રાજકોટ: દિવાળીના તહેવાર તેમજ અન્ય તહેવારો નિમિત્તે જાહેર જનતાને (Diwali in Rajkot) ભયજનક હાનિકારક પર્યાવરણ તેમડ ધ્વની પ્રદુષણની વિપરીત અસરને લઈને અધિક જિલ્લા કલેકટર કે.બી.ઠક્કર દ્વારા જાહેરનામું પ્રસિદ્ધ કરવામાં આવ્યું છે. ફટાકડાના ઉત્પાદન, વેચાણ તેમજ ફટાકડા ફોડવા બાબતે દિશાનિર્દેશોના અમલીકરણ માટે ફટાકડાના કારણે આગ, અકસ્માતના બનાવોન બને તે માટે જાહેરનામું પ્રસિદ્ધ કરવામાં આવ્યું છે. (Diwali in Rajkot 2022)
કેટલો સમય ફટાકડા ફોડવા માટે મળતી માહિતી અનુસાર સુપ્રિમકોર્ટની ગાઈડલાઈન મુજબ દિવાળીના સમય દરમિયાન જ ફટાકડા ફોડી શકાશે. જેમાં રાત્રીના 11:00થી સવારના 06:00 વાગ્યા સુધી ફટાકડા ફોડી શકાશે નહીં. તેમજ સીરીઝમાં જોડાયેલા ફટાકડાની લૂમ મોટા પ્રમાણમાં હવા, અવાજ અને ઘન કચરાની સમસ્યા થતી હોવાથી તે રાખી શકાશે નહી. ફોડી શકાશે નહિ કે વેંચાણ કરી શકાશે નહીં. (Rajkot District Collector Notification Diwali)
ક્યાં પ્રકારના ફટાકડા વેચી શકાશે નહીં મળતી માહિતી મુજબ હાનિકારક ધ્વનિ પ્રદુષણ રોકવા માટે માત્ર પેટ્રોલિયમ એન્ડ એક્સપ્લોઝીવ સેફટી ઓર્ગેનાઇઝેશન દ્વારા અધિકૃત બનાવટ વાળા અને માન્ય ધ્વનિ સ્તરવાળા ફટાકડા ઉત્પાદન વેચાણ કરી શકાશે. કોઈપણ પ્રકારના વિદેશી ફટાકડા આયાત કરી શકાશે નહીં કે રાખી શકાશે નહી. અથવા વેચાણ કરી શકાશે નહીં. ઈ-કોમર્સ વેબસાઈટ, ફ્લિપકાર્ટ, એમેઝોન સહીતની કોઈપણ ઈ-કોમર્સ વેબસાઈટ ફટાકડાંના વેચાણ માટે ઓનલાઈન ઓર્ડર લઈ શકશે નહીં કે ઓનલાઈન વેચાણ કરી શકશે નહીં.
ક્યાં સ્થળે ફટાકડા ન ફોડવા નેશનલ હાઇવે- 8 પર આવેલ શાપર વેરાવળ ઇન્ડસ્ટ્રીઝ, મેટોડા GIDC, જવલનશીલ પદાર્થના સંગ્રહના સ્થળે દારૂખાનુ કે ફટાકડા ફોડવા નહીં. કોઈપણ પ્રકારના સ્કાય લેન્ટર્નનું ઉત્પાદન વેચાણ (Diwali in Rajkot 2022) કરી શકાશે નહી. તેમજ કોઈપણ સ્થળે ઉડાડી શકાશે નહી. જાહેર રસ્તા/રોડ, ફુટપાથ ઉપર દારૂખાનું, ફટાકડા, બોમ્બ, રોકેટ, હવાઈ તથા અન્ય ફટાકડા કે જેનો સમાવેશ દારૂખાનામાં થતો હોય તેવા ફટાકડા કે આતશબાજી ફોડવા સળગાવવા કે કોઈ વ્યક્તિ ઉપર ફેંકવા નહીં. હોસ્પિટલ, નર્સિંગ હોમ, આરોગ્ય કેન્દ્ર, શૈક્ષણિક સંસ્થાઓ, ન્યાયાલયો, ધાર્મિક સ્થળોના 100 મીટરના ત્રિજયાના વિસ્તારને સાયલન્ટ ઝોન તરીકે ગણવામાં આવશે અને ત્યાં કોઈપણ પ્રકારના ફટાકડા ફોડી શકાશે નહીં. કોઈપણ આ જાહેરનામાનો વ્યક્તિ કરશે તો શિક્ષાને પાત્ર થશે તેવું પણ જણાવવામાં આવ્યું છે. (diwali 2022 date gujarat)