રાજકોટઃ શહેરના લક્ષ્મીનગર બ્રિજનું લોકાર્પણ (Laxminagar Under Bridge in Rajkot) આજે સોમવારે મુખ્યપ્રધાન ભુપેન્દ્ર પટેલના (CM Bhupendra Patel Rajkot) હસ્તે કરવામાં આવ્યું છે. આ બ્રિજનું નામ અગાઉ લક્ષ્મીનગર અન્ડર બ્રિજ હતું, જેને બદલીને બ્રિજનું નામ CDS બિપીન રાવત રાખવામાં આવ્યું છે. બ્રિજના વિધિવત નામની જાહેરાત મુખ્યપ્રધાન દ્વારા વર્ચ્યુઅલ કરવામાં આવી હતી. બ્રિજ બનવાને કારણે અહીંથી પસાર થતા અંદાજીત 5 લાખ જેટલા વાહનચાલકોને ટ્રાફિકની સમસ્યા માટી મુક્તિ મળશે. છેલ્લા 2 વર્ષથી અહીં અન્ડર બ્રિજને બનાવવાની કામગીરી શરૂ હતી. બ્રિજનું કામ પૂર્ણ થતાં આજે તેનું લોકાર્પણ (E inauguration of Laxminagar Under Bridge) કરવામાં આવ્યું હતું.
ચોમાસામાં રસ્તાઓ બંધ થઈ જતા હતાં: સ્થાનિક
લક્ષ્મીનગર વિસ્તારના આગેવાન એવા રમેશ ચાવડીયાએ આ આ અંગે Etv Bharatને જણાવ્યું હતું કે, અમે ઘણા વર્ષોથી કોર્પોરેશન અને રેલવે તંત્રને આ મામલે રજૂઆત કરી હતી. જ્યારે દિવસેને દિવસે રાજકોટનો વિકાસ થઈ રહ્યો છે. એવામાં વિસ્તારમાં ટ્રાફિકની સમસ્યા ખૂબ જ વધારે હતી. યસ ચાવડીયા નામના સ્થાનિકે આ અંગે જણાવ્યું હતું કે, ચોમાસા દરમિયાન આ આખું નાળું પાણીમાં ડૂબી જતું અને અહીંથી પસાર થવાનો રસ્તો બંધ થઈ જતો હતો. હવે બ્રિજ બનવાને કારણે વિસ્તારની સમસ્યાનો અંત આવ્યો છે.
આ પણ વાંચો: Subhash Chandra Bose Award: વડાપ્રધાન ગુજરાતની આપદા પ્રબંધન સંસ્થાને સુભાષચંદ્ર બોઝ એવોર્ડ આપશે
આ પણ વાંચો: વડાપ્રધાન કરશે 'બાલવીરો' સાથે સંવાદ, જાણો શા માટે આપવામાં આવે છે 'બાલ પુરસ્કાર'