- કાગદળી મહંત આત્મહત્યા કેસમાં ખોટુ ડેથ સર્ટીફિકેટ બનાવનાર ડૉક્ટર સામે ફરિયાદ
- ડૉક્ટર સહીત અન્ય શખ્સો વિરૂદ્ધ પણ ફરિયાદ
- પુરવાનો નાશ કરવો સહિતની કલમ આ કેસમાં પોલીસ દ્વારા ઉમેરવામાં આવી
રાજકોટઃ શહેર નજીક આવેલા કાગદળી આશ્રમના મહંત જયરામદાસ બાપુની આત્મહત્યા મામલે કુવાડવા પોલીસ સત્તત તપાસ કરી રહી છે. જેમાં બાપુનું હૃદયરોગના કારણે મોત થયાનું ખોટું સર્ટિફિકેટ દેવ હોસ્પિટલના સંચાલક ડૉ.નિલેશ નિમાવતે તેની હોસ્પિટલના ડૉ. કમલેશ કારેલિયાને કહેતા તેણે હોસ્પિટલના મેડિકલ ઓફિસર ભૌતિક સોજીત્રા પાસે ડેથ સર્ટિફિકેટ બનાવડાવ્યું હતું. આમ આ ડૉક્ટર સહિતના વધુ શખ્સો વિરુદ્ધ પોલીસ ફરિયાદ નોંધવામાં આવી છે. તેમજ આ ડૉક્ટર સહિતના શખ્સોની પણ પોલીસ દ્વારા શોધખોળ શરૂ કરવામાં આવી છે. આ બાપુનું મોત આત્મહત્યા નહિ પણ હૃદય રોગના કારણે થયાનું ખોટો પુરાવો ઉભો કરવો તેમજ અન્ય પુરવાનો નાશ કરવો સહિતની કલમ આ કેસમાં પોલીસ દ્વારા ઉમેરવામાં આવી છે.
આ પણ વાંચો : આણંદમાં પિતાએ 2 નાની બાળકીઓની હત્યા કરી પોતાના જીવનનો અંત આણ્યો
આત્મહત્યાના 8 દિવસ બાદ નોંધાઇ હતી પોલીસ ફરિયાદ
કાગદળી ખાતે આવેલા ખોડીયાર આશ્રમના મહંત જયરામદાસ બાપુનું મોત થયાનું 1 તારીખે સામે આવ્યું હતું. જ્યારે આ મામલે પોલીસ ફરિયાદ 8 તારીખે નોંધાઇ હતી. જયરામદાસ બાપુનું મોત કુદરતી રીતે થયાનું જાહેર કરીને અંતિમ વિધિ પણ આશ્રમના કેટલાક લોકો દ્વારા કરવામાં આવી હતી, પરંતુ આ અંગે બાપુના અનુયાયીઓને શંકા જતા તેમના દ્વારા બાપુનું મોત કઈ રીતે થયું તેના પર સવાલો ઉભા કરવામાં આવ્યા હતા અને આ સમગ્ર મામલે પોલીસ ફરિયાદ પણ નોંધાઇ હતી. જેમાં સામે આવ્યું કે, બાપુનું મોત કુદરતી નહિ પણ દવા પીને આત્મહત્યા કરવાના કારણે થયું છે. જ્યારે આ મામલે પોલીસે તપાસ કરતા સ્યુસાઈડ નોટ પણ મળી આવી હતી.
આ પણ વાંચો : ખેડામાં આત્મહત્યાની 2 ઘટનામાં 2ના મોત, 2 ગંભીર
બાપુને યુવતી સાથે વીડિયો ઉતારી Blackmail કરાયા હતા
મહંત જયરામદાસ મોટો અનુયાયીઓનો વર્ગ ધરાવે છે. જ્યારે બાપુના બે યુવતીઓ સાથેના છ વીડિયો આરોપી અલ્પેશ અને હિતેષ પાસે છે અને તે બન્ને શખ્સ તે મુદ્દે બાપુને Blackmail કરતા હોવાથી કંટાળીને જયરામદાસે આત્મહત્યા કરી હોવાનું સ્યૂસાઇડ નોટમાં ઉલ્લેખ છે. જ્યારે યુવતીનો મામલો જાહેર થશે તો આશ્રમની આબરૂ જશે. જેથી મહંત જયરામદાસે આત્મહત્યા નહીં, પરંતુ તેનું કુદરતી મૃત્યુ થયું છે તેવું ડેથ સર્ટિફિકેટ મેળવવા કાવતરું ઘડવામાં આવ્યું હતું.