- રાજકોટમાં મહાનગરપાલિકા દ્વારા સફાઈ ઝુંબેશ હાથ ધરાઈ
- સોલીડ વેસ્ટ મેનેજમેન્ટની ટીમ દ્વારા ખાસ સફાઈ ઝુંબેશ ચલાવવામાં આવી
- ગંદકી કરનારાઓ તેમજ પ્લાસ્ટિકનો ઉપયોગ કરનારાઓ પાસેથી વસુલાયો દંડ
રાજકોટઃ શહેરને સ્વસ્થ બનાવવા માટે મહાનગરપાલિકા દ્વારા તમામ વોર્ડના માર્ગો ઉપરાંત શહેરના મુખ્ય માર્ગોની પણ સુંદરતા જળવાઇ રહે તે માટે સોલીડ વેસ્ટ મેનેજમેન્ટની ટીમ દ્વારા ખાસ સફાઈ ઝુંબેશ ચલાવવામાં આવી રહી છે.
103 આસામીઓ પાસેથી રૂપિયા 41,250નો દંડ વસુલાયો
શહેરમાં તારિખ 15 અને 16 ડિસેમ્બરના રોજ જાહેર માર્ગો પર ગંદકી કરાતા અને પ્લાસ્ટિકનો ઉપયોગ કરાતા કુલ 103 આસામીઓ પાસેથી રૂપિયા 41,250ની પેનલ્ટી પણ વસુલ કરવામાં આવી હતી. શહેરના મુખ્ય માર્ગ પર આવેલી ચાની લારીઓ, પાનની હોટલો-દુકાનો અને શાકભાજીના ધંધાર્થીઓને ત્યાં સ્વચ્છતા જાળવવા સૂચનાઓ આપવામાં આવી હતી. તેમજ પ્રતિબંધિત પ્લાસ્ટિકનો ઉપયોગ કરનારા પાસેથી દંડ વસુલ કરવાની કામગીરી કરવામાં આવી હતી.
સ્વચ્છતા મુદ્દે દેશમાં ટોપ ટેન સીટીઓમાં રાજકોટ થયો છે સમાવેશ
સ્વચ્છતાની બાબતમાં રાજકોટ શહેરે સમગ્ર દેશમાં ટોપ ટેન સીટીઓમાં સ્થાન પ્રાપ્ત કર્યુ છે. સ્વચ્છતા જાળવવાથી શહેરની સુંદરતા જળવાય છે. મહાનગરપાલિકાની કામગીરી સાથે શહેરીજનોનો પણ સહકાર મળે છે. આ કામગીરી નાયબ મ્યુનિ. કમિશનર એ.આર.સિંહ, પર્યાવરણ ઈજનેર નીલેશ પરમાર અને તમામ નાયબ પર્યાવરણ ઈજનેરો દ્વારા કરવામાં આવે છે.