ETV Bharat / city

વિવિધ 15 જેટલી માગોને લઈને વેસ્ટર્ન રેલવે મજદૂર સંઘ દ્વારા ધરણાં પ્રદર્શન - વેસ્ટર્ન રેલવે મજદૂર સંઘ

રાજકોટમાં વેસ્ટર્ન રેલવે મજદૂર સંઘ દ્વારા વિવધ માગોને લઈને ધરણાં પ્રદર્શન કરવામાં આવી રહ્યાં છે, જેનો આજે બીજો દિવસ છે. વેસ્ટર્ન રેલવે મજદૂર યુનિયનની વિવિધ માગણીને લઈને ધરણાં પ્રદર્શન બીજા દિવસે પણ યથાવત છે. વેસ્ટર્ન રેલવે મજદૂર સંઘ પ્રમોશન, ખોટી સિલેક્શન પરીક્ષા, નાઈટ ડ્યુટી એલાઉન્સ, ખાલી જગ્યા ભરવા જેવી અલગ અલગ 15 જેટલી માગોને લઈને પ્રતીક ઉપવાસ કરી રહ્યું છે.

વિવિધ 15 જેટલી માંગોને લઈને વેસ્ટર્ન રેલવે મજદૂર સંઘ દ્વારા ધરણાં પ્રદર્શન

author img

By

Published : Feb 26, 2021, 2:34 PM IST

  • ધરણાં પ્રદર્શનનો આજે બીજો દિવસ
  • કર્મચારીઓ દ્વારા સવારે 10થી 6 વાગ્યા સુધી પ્રતીક ઉપવાસ
  • સોમવારથી અચોક્કસ મુદ્દતની હડતાલ પર ઉતરશે
    વિવિધ 15 જેટલી માગોને લઈને વેસ્ટર્ન રેલવે મજદૂર સંઘ દ્વારા ધરણાં પ્રદર્શન

રાજકોટઃ વેસ્ટર્ન રેલવે મજદૂર સંઘ દ્વારા સતત બીજા દિવસે હડતાલ યથાવત રાખવામાં આવી છે. આ તમામ કર્મચારીઓ દ્વારા સવારે 10થી 6 વાગ્યા સુધી પ્રતીક ઉપવાસ કરવામાં આવ્યા હતા. આ સાથે જ બે દિવસ સુધી આ પ્રતીક ઉપવાસ શરૂ રહેશે. વેસ્ટર્ન રેલવે મજદૂર સંઘ પ્રમોશન, ખોટી સિલેક્શન પરીક્ષા, નાઈટ ડ્યુટી એલાઉન્સ, ખાલી જગ્યા ભરવા જેવી અલગ અલગ 15 જેટલી માગોને લઈને પ્રતીક ઉપવાસ કરી રહ્યા છે. જો માગ સંતોષવામાં નહીં આવે તો સોમવારથી અચોક્કસ મુદ્દતની હડતાલ પર ઉતરશે.

ધરણાં પ્રદર્શનનો આજે બીજો દિવસ
ધરણાં પ્રદર્શનનો આજે બીજો દિવસ

કોરોના દર્દીના બિલની ભરપાઈ પણ કરવામાં આવતી નથી

કર્મચારીને ગત ધણા સમયથી બાકી રહેલી રકમ ન આપવી, વિવિધ ભથ્થા આપવા નહીં, ક્વાર્ટર્સની જાળવણીની કાળજી ન લેવી, જેવા તેમના ઘણા મહત્વના મુદ્દાઓ છે. ઇન્ટર ડિવિઝન ઇન્ટર રેલવે ટ્રાન્સફરમાં અરજી ફોરવર્ડ નહીં કરવા, કર્મચારીઓને સ્પોઝ ગ્રાઉન્ડથી રાહત અપાતી નથી. સાઈટ પર કામ કરનારા કર્મચારીઓને કોઈ સલામતી સાધનો અથવા સારી ગુણવત્તાના નથી આપવામાં આવતા નથી. કોરોના દર્દીના બિલની ભરપાઈ પણ કરવામાં આવતા નથી. વેસ્ટર્ન રેલવે મજદૂર યુનિયન દ્વારા વિવિધ માગોને લઈને ધરણાં પ્રદર્શન અને પ્રતીક ઉપવાસ કરવામાં આવ્યો હતો.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.