- 5 વ્યક્તિઓ વિરુદ્ધ ગુનો નોંધવા આપી અરજી
- કોંગી અગ્રણીઓએ પાટીલ વિરુદ્ધ પોલીસ મથકમાં આપી અરજી
- અલગ-અલગ રાજકીય પક્ષોએ સમગ્ર મામલે તપાસની કરી હતી માંગણી
રાજકોટ: સુરતમાં ભાજપ કાર્યાલય ખાતેથી ઇન્જેક્શન આપવાના મામલે રાજકોટ સહિત સમગ્ર ગુજરાતમાં હાહાકાર મચી ગયો છે. જ્યારે રેમડેસીવીર ઇન્જેક્શનની અછત જોવા મળી રહી હતી, ત્યારે સુરતમાં પ્રદેશ ભાજપ પ્રમુખ સી. આર. પાટીલ દ્વારા ભાજપ કાર્યાલય ખાતેથી 5,000 રેમડેસીવીર ઇન્જેક્શન આપવામાં આવ્યા હતા. જે મામલે સમગ્ર રાજ્યમાં હાહાકાર મચી ગયો હતો. ત્યારે ભાજપ કાર્યાલય ખાતેથી ઇન્જેક્શન વિનામૂલ્યે આપવામાં આવ્યા હોવાના કારણે અલગ-અલગ રાજકીય પક્ષો દ્વારા સમગ્ર મામલે તપાસની માંગણી કરવામાં આવી હતી.

આ પણ વાંચો: રેમડેસીવીર મુદ્દે રાજકારણ : સીઆર પાસે ઇન્જેક્શન!!! CM અજાણ, વિપક્ષના પ્રહાર
પાટીલ વિરુદ્ધ અરજી આપવામાં આવી
રેમડેસીવીર ઇન્જેક્શન બાબતે રાજકોટ કોંગ્રેસ દ્વારા અરજી આપવામાં આવી છે. શહેરના જુદા-જુદા પોલીસ સ્ટેશનમાં કોંગી આગેવાનો દ્વારા અરજી આપવામાં આવી છે. જેમાં વિરોધ પક્ષના પૂર્વ નેતા વશરામ સાગઠીયા દ્વારા થોરાળા પોલીસ મથકમાં અરજી, ગુજરાત પ્રદેશ મહિલા કોંગ્રેસના અધ્યક્ષ ગાયત્રીબા વાઘેલા દ્વારા ગાંધીગ્રામ પોલીસ દ્વારા અરજી આપવામાં આવી છે. સી. આર. પાટીલ, હર્ષ સંઘવી સહિત કેડીલાના ચેરમેન સહિત 5 વ્યક્તિઓ વિરુદ્ધ ગુનો નોંધવા કોંગી અગ્રણીઓ દ્વારા આ અરજી આપવામાં આવી છે.
આ પણ વાંચો: રેમડેસીવીર ક્યાંથી આવ્યા? પાટીલે કહ્યું- મિત્રો પાસેથી અને સંઘવીએ કહ્યું- યુપી, બિહારથી...
- સુરત ભાજપ કાર્યલય પરથી લોકોને રેમડેસીવીર ઇન્જેક્શનનું વિતરણ કરવામાં આવ્યું હતું. જેને લઈને પણ વિવાદ ઉભો થયો છે. જે ઇન્જેક્શન હોસ્પિટલ, મેડીકલ સ્ટોરમાં હોવા જોઈએ તે ઇન્જેક્શનનું વિતરણ ભાજપ કાર્યાલય પરથી કરવામાં આવ્યું હતું. ઘણા લોકોને ઈન્જેક્શન મળી રહ્યા નથી, ત્યારે ભાજપના પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલ પાસે 5,000 જેટલા રેમડીસીવીર ઇન્જેક્શન ક્યાંથી આવ્યા આ પ્રશ્નને લઇ રાજકારણ ગરમાયું છે. આ મામલે શહેરના મજુરા વિધાનસભાના ભાજપના ધારાસભ્ય હર્ષ સંઘવીએ જણાવ્યું હતું કે, સી.આર. પાટીલે બિહાર, ઉત્તર પ્રદેશ અને આસામમાં સંપર્ક કરી ત્યાંથી આ ઈન્જેક્શન ખરીદ્યા છે.