ETV Bharat / city

રાજકોટમાં ઋતુજન્ય રોગચાળામાં વધારો થતા સિવિલ હોસ્પિટલમાં ભીડ

author img

By

Published : Jul 30, 2021, 1:46 PM IST

રાજકોટ સિવિલ હોસ્પિટલ (rajkot civil hospital) માં ઋતુજન્ય રોગચાળો વધ્યો છે. જેમાં છેલ્લા એક માસમાં ડેંગ્યુના - 8, મલેરિયા - 6, ચિકનગુનિયા - 3, ટાઈફોઈડ તાવ- 1, કોલેરા- 2, ઝાડા અને ઉલટી- 27, વાયરલ તાવ- 79 સહિતના વિવિધ રોગના કેસમાં વધારો થયો છે. જ્યારે હાલમાં સિવિલ હોસ્પિટલમાં દરરોજ મોટી સંખ્યામાં દર્દીઓ દવા લેવા માટે આવી રહ્યા છે.

રાજકોટ
રાજકોટ
  • રાજકોટમાં ઋતુજન્ય રોગચાળામાં વધારો
  • સિવિલ હોસ્પિટલમાં પગ મુકવાની પણ જગ્યા નહીં
  • નવા કેસ કઢાવવા માટે પણ લોકોની ભીડ જોવા મળી

રાજકોટ: રાજ્યમાં કોરોનાના કેસ ઓછા થતા હવે ઋતુજન્ય રોગચાલમાં વધારો જોવા મળી રહ્યો છે. રાજકોટ સિવિલ હોસ્પિટલ (rajkot civil hospital)માં દરરોજ મોટી સંખ્યામાં દર્દીઓ સારવાર લેવા માટે આવી રહ્યા છે. જ્યારે હોસ્પિટલમાં કેસ બારીએ નવા કેસ કઢાવવા માટે પણ લોકોની ભીડ જોવા મળી રહી છે. કોરોના બાદ હવે ઋતુજન્ય રોગચાળો વધતા વહેલી સવારથી જ દોડધામ હોઈ છે. શહેરમાં વાઇરલ તાવના સહિત સામાન્ય તાવના કેસમાં સત્તત વધારો જોવા મળ્યો છે.

રાજકોટમાં જુલાઈ મહિનામાં નોંધાયેલા કેસ

રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ઋતુજન્ય રોગચાળો વધ્યો છે. જેમાં છેલ્લા એક માસમાં ડેંગ્યુના - 8, મલેરિયા - 6,ચિકનગુનિયા - 3, ટાઈફોઈડ તાવ - 1, કોલેરા - 2, ઝાડા અને ઉલટી - 27, વાયરલ તાવ - 79 સહિતના વિવિધ રોગના કેસમાં વધારો થયો છે. જ્યારે હાલમાં સિવિલ હોસ્પિટલમાં દરરોજ મોટી સંખ્યામાં દર્દીઓ દવા લેવા માટે આવી રહ્યા છે. તેમજ હોસ્પિટલમાં પગ મુકવાની પણ જગ્યા નથી જોવા મળી રહી. વિવિધ ઋતુજન્ય રોગચાળો વધતા સિવિલ તંત્ર પણ ચિંતિત જોવા મળી રહ્યું છે.

ઋતુજન્ય રોગચાળો હાલ કંટ્રોલમાં: સિવિલ સુપ્રિટેન્ડેન્ટ

રાજકોટમાં ઋતુજન્ય રોગચાળો વધતા સિવિલ સુપ્રિટેન્ડેન્ટ ડો. આર.એસ ત્રિવેદીએ મીડિયા સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે, હાલમાં પાણીજન્ય, મચ્છર જન્ય અને વાઇરલ ઇન્ફેક્શનના તાવના કેસમાં વધારો જોવા મળી રહ્યો છે. હાલ આ કેસો કંટ્રોલમાં છે અને સિવિલ હોસ્પિટલમાં તેની સારવાર દર્દીઓ લેવા આવી રહ્યા છે. છેલ્લા એક માસમાં આ કેસોમાં થોડો વધારો જોવા મળ્યો છે પરંતુ તે કંટ્રોલમાં હોવાનું સિવિલ તંત્ર દ્વારા જનવામાં આવી રહ્યું છે.

આ પણ વાંચો: કોવિડ-19 રોગચાળા અંતર્ગત 65 વર્ષથી ઉપરના સિનીયર સિટીઝન માટે આરોગ્યલક્ષી માર્ગદર્શિકા

બેવડી ઋતુમાં લોકોએ સાવચેત રહેવું જરૂરી છે

છેલ્લા એક મહિનામાં વાયરલ બેકટેરિયલ અને પ્રોટોજોઅલના કેસમાં વધારો થયો છે. તેમજ સિવિલમાં દર્દીઓના ટોળા ઉમટી પડ્યા છે. જ્યારે ચોમાસાની ઋતુને અને મિશ્ર વાતાવરણને કારણે ઋતુ જન્ય રોગચાળો વકર્યો હોવાનું સામે આવ્યું છે. જેને લઈને લોકોએ પાણી ઉકાળીને પીવા અને વાસી ખોરાક ન ખાવાની સિવિલ હોસ્પિટલ તંત્ર દ્વારા અપીલ કરવામાં આવી છે.

આ પણ વાંચો: જિલ્લા આરોગ્ય વિભાગ દ્વારા મચ્છરજન્ય રોગથી બચવા નાગરિકોને કરાઈ અપીલ

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.