- રાજકોટને બનાવવામાં આવશે હરિયાળું
- ખાનગી સંસ્થા દ્વારા રાજકોટમાં 40 હજાર વૃક્ષનું વાવેતર કરવામાં આવશે
- જન્માષ્ટમી બાદ કામ હાથ ધરવામાં આવશે
રાજકોટ: સૌરાષ્ટ્રના પાટનગર રંગીલા રાજકોટને ગ્રીન બનાવા માટે મહાનગરપાલિકા દ્વારા ખાનગી સંસ્થાને કામ સોંપવામાં આવ્યું છે. જે સંસ્થા દ્વારા આગામી 3 વર્ષ સુધી શહેરના વિવિધ વિસ્તારમાં વૃક્ષારોપણ કરવામાં આવશે. જેમાં વૃક્ષોનું વાવેતર તેનું રક્ષણ અને તેનો ઉછેર આ ત્રણેય બાબતોનું ધ્યાન રાખવામાં આવશે. ગોગ્રીન યોજના હેઠળ રાજકોટમાં 40 હજાર જેટલા વૃક્ષોની વાવેતર આગામી દિવસોમાં કરવામાં આવશે. જેના માટે મનપા દ્વારા સદભાવના ટ્રસ્ટને કામ આપવામાં આવ્યું છે.
1250માં એક વૃક્ષ વાવીને તેનું જતન કરાશે
રાજકોટ મનપા દ્વારા શહેરને આગામી દિવસોમાં હરિયાળું બનાવવા માટે ગોગ્રીન પ્રોજેક્ટ હાથ ધરવામાં આવ્યો છે. જેમાં શહેરના સદભાવ ટ્રસ્ટને આ માટેની કામગીરી સોંપવામાં આવી છે. તેમજ તેનો ભાવ પણ નક્કી કરવામાં આવ્યો છે. જેમાં ખાડો ખોદીને વૃક્ષનું વાવેતર અને ત્રિગાર્ડ લગાડવાના 650, જ્યારે આ વૃક્ષનું જતન કરવાના 600 એમ કુલ રૂ.1250 એક વૃક્ષ પાછળ ખર્ચો થશે.
આ પણ વાંચો : ત્રણ દિવસ બાદ આજે Share Marketની નબળી શરૂઆત, સેન્સેક્સ 55 પોઈન્ટ ઘટ્યો
જન્માષ્ટમી બાદ વૃક્ષારોપણનું કામ થશે શરૂ
આગામી ત્રણ વર્ષમાં મનપા દ્વારા શહેરના અલગ અલગ વિસ્તારમાં 40 હજાર જેટલા વૃક્ષો વાવવાનું નક્કી કરવામાં આવ્યું છે. જેના માટેનું કામ જન્માષ્ટમીના તહેવાર બાદ શરૂ કરવામાં આવશે. આ વૃક્ષરોપણ મુખ્યત્વે ખાલી પ્લોટ, 60 ફૂટના રસ્તાઓ ડિવાઈડર પર વંધ્યમાં વધુ કરવામાં આવશે. જ્યારે આ વૃક્ષો ક્યાં દિવસે અને ક્યાં વોર્ડમાં વાવવામાં આવશે તે પણ મનપા દ્વારા નક્કી કરવામાં આવ્યું છે. જેના માટેનો કાર્યક્રમ પણ મનપાએ જાહેર કર્યો છે.
આ પણ વાંચો : જાણો એક જ ગુંબજ નીચે સ્વયંભૂ પ્રગટેલ બે શિવલિંગ ધરાવતાં દ્વિધામેશ્વર મહાદેવના મંદિર અંગે
મનપા દ્વારા ટ્રી ગાર્ડનું વિતરણ કરાતું હતું: ચેરમેન
સમગ્ર મામલે મહાનગરપાલિકાના ચેરમેન પુષ્કર પટેલે જણાવ્યું હતું કે," રાજકોટ ક્લિન શહેર અને ગ્રીન શહેર બને તે માટે મનપા દ્વારા પ્રયાસો કરવામાં આવતા હોય છે. જ્યારે અત્યાર સુધી મહાનગરપાલિકા દ્વારા માત્ર ટ્રી ગાર્ડ આપવામાં આવતા હતા અને વૃક્ષારોપણને પ્રોત્સાહિત કરવામાં આવતું હતું. જ્યારે હવેથી આ માટ્વિ સદભાવના ટ્રસ્ટને કામ આપવામાં આવ્યું છે. જેની સાથે મળીને શહેરના વિવિધ વિસ્તારમાં વૃક્ષો વાવવામાં આવશે. જ્યારે અંદાજીત 25 હજારથી 40 હજાર સુધી વૃક્ષો વાવવાનો અમારો લક્ષ્યાંક છે.