ETV Bharat / city

પેટ્રોલ-ડીઝલના ભાવ વધારા સામે કોંગ્રેસના ધરણા, રાજકોટમાં congressના 25 નેતાઓની અટકાયત - Congress leaders

દેશભરમાં આજે શુક્રવારે પેટ્રોલ-ડીઝલના ભાવ વધારા સામે કોંગ્રેસ દ્વારા દેશ વ્યાપી પ્રદર્શન કરવામાં આવી રહ્યું છે. જેને લઈને રાજકોટ શહેર congress દ્વારા પણ આજે શુક્રવારે શહેરના ત્રિકોણ બાગ ચોક ખાતે પ્રદર્શન કરવામાં આવ્યું હતું. જોકે, પોલીસે કોંગ્રેસના નેતાઓની અટકાયત (detained) કરી હતી.

પેટ્રોલ-ડીઝલના ભાવ વધારા સામે કોંગ્રેસના ધરણા

author img

By

Published : Jun 11, 2021, 1:10 PM IST

  • પેટ્રોલ ડીઝલના ભાવ વધારાને લઈ કોંગ્રેસ દ્વારા ધરણા
  • રાજકોટમાં ત્રિકોણ બાગ ચોક ખાતે કોંગ્રી નેતાઓએ કર્યા ધરણા
  • પાલીસે કોંગ્રેસના નેતાઓની કરી અટકાયત

રાજકોટઃ દેશભરમાં આજે શુક્રવારે પેટ્રોલ-ડીઝલના ભાવ વધારા સામે કોંગ્રેસ દ્વારા દેશ વ્યાપી પ્રદર્શન કરવામાં આવી રહ્યું છે. જેને લઈને રાજકોટ શહેર કોંગ્રેસ દ્વારા પણ આજે શુક્રવારે શહેરના ત્રિકોણ બાગ ચોક ખાતે પ્રદર્શન કરવામાં આવ્યું હતું જોકે, આ ધરણાં દરમિયાન પોલીસે તમામ કોંગી નેતાઓની ધરપકડ કરી છે. રાજકોટ શહેર કોંગ્રેસના દિગ્ગજ નેતાઓ આ ધરણાં પ્રદર્શનમાં જોડાયા હતા અને સત્તત વધી રહેલા પેટ્રોલ-ડીઝલ (Petrol diesel)ના ભાવને લઈને પોતાનો વિરોધ (Protest) નોંધાવ્યો હતો.

પેટ્રોલ-ડીઝલના ભાવ વધારા સામે કોંગ્રેસના ધરણા
પેટ્રોલ-ડીઝલના ભાવ વધારા સામે કોંગ્રેસના ધરણા

દેશમાં સત્તત વધતા પેટ્રોલ- ડીઝલના ભાવને લઈ ધરણાં

કોરોના કાળમાં હાલ સામાન્ય અને મધ્યમ વર્ગના પરિવારની હાલત અત્યંત કફોળી બની છે. સતત વધી રહેલા પેટ્રોલ ડીઝલના ભાવના કારણે પ્રજામાં પણ રોષ જોવા મળી રહ્યો છે. ત્યારે કોંગ્રેસ દ્વારા આજે શુક્રવારે પેટ્રોલ ડીઝલના ભાવ અંગે દેશ વ્યાપી આંદોલન કરવામાં આવ્યું છે. જેના ભાગરૂપે રાજકોટ શહેર કોંગ્રેસે પણ શહેરના ત્રિકોણ બાગ ખાતે ધરણાં પ્રદર્શન કર્યું હતું. જેમાં મોટાભાગના કોંગી નેતાઓ હાજર રહ્યા હતા અને હાથમાં વિવિધ બેનર્સ સાથે ધરણાં યોજ્યા હતા.

પાલીસે કોંગ્રેસના નેતાઓની કરી અટકાયત
પાલીસે કોંગ્રેસના નેતાઓની કરી અટકાયત

આ પણ વાંચોઃ પેટ્રોલ-ડીઝલના ભાવવધારાના વિરોધમાં કોંગ્રેસ આજે દેશવ્યાપી ધરણા કરશે

25થી વધુ કોંગી નેતાઓની કરાઈ અટકાયત

દેશમાં પેટ્રોલ- ડીઝલના ભાવ વધતા રાજકોટ શહેર કોંગ્રેસ દ્વારા ત્રિકોણબાગ ખાતે ધરણાં યોજવામાં આવ્યા હતા. જેમાં શહેર કોંગ્રેસ પ્રમુખ અશોક ડાંગર, મનપા વિપક્ષી નેતા ભાનુબેન સોરાણી તેમજ મહેશ રાજપૂત સહિતના કોંગી આગેવાનો જોડાયા હતા. જોકે, પોલીસે આ તમામ કોંગી નેતાઓની અટકાયત કરી હતી. ધરણાં યોજી રહેલા 25 જેટલા કોંગી નેતાઓની અટકાયત કરવામાં આવતા મામલો ગરમાયો હતો.

આ પણ વાંચોઃ Bhavnagar Congressએ પેટ્રોલ ડીઝલના ભાવને પગલે જલદ કાર્યક્રમ આપ્યો : અંતે અટકાયત

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.