રાજકોટ: શહેરમાં શિક્ષણપ્રધાન જીતુ વાઘાણીએ પોલીસ હેડક્વાર્ટર ખાતે રાષ્ટ્ધ્વજ (Jitu Vaghani hoisted the flag in Rajkot) ફરકાવ્યો હતો અને ધ્વજવંદન કર્યું હતું. રાજ્યમાં સ્વનિર્ભર શાળા સંચાલક મંડળ દ્વારા આગામી દિવસોમાં 1 ફેબ્રુઆરીથી સરકાર ધોરણ 1થી9 શરૂ કરે તેવી માંગણીઓ કરવામાં આવી છે. આ અંગે રાજકોટ ખાતે પધારેલા શિક્ષણપ્રધાન (Education Minister Jitu Vaghani in Rajkot) જીતુ વાઘાણીએ જણાવ્યું હતું કે, આગામી દિવસોમાં કોરોનાની પરિસ્થિતિને જોઈને શાળાઓ શરૂ કરવામાં આવશે.
આ પણ વાંચો: ડો. બાબાસાહેબ આંબેડકર દ્વારા ઘડાયેલા બંધારણમાં કોઈ ફેરફાર કરી શકે નહીં: સી.આર.પાટીલ
ફી વધારવાનો નિર્ણય FRC નક્કી કરે છે, તેમાં સરકાર હસ્તક્ષેપ કરતી નથી: જીતુ વાઘાણી
શાળાઓ ખોલવા અંગે વાઘાણીએ વધુમાં જણાવ્યું નહોતું. જ્યારે સૌરાષ્ટ્રની 1500 જેટલી ખાનગી શાળાઓએ નવા સત્રથી ફીમાં 5થી 10 ટકા વધારવા અંગેની જાહેરાત કરી છે. ત્યારે આ અંગે વાઘણીએ જણાવ્યું હતું કે, ફી વધારવાનો નિર્ણય FRC નક્કી કરે છે. જેમાં સરકાર હસ્તક્ષેપ કરતી નથી.
આ પણ વાંચો: CM Republic Day Celebration in Somnath: ગીર સોમનાથમાં મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલે કર્યું ધ્વજવંદન
ચાર ગર્લ્સ હાઇસ્કુલમાં પુરુષ આચાર્યની નિમણૂક બાબતે ખુલાસો કર્યો
રાજ્યમાં તાજેતરમાં જ વિવિધ હાઈસ્કૂલમાં આચાર્યની બદલીઓ કરવામાં આવી છે. ચાર જેટલી ગર્લ્સ હાઈસ્કૂલમાં પુરુષ આચાર્યની નિમણૂક (Appointment of male principal in Girls High School) કરવામાં આવી છે, જેના કારણે વિવાદ સર્જાયો છે. આ અંગે વાઘાણીએ જણાવ્યું હતું કે, સરકારના પરિપત્ર મુજબ બદલીઓ કરવામાં આવી છે. જો તેમાં કોઈ ભૂલ હશે તો આ અંગેની તપાસ બાદ નિર્ણય લેવામાં આવશે. ગર્લ્સ હાઇસ્કુલમાં પુરુષ આચાર્યની નિમણૂકનો આ મામલો રાજ્યભરમાં ચર્ચામાં આવ્યો હતો. જે અંગે શિક્ષણપ્રધાન દ્વારા ખુલાસો કરવામાં આવ્યો હતો.