ETV Bharat / city

ગુજરાત પર 'તૌકતે' વાવાઝોડાના જોખમના પગલે 14 જિલ્લાઓને એલર્ટ કરાયા - Toukte

રાજ્ય સહિત દક્ષિણ ભારતમાં તૌકતેનું જોખમ છે. ગુજરાતમાં 18 મેના રોજ તૌકતે ગુજરાતના દરિયા કાંઠે પહોંચશે જેને લઈને તંત્ર એલર્ટ પર છે. રાજ્યના 14 જિલ્લાઓને એલર્ટ કરવામાં આવ્યા છે.

વાવાઝોડું
ગુજરાત પર 'તોકતે' વાવાઝોડાના જોખમના પગલે 14 જિલ્લાઓને એલર્ટ કરાયા
author img

By

Published : May 15, 2021, 2:15 PM IST

Updated : May 15, 2021, 2:25 PM IST

  • તૌકતેને લઈને તંત્ર એલર્ટ
  • રાજ્યના 14 જિલ્લાઓને કરવામાં આવ્યા એલર્ટ
  • 18મે ના રોજ ત્રાટકવાની સંભાવના

રાજકોટ : એક તરફ બિમારીની માર તો બીજી તરફ વાતાવરણની માર, ગુજરાત સહિત દક્ષિણ ભારતમાં નવી આફત રૂપે તૌકતે બે દિવસમાં ગુજરાતને ધમરોળશે. વાવાઝોડાની સંભવનાને લઈ જિલ્લા વહીવટી તંત્રે આગોતરી તૈયારીઓ કરવામાં આવી છે. સાવચેતીના ભાગરૂપે રાજ્યના 14 જિલ્લાઓને એલર્ટ કરવામાં આવ્યા છે. ભારતીય હવામાન વિભાગ દ્વારા સૌરાષ્ટ્ર-કચ્છમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી હતી.અરબી સમુદ્રમાં સર્જાયેલ ડીપ ડીપ્રેશન વાવાઝોડામાં ફેરવાશે જેને લઈને ગુજરાત અને દિવના દરિયા કિનારે યેલો અલર્ટ જાહેર કરવામાં આવ્યું છે.18મી મેના સવારે તૌકતે દરિયા કિનારે ત્રાટકવાની IMDની આગાહી કરી છે. પોર્ટ પર 2 નંબરનું સિગ્નલ મુકવામાં આવ્યું છે.

NDRFની ટીમ તૈનાત

રાજકોટ-તૌક્તે વાવાઝોડાને પગલે સૌરાષ્ટ્રમાં એનડીઆરએફની ટીમ તૈનાત રાખવામાં આવશે. જેમા 2 ટીમ અમરેલી, 1 ટીમ ભાવનગર, 2 ટીમ ગીર સોમનાથ, 2 ટીમ પોરબંદર, 2 ટીમ દેવભૂમિ દ્રારકા, 2 ટીમ જામનગર, 2 ટીમ રાજકોટ ,2 ટીમ કચ્છ પહોંચશે.

ગુજરાત પર 'તોકતે' વાવાઝોડાના જોખમના પગલે 14 જિલ્લાઓને એલર્ટ કરાયા

આ પણ વાચો : તૌકતે વાવાઝોડા સામે રાજ્યનું વહીવટી તંત્ર સંપૂર્ણ રીતે સજ્જ: પ્રદીપસિંહ જાડેજા

ફાયર બ્રિગેડ સ્ટેન્ડ બાય પર

રજકોટ વહિવટી તંત્ર તોફાનને લઈને એલર્ટ પર છે. તમામ કર્મચારીઓની રજા રદ કરવામાં આવી છે. રાજકોટ સહિત 14 જીલ્લામાં ફાયરબ્રિગેડની ટીમને સંપૂર્ણ સમય સુધી સ્ટેન્ડ બાઈ રાખવામાં આવેશે. જેમાં 40 ફાયર ફાઈટર, 30 બોટ, 1 FM વોલ્વો પ્લેટફોર્મ, 1 મલ્ટી ફંક્શન, 1 ફોન ટેન્કર, 2 વોટર ટેન્કર, 4 ડી પમ્પ હશે.

200 વ્યક્તિઓનો સ્ટાફ એલર્ટ

આવનારા સમયમાં તમામ વાવાઝોડાની પરિસ્થિતિમાં લોકોને રાહત આપવા રેસ્ક્યુ કરવા માનવજીવ બચાવવા સંપૂર્ણ ત્યારી ચાલી રહી છે. જરૂર પડ્યે નીચાણવાળા વિસ્તાર ખાલી કરવાની પણ તૈયારી છે. હાલ સૌરાષ્ટ્ર માં પહોંચી વળવા 200 લોકોનો સ્ટાફને એલર્ટ રાખવામાં આવશે..

Last Updated : May 15, 2021, 2:25 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.