ETV Bharat / city

રાજકોટમાં ધોરણ 12 રીપીટરની પરીક્ષામાં ડમી વિદ્યાર્થીની ઝડપાઇ - ધોરણ 10ના રીપીટર વિદ્યાર્થી

રાજ્યમાં આજે ગુરૂવારથી ધોરણ 10 અને 12ના રીપીટર વિદ્યાર્થીઓની પરીક્ષા શરુ કરવામાં આવી છે. ત્યારે પરીક્ષાના પ્રથમ દિવસે જ રાજકોટમાંથી એક જમી વિદ્યાર્થીની ઝડપાતા ચર્ચા જાગી હતી. આ સમગ્ર મામલે જિલ્લા શિક્ષણ અધિકારી દ્વારા કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી હતી.

રાજકોટમાં ધોરણ 12 રીપીટરની પરીક્ષામાં ડમી વિદ્યાર્થીની ઝડપાઇ

author img

By

Published : Jul 15, 2021, 10:27 PM IST

  • રાજ્યમાં ધોરણ 10 અને 12ના રીપીટરની વિદ્યાર્થીઓની પરીક્ષાઓ શરૂ
  • પરીક્ષાના પ્રથમ દિવસે જ રાજકોટમાંથી ઝડપાઈ ડમી વિદ્યાર્થીની
  • જિલ્લા શિક્ષણ અધિકારી દ્વારા કરવામાં આવી કાયદેસરની કાર્યવાહી

રાજકોટ : સમગ્ર રાજ્યમાં આજે ગુરૂવારથી ધોરણ 10 અને ધોરણ 12 બોર્ડના રીપીટરની વિદ્યાર્થીઓની પરીક્ષાઓ યોજાઈ હતી, ત્યારે ધોરણ 10 અને ધોરણ 12ના કુલ 23,936 જેટલા વિદ્યાર્થીઓ નોંધાયા હતા. આજે ગુરૂવાર સવારના સમયે ધોરણ 10 અને બપોરના સમયે ધોરણ 12ના રીપીટરની પરીક્ષા યોજાઈ હતી. જે દરમિયાન, બપોર બાદ યોજાયેલી ધોરણ 12ની પરીક્ષામાં એક ડમી વિદ્યાર્થીની ઝડપાઇ હતી. જેને લઈને રાજકોટ જિલ્લા શિક્ષણ અધિકારી દ્વારા કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી હતી.

આ પણ વાંચો: Corona's second wave બાદ અમદાવાદમાં સ્કૂલો થઈ શરૂ

કલ્યાણ સ્કૂલ ખાતેથી ડમી વિદ્યાર્થીની ઝડપાઇ

રાજકોટમાં આજે ગુરૂવારે સવારે ધોરણ 10ની પરીક્ષા અને બપોર બાદ ધોરણ 12ની પરીક્ષા યોજાઈ હતી. જે દરમિયાન સવારના સમયે ધોરણ 10ની પરીક્ષા દરમિયાન કોઈ ગેરરીતિ ઝડપાઇ નહોતી, જ્યારે ધોરણ 12ની પરીક્ષા દરમિયાન એક ડમી વિદ્યાર્થીની ઝડપાઇ હતી. આ વિદ્યાર્થીની કલ્યાણ હાઈસ્કૂલ ખાતે યુનિટ 1 માંથી ઝડપાઇ હતી. જે પી એન્ડ બી શાળાની વિદ્યાર્થીનીની જગ્યાએ પરીક્ષા આપતી હતી. જો કે રાજકોટમાંથી બોર્ડની પરીક્ષા દરમિયાન ડમી વિદ્યાર્થીની ઝડપાતા ચકચાર મચી ગઈ હતી છે.

આ પણ વાંચો: Colleges start offline education: લાંબા ગાળે કેમ્પસમાં પાછાં ફર્યાં વિદ્યાર્થીઓ, ગાઈડલાઈનનું પાલન

પરીક્ષામાં બેઠી હતી ડમી વિદ્યાર્થીની

રાજકોટની કલ્યાણ હાઇસ્કુલ ખાતે યુનિટ 1માં પણ બોર્ડના રીપીટર વિદ્યાર્થીઓ માટે પરીક્ષા કેન્દ્ર ફાળવવામાં આવ્યું છે. જેના ભાગરૂપે G 789411 નંબરની બેઠક પર કુરેશી મુશકાન ઇફતખાર નામની ડમી વિદ્યાર્થીની પી એન્ડ બી સ્કૂલની ગિડ શીતલ પ્રવીણ નામની વિદ્યાર્થીની જગ્યાએ પરીક્ષા આપી રહી હતી. જે ઝડપાઇ જતા જિલ્લા શિક્ષણ અધિકારી દ્વારા આ મામલે પોલીસ કાર્યવાહી કરવામાં આવી હતી.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.