રાજકોટ : રાજકોટ ભાજપના ધારાસભ્ય તેમજ રાજ્યના વર્તમાન સમયના વાહન વ્યવહાર પ્રધાન અરવીંદ રૈયાણી સામે થયેલી આચારસંહિતા ભંગના કેસમાં (Case of breach of code of conduct) તેમનો નિર્દોષ છુટકારો થયો છે. ગત વર્ષ 2017 ની ધારાસભાની ચૂંટણી (Assembly Election 2017) વખતે 09મી ડિસેમ્બર 2017 ના રોજ વિધાનસભાના ઉમેદવાર અરવીંદ રૈયાણી જ્યારે મતદાન કરવા ગયા હતા, ત્યારે પાર્ટીનો ખેસ પહેરી મતદાન કર્યા હોવાનું ધ્યાનમાં આવતા તેઓની સામે લોક પ્રતિનિધિત્વ ધારા સને 1951 ની કલમ-130 સંબંધનો કેસ દાખલ કરવામાં આવ્યો હતો.
શુ હતો સમગ્ર મામલો - સમગ્ર બનાવ અંગે વાત કરવી તો, વર્તમાન સમયના પ્રધાન અરવિંદ રૈયાણીએ વર્ષ 2017 માં યોજાયેલી ધારાસભાની ચૂંટણીમાં (Arvind Raiani Case) ભારતીય જનતા પાર્ટી માંથી રાજકોટ પૂર્વ-68 બેઠકમાં ઉમેદવાર તરીકે પોતાની ઉમેદવારી નોંધાવી હતી. જે ધારાસભાની ચૂંટણી 09મી ડિસેમ્બર 2017 ના રોજ યોજાયેલી હતી.
આ પણ વાંચો : Driving license Chip : વાહનચાલકોએ લાયસન્સ માટે કેટલી રાહ જોવી પડશે તે જણાવતાં વાહન વ્યવહારપ્રધાન
રૈયાણી પર ફરીયાદ કોણે કરી - ચૂંટણી દરમિયાન અરવિંદ રૈયાણી મતદાનના (Arvind Raiani 2017 Case) દિવસે વહેલી સવારના મતદાન મથકે મતદાન કરવા ગયા હતા. મતદાન મથકે પોતાના ગળામાં પાર્ટીના ચિન્હવાળો ખેસ પહેરીને આવ્યા હતા. જેને લઈને આચાર સંહિતાનો ભંગ (Case of breach of code of conduct) કરેલો હોય તે સંબંધની ફરીયાદ પ્રિસાઇડીંગ ઓફીસર રમેશ ધોળકીયાએ બી. ડીવીઝન પોલીસ સ્ટેશનમાં નોંધાવી હતી. જેથી આ કેસમાં પોલીસે નિયમો મુજબ અરવિંદ રૈયાણીની ધરપકડ કરી ચાર્જશીટ પણ કરી હતી.
પુરાવા કર્યા રજુ - આ કેસમાં અદાલતે લોક પ્રતિનિધિત્વ ધારાની કલમ-130 મુજબ ચાર્જ ફરમાવેલી હતી. જેમાં સરકાર પક્ષે 6 સરકારી સાહેદો તેમજ તપાસનીશ અધીકારીને તપાસેલા દસ્તાવેજ પુરાવા રજુ રાખ્યા હતા. તમામ સાહેદોએ ફરીયાદીના કેસને સમર્થન આપ્યો હતું. જેમાં રૈયાણી તરફે રોકાયેલા એડવોકેટ (Arvind Raiani Voting Controversy) દ્વારા તમામની વિગતવારની ઉલટ તપાસ કરી દલીલી કરવામાં આવી હતી જેમાં તમામ સાહેદોની જુબાની તેમજ પુરાવા, દલીલોને ધ્યાનમાં લઈ અદાલત મંતવ્ય પર આવ્યું હતું.
આ પણ વાંચો : જૂનાગઢમાં આઝાદી કા અમૃત મહોત્સવ અંતર્ગત કાર્યક્રમ યોજાયો,સરકાર ગુજરાતના વિકાસને લઈને પ્રતિબદ્ધઃઅરવિંદ રૈયાણી
અદાલત મંતવ્ય - મળતી માહિતી મુજબ કલેકટર તરફથી ફરિયાદ કરવાની (Court on Arvind Raiani) સુચના આપેલી હોય તેવો કોઈ રેકર્ડ રજુ થયો નથી. તેમજ કયા પક્ષનો, કઈ પાર્ટીનો, કેવા કલરનો ખેસ પહેરેલો હતો તેવી કોઈ હકીકત રેકર્ડ ઉપર આવતી નથી. આવો કોઈ ખેસ તપાસના કામે કબજે કરવામાં આવ્યો નથી. તેમજ મતદાન મથકે CCTV કેમેરા માંથી કોઈ પુરાવો મેળવી રજુ કરવામાં આવ્યા નથી. મતદાન પૂર્ણ થયા બાદ ફરિયાદ કરવામાં આવી છે જે મોડી ફરિયાદ સબંધનો કોઈ ખુલાસો આપવામાં આવ્યો નથી. જેથી કોર્ટે અરવિંદ રૈયાણીને નિર્દોષ ઠરાવી છોડી મુકવાનો હુકમ ફરમાવ્યો હતો.