક્ષ
  • એક વર્ષમાં મહેનત રંગ લાવતાં પડતર જમીન હરિયાળી બની

    રાજકોટ: નાના કર્મચારીઓની મોટી સિદ્ધિની વાત કરતા રાજકોટ પાણી પુરવઠા બોર્ડના કાર્યપાલક ઇજનેર એચ.બી.જોધાણીએ કહ્યું હતું કે ગયા વર્ષમાં કોરોનાકાળના પ્રારંભે અમને વિચાર આવ્યો કે અમારી જલભવન હસ્તકની પડતર જમીનનો પર્યાવરણના ઉમદા હેતુ માટે ઉપયોગ કરીએ અને એમાં અમને સદભાવના ચેરીટેબલ ટ્રસ્ટ અને ફોરેસ્ટના નિવૃત્ત અધિકારી વરસાણીભાઈનો સહયોગ મળ્યો. વૃક્ષોનું વાવેતર તો થઈ ગયું, પરંતુ અમારી સામે તેના રોજના જતન- ઉછેરનો, પાણી પાવાનો, માલ ઢોરથી રક્ષણ આપવાનો અને ઝાડના મૂળ આસપાસમાંથી નીંદણ કાઢીને નિયમિત કામગીરી કરવાનો પડકાર આવ્યો. આ પડકાર અમારા ચોથા વર્ગના ત્રણ ચાર કર્મચારીઓએ ઝીલી લીધો અને ખંતથી કચેરીના કામકાજની સાથે સાથે વિશેષ સમય ફાળવીને આ તમામ ઝાડ ઉછેરવાનું બીડું ઝડપી લીધું.વિશેષમાં કાર્યપાલક ઇજનેર કહે છે કે આજે અમને અમારા કર્મયોગીઓ પર ગર્વ છે કે એક વર્ષમાં આ તમામ ઝાડ 10થી 15 ફૂટના થઈ ગયા છે અને જલભવનની પડતર જમીન હરિયાળી બની ગઈ છે.

    પર્યાવરણના જતન માટેનું સામાજીક ઉત્તરદાયિત્વ સાચા અર્થમાં ચરિતાર્થ કર્યુ

    તા.5મી જૂને વિશ્વ પર્યાવરણ દિવસ છે ત્યારે પાણી પુરવઠા બોર્ડના કર્મયોગીઓએ પર્યાવરણના જતન માટેનું સામાજિક ઉત્તરદાયિત્વ સાચા અર્થમાં ચરિતાર્થ કર્યુ છે. ઝાડનો ઉછેર કરતા કર્મચારીઓને અધિકારીએ ઝાડની ઉછેરની બાબતમાં સામેથી કોઈ પણ કાર્ય કરવાનું કહેવું પડ્યું નથી. કર્મચારીઓને આ કામ કર્યાનો આનંદ છે ,ગૌરવ છે. આ બાબતે પ્રતિભાવ પૂછતા કચેરીએ આવીને પહેલું કામ ઝાડ માટે પાણીની મોટર ચાલુ કરી ટપક સિંચાઈ પદ્ધતિથી ઝાડનો ઉછેર કરતા રમેશભાઈ ધરમશીભાઈ સનુરાએ કહ્યું કે આ ઝાડને ઉછેરવામાં મને અનેરો આનંદ મળે છે. પહેલા આ ઉજ્જડ જમીન હતી. આજે બધું લીલુંછમ જોવા મળે છે. મારા સાથી કર્મચારીઓ સાથે મળીને અમે ઝાડનો ઉછેર કરીએ છીએ.
    સરકારી ઓફિસને લીલીછમ બનાવી તો પંખીઓએ પણ ડેરા નાંખ્યાં

આ પણ વાંચોઃ World Environment Day 2021 - આજે સમગ્ર વિશ્વ ઉજવશે પર્યાવરણ દિવસ

એક વર્ષ પછી ઝાડ 10થી 15 ફૂટના થઈ ગયા

આ અંગે કર્મયોગી અશોકભાઈ સાગઠીયા કહે છે કે આજે આપણને ઓક્સિજનની જરૂર છે. એ ઓક્સિજન ઝાડ આપે છે. અમારી પાસે પડતર જમીન હતી એમાં વૃક્ષોનું વાવેતર થતાં અમે આ ઝાડ ઉછેરનો સંકલ્પ લીધો હતો. વૃક્ષોને વાવી દીધા પછી ઉછેર કરવો મહત્વનો હોય છે અને એ કામ ન થાય તો પરિણામ મળે નહીં. રાજ્ય સરકાર પણ વૃક્ષોના વાવેતર ઉછેર અને જતન માટે ઝુૂંબેશ ચલાવે છે. આ કામને અમે એક સત્કર્મ તરીકે ગણીને કર્યું છે. આજે એક વર્ષ પછી ઝાડ 10થી 15 ફૂટના થઈ ગયા છે. પહેલા અહીં જોવા મળતા ન હતા તે પોપટ ,મોર ,ચકલી તેમજ કોયલ સહિતના પક્ષીઓ બપોર પછી જલ ભવનમાં ઝાડ પર આવતા થયાં છે. લીલુંછમ જલભવન અને પક્ષીઓના કલરવથી અમને કંઈક કર્યાનો આનંદ મળે છે.

પાણીની બચત થાય તે માટે ડ્રીપ ઈરીગેશન અપનાવી

પાણી પુરવઠા બોર્ડની કચેરી દ્વારા આ 3500 વૃક્ષોના જતન માટે અને તેમને નિયમિત પાણી મળે તેમજ પાણીની બચત થાય તેવા ઉમદા હેતુએ ડ્રીપ ઈરીગેશન અપનાવી છે.આમ રાજકોટના પાણી પુરવઠા બોર્ડની કચેરીના ચોથા વર્ગના કર્મચારીઓએ પર્યાવરણ સંરક્ષણનું ઉમદા કાર્ય કરીને રાજકોટની અન્ય સરકારી કચેરીઓના કર્મયોગીઓને પણ પ્રેરણા મળે તેવું મોટું કાર્ય કર્યું છે.

આ પણ વાંચોઃ વિશ્વ પર્યાવરણ દિવસ : ગયા વર્ષે 'મિશન મિલિયન ટ્રી'ના 78 ટકા વૃક્ષો ઉછર્યા

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.