ETV Bharat / city

Kanpur IIT: રાજકોટના હેડ કોન્સ્ટેબલની દીકરીએ મેળવ્યો કાનપુર IITમાં પ્રવેશ

રાજકોટના યુનિવર્સિટી પોલીસમાં ફરજ બજાવતા હેડ કોન્સ્ટેબલની (Daughter of head constable) દીકરીએ કાનપુર IITમાં પ્રવેશ (got admission in Kanpur IIT) મેળવ્યો છે, જ્યા તે સ્પેશ રિસર્ચમાં માસ્ટર ઓફ સાયન્સનો અભ્યાસ કરશે.

Kanpur IIT: રાજકોટના હેડ કોન્સ્ટેબલની પુત્રીએ મેળવ્યો કાનપુર IITમાં પ્રવેશ

author img

By

Published : Jan 17, 2022, 6:29 PM IST

રાજકોટઃ રાજકોટ સહિત સમગ્ર પોલીસ પરિવાર માટે ગર્વ કેવા જેવી બાબત સામે આવી છે, જેમાં રાજકોટના યુનિવર્સિટી પોલીસમાં ફરજ બજાવતા હેડ કોન્સ્ટેબલ ઇકબાલભાઈ મોરવાડિયાની દીકરી આઇશાએ GATEની પરીક્ષા પાસ કરીને કાનપુર IITમાં પ્રવેશ (got admission in Kanpur IIT)મેળવ્યો છે, જ્યારે તે અહીં સ્પેશ રિસર્ચમાં માસ્ટર ઓફ સાયન્સનો અભ્યાસ કરશે. આઇશા IIT કાનપુરમાં એરોસ્પેસ એન્જિનિયરમાં એડમિશન મેળવનાર પ્રથમ ગુજરાતી છે.

Kanpur IIT: રાજકોટના હેડ કોન્સ્ટેબલની પુત્રીએ મેળવ્યો કાનપુર IITમાં પ્રવેશ

નાનપણથી જ કલ્પના ચાવલા બનવાનું સ્વપ્ન

કાનપુર IITમાં એડમિશન મેળવનાર આઇશાએ આ અંગે જણાવ્યું હતું કે, તેનું નાનપણથી જ સ્વપ્ન હતું કે, તે ભવિષ્યમાં કલ્પના ચાવલાની જેમ બને અને તેના માટે તેને નાનપણથી જ તૈયારી શરૂ કરી હતી, જ્યારે ધોરણ 10 અને 12માં સારા માર્ક મેળવીને તેને JEEની પરીક્ષા પાસ કરી અને ચેન્નાઈની એરોનોટિકલ એન્જિનિયરમાં પ્રવેશ મેળવ્યો હતો. ત્યારબાદ તેને GATEની પરીક્ષા પાસ કરીને IIT કાનપુરમાં પ્રવેશ મેળવ્યો હતો. જ્યારે તે અહીં સ્પેસ રિસર્ચમાં માસ્ટર ઓફ સાયન્સનો અભ્યાસ પૂર્ણ કરશે, જ્યારે પોલીસ કર્મીની પુત્રી પોતાની જાત મહેનતે અહીં સુધી પહોંચતા તેના પરિવારમાં ખુશીનો માહોલ છવાયો છે.

પોલીસ કમિશ્નર દ્વારા દીકરીનું કરવામાં આવ્યું સન્માન

જ્યારે રાજકોટ યુનિવર્સિટી પોલીસ મથકમાં ફરજ બજાવતા હેડ કોન્સ્ટેબલની દીકરીએ સ્વ મહેનતે કાનપુર IITમાં પ્રવેશ મેડવ્યાની જાણ પોલીસ કમિશ્નર મનોજ અગ્રવાલને થતા તેમને પણ આ આઇશા નામની દીકરીનુ સન્માન કર્યું હતું, તેમજ દીકરીને ભવિષ્યમાં હજુ પણ આગળ વધે તેના માતા પિતા અને રાજકોટ પોલીસનું નામ ઉજ્વળ કરે તેવી શુભેચ્છાઓ પણ પાઠવી હતી, જ્યારે અહીં સુધી પહોંચવા માટે આઇશા દરરોજ 12થી 15 કલાકનું વાંચન કરતી હોવાનું તેમના પરિજનો દ્વારા જણાવવામાં આવ્યું હતું.

આઇશાનો ઓનલાઈન અભ્યાસ શરુ

હાલમાં દેશમાં કોરોનાની પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને વિવિધ યુનિવર્સિટીઓમાં અને શાળા કોલેજોમાં ઓફલાઇન અને ઓનલાઈન એમ બન્ને પ્રકારે વિદ્યાર્થીઓને અભ્યાસ કરાવામાં આવી રહ્યો છે. ત્યારે આઇશાએ પણ કાનપુર IITમાં પ્રવેશ મેળવીને તેને હાલમાં સ્પેસ રિસર્ચમાં માસ્ટર ઓફ સાયન્સનો અભ્યાસ પોતાના ઘરેથી જ ઓનલાઈન મેળવવાનો શરૂ કર્યો છે, જ્યારે પોલીસ કર્મીની દીકરી અહીં સુધી પહોંચતા સમગ્ર પોલીસ પરિવારમાં પણ ખુશીનો માહોલ છવાયો છે.

આ પણ વાંચો:

IIT Kanpur Convocation : વડાપ્રધાન મોદીએ IIT કાનપુરના 54મા દીક્ષાંત સમારોહમાં કર્યું સંબોધન

મિસ ઈન્ડિયા અનુકૃતિ વ્યાસ IIT કાનપુરના વાર્ષિકોત્સવમાં જોડાઈ

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.