ETV Bharat / city

પશુઓ માટે લમ્પી વાઈરસ બન્યો જીવલેણ, તંત્રએ કર્યો લુલો બચાવ - રાજકોટમાં પશુઓનું રસીકરણ

રાજકોટમાં લમ્પી વાઈરસના કારણે 10 પશુના મોત (Death of cattle due to lumpy virus) થયા છે. ત્યારે હવે માલધારીઓમાં આ ફફડાટ (Worry among Maldharis) ફેલાતા પશુપાલન વિભાગ એલર્ટ (Rajkot Animal Husbandry Department on alert) બન્યું છે. સાથે જ પશુપાલન વિભાગે માલધારીઓ સાથે બેઠકો શરૂ કરી છે.

લમ્પી વાઈરસે લીધો પશુઓનો ભોગ, તંત્રએ કર્યો લુલો બચાવ

author img

By

Published : Jul 22, 2022, 7:46 AM IST

Updated : Jul 22, 2022, 8:32 AM IST

રાજકોટઃ શહેર અને જિલ્લામાં લમ્પી વાઈરસ સામે રસીકરણની કામગીરી (Cattle Vaccination in Rajkot) ચાલી રહી છે. તેવામાં લમ્પી વાઈરસના કારણે 10 પશુના મોત (Death of cattle due to lumpy virus) થતા ફફડાટ ફેલાયો છે. તેના કારણે હવે માલધારીઓ ચિંતામાં (Worry among Maldharis) મૂકાયા છે. સાથે જ પશુપાલન વિભાગ પણ એલર્ટ (Rajkot Animal Husbandry Department on alert) બની ગયું છે અને માલધારીઓ સાથે બેઠકનો દોર શરૂ કર્યો છે.

કેટલાક વિસ્તારોમાં દેખાયો વાઈરસ

કેટલાક વિસ્તારોમાં દેખાયો વાઈરસ - રાજકોટમાં બુધવારે કુવાડવા, હુડકો, ઉપલાકાંઠાના વિસ્તારોમાં લમ્પી વાઈરસ જોવા મળ્યો (Death of cattle due to lumpy virus) હતો. તે દિવસે 8 પશુમાં લક્ષણો જણાતા માલધારીઓમાં ફફડાટ અને ચિંતા જોવા મળી હતી. આ માલધારીઓની ચિંતા સાચી પડી (Worry among Maldharis) હોય તેમ 10 પશુઓના મોત થયા હોવાનો આરોપ માલધારી આગેવાન રણજિત મૂંધવાએ જણાવ્યું છે.

આ પણ વાંચો- પોરબંદરમાં લમ્પી સ્કિન રોગ વકર્યો, કરી પશુપાલન વિભાગ વેકસીનેશનની પ્રક્રિયા

તંત્રએ પોતાનો કક્કો જ સાચો તેવું વલણ રાખ્યું - જોકે, તંત્ર દ્વારા માત્ર 5 ગાયોનાં મોત થયા હોવાનું જણાવાયું છે. તેમ જ આ પૈકી કોઈ પણ મોત લમ્પી વાઈરસના કારણે ન થયાનો દાવો તંત્રએ કર્યો છે. આ ઉપરાંત રસીકરણ ખૂબ ઝડપથી કરવામાં આવી રહ્યું હોવાનું પણ તંત્રએ જણાવ્યું હતું.

તંત્ર એલર્ટ પર - જિલ્લામાં જોવા મળેલા લમ્પી વાયરસથી પશુપાલન તંત્ર પણ એલર્ટ (Rajkot Animal Husbandry Department on alert) બન્યું છે. તેમ જ તાકીદની બેઠક રાખવામાં આવી હતી, જેમાં રસી સહિત જરૂરી ચીજોનો પૂરતો સ્ટોક રાખવાની સૂચના આપવામાં આવી હતી.

પશુઓ માટે લમ્પી વાઈરસ બન્યો જીવલેણ
પશુઓ માટે લમ્પી વાઈરસ બન્યો જીવલેણ

આ પણ વાંચો- ગુજરાતમાં 3500 પશુ લમ્પી વાયરસની ઝપેટમાં, સરકારે વેક્સિનના ડોઝનો ઓર્ડર આપ્યો : રાઘવજી પટેલ

લમ્પીની ગતિ વધી - જિલ્લા પંચાયતના કારોબારી ચેરમેન સહદેવસિંહ જાડેજાએ જણાવ્યું હતું કે, લમ્પી વાયરસ ગુજરાતમાં અનેક જિલ્લાઓમાં ઝડપથી પ્રસરી રહ્યો હોવાથી રાજકોટ જિલ્લાની પરિસ્થિતિની સમીક્ષા કરવામાં આવી હતી. રાજકોટ જિલ્લામાં અત્યાર સુધીમાં 21,000 પશુઓને રસી આપી દેવામાં (Cattle Vaccination in Rajkot) આવી છે અને અત્યાર સુધીમાં અંદાજિત 75 કેસ નોંધાયા છે.

Last Updated : Jul 22, 2022, 8:32 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.