- સતત માંગણીના પ્રયાસ કર્યા હોવા છતાં વહીવટીતંત્રના નકારાત્મક પ્રતિસાદ
- વેસ્ટર્ન રેલવે મજદૂર યુનિયનની વિવિધ માગણી ને લઈને ધરણા પ્રદર્શન
- વેસ્ટર્ન રેલવે મજદૂર સંઘે દર્શાવ્યો રોષ
રાજકોટ: વેસ્ટર્ન રેલવે મજદૂર યુનિયને અનેક મુદ્દાઓ પર સતત માગણીના પ્રયાસ કર્યા હોવા છતાં વહીવટીતંત્રના નકારાત્મક પ્રતિસાદ અને વલણને કારણે કર્મચારીઓમાં હતાશા જોવા મળી હતી. જેમાં WRMSને કર્મચારી વતી વારંવાર હેરાન કરવામાં આવી રહ્યું છે. વહીવટી તંત્ર અમારા કામ પર કોઈ ધ્યાન આપી રહ્યા નથી, અમારી વાત કોઈ સાંભળતા નથી ત્યારે રેલવે મજદૂર સંઘે ઉગ્ર સુત્રોચ્ચાર અને ધરણા પ્રદર્શન કર્યા હતા.
કોરોના દર્દી બીલની ભરપાઈ પણ કરવામાં આવતી નથી
યુનિયને કહ્યુ કે, કર્મચારીની છેલ્લા ઘણા સમયથી બાકી રહેલી રકમ ન આપવી, વિવિધ ભથ્થા ન આપવા , ક્વાર્ટર્સની જાળવણીની કાળજી ન લેવી, જેવા અમારા ઘણા મહત્વના મુદ્દાઓ છે. ઈન્ટર ડિવિઝન, ઈન્ટર રેલવે ટ્રાન્સફરમાં, અરજી ફોરવર્ડ નહીં કરવા, કર્મચારીઓને સ્પોઝ ગ્રાઉન્ડથી રાહત અપાતી નથી. સાઈટ પર કામ કરનારા કર્મચારીઓની કોઈ સલામતી સાધનો આપવામાં આવતા નથી, કોરોના દર્દી બીલની ભરપાઈ પણ કરવામાં આવતા નથી. વેસ્ટર્ન રેલવે મજદૂર યુનિયને વિવિધ માગણીને લઈને ધરણા પ્રદર્શન કર્યા હતા.