ETV Bharat / city

મુખ્યપ્રધાને રાજકોટમાં રૂપિયા 112.31 કરોડના વિવિધ પ્રોજેક્ટનુ લોકાર્પણ-ખાતમુહૂર્ત કર્યું - લોકાર્પણ

રાજકોટ મહાનગરપાલિકા તથા રાજકોટ શહેરી વિકાસ મંડળ સત્તામંડળ દ્વારા શુક્રવારના રોજ પરશુરામ મંદિરધામ પાસે, રૈયાગામ પાછળ, રૈયા રોડ રાજકોટ ખાતે યોજાયેલા કાર્યક્રમમાં મુખ્યપ્રધાન વિજય રૂપાણીના વરદ હસ્તે રૂપિયા 112.31 કરોડના વિવિધ પ્રોજેક્ટનુ લોકાર્પણ-ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું.

મુખ્યપ્રધાન
મુખ્યપ્રધાન
author img

By

Published : Jan 1, 2021, 5:10 PM IST

  • મુખ્યપ્રધાનના હસ્તે રૂપિયા 112.31 કરોડના પ્રોજેક્ટનુ લોકાર્પણ-ખાતમુહૂર્ત
  • કિશાન સૂર્યોદય યોજના આપતું પ્રથમ રાજ્ય બન્યું ગુજરાત
  • નવું વર્ષ 2021 વિકાસનું હરણફાળ ભરનારું વર્ષ હશે : મુખ્યપ્રધાન

રાજકોટઃ શહેરની નગરપાલિકા રાજકોટ મહાનગરપાલિકા તથા રાજકોટ શહેરી વિકાસ મંડળ સત્તામંડળ દ્વારા શુક્રવારના રોજ પરશુરામ મંદિરધામ પાસે, રૈયાગામ પાછળ, રૈયા રોડ રાજકોટ ખાતે યોજાયેલા કાર્યક્રમમાં મુખ્યપ્રધાન વિજય રૂપાણીના વરદ હસ્તે રૂપિયા 112.31 કરોડના વિવિધ પ્રોજેક્ટનુ લોકાર્પણ-ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું.

મુખ્યપ્રધાન દ્વારા વિવિધ પ્રોજેક્ટના લોકાર્પણ અને ખાતમુહૂર્ત

આ અવસરે CM રૂપાણીએ જણાવ્યું હતું કે, રાજકોટ મહાનગરપાલિકા અને રાજકોટ શહેરી વિકાસ સત્તામંડળ (RUDA)ના 112 કરોડના વિવિધ પ્રોજેક્ટના લોકાર્પણ અને ખાતમુહૂર્ત માટે અભિનંદન પાઠવુ છે. કોરોનાકાળમાં વર્ષ 2020માં કોરોનાનું સંક્રમણ રોકવા કોરોના પોઝિટિવ દર્દીની દર્દીને સારવાર આપવાની અંગેની ઉત્તમ વ્યવસ્થા કરવામાં આવી હતી. પ્રજાના સાથ સહકારથી સરકારે કોરોનાની સ્થિતિમાં કામગીરી કરી છે. આપત્તિને અવસર બનાવ્યો છે. આપણી ઇકો સિસ્ટમ હેમખેમ રાખી કોરોનાકાળમાંથી બહાર આવ્યા છીએ. સમગ્ર દેશ માટે 2020નું વર્ષ ચિંતાનો વિષય હતો. ભારતમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીના માર્ગદર્શન હેઠળ લડત કરી દેશનો વિકાસ અટકાવવા નથી દીધો. નવું વર્ષ 2021 વિકાસનું હરણફાળ ભરનારું વર્ષ હશે. બે માસમાં ગુજરાતે વિશ્વકક્ષાએ ગૌરવ પ્રાપ્ત કરાતા પ્રોજેક્ટ સાકાર કર્યા છે.

સમગ્ર દેશમાં કિશાન સૂર્યોદય યોજના આપતું પ્રથમ રાજ્ય ગુજરાત

સીએમ રૂપાણીએ જણાવ્યું હતું કે પીએમ મોદી દ્વારા કચ્છ રીન્યુઅલ ઉર્જા પાર્ક, એશિયાનો સૌથી મોટો રોપ-વે, સમગ્ર દેશમાં કિશાન સૂર્યોદય યોજના આપતું પ્રથમ રાજ્ય ગુજરાત બન્યું. ખેડૂતોના હિત માટે પીએમ મોદી દ્વારા 1055 ગામોમાં દિવસે લાઈટ આપવાની વ્યવસ્થા કરી જેનાથી ખેડૂતો રાત્રે આરામ કરી શકે. હવે ૨૫૦૦ ગામોમાં દિવસે લાઈટ આપવાનો પ્રોજેક્ટ કાર્યરત કર્યું છે. જે જ્યોતિગ્રામ પછીની સૌથી મોટી યોજના છે. આપણા દેશના પીએમએ ભારતમાં પ્રથમ રો-રો ફેરી સુરત થી ભાવનગર વચ્ચે શરૂ કરાવી તેમજ સી-પ્લેન શરૂ કરતુ રાજ્ય ગુજરાત સમગ્ર દેશમાં પ્રથમ બન્યું હતું.

દારૂબંધીનો કડક અમલ અને કાયદાનો ભંગ કરનાર સામે કડક પગલા

સીએમ રૂપાણીએ પોતાના ભાષણ દરમિયાન વધુમાં જણાવ્યું હતું કે હાલમાં 1200 કરોડના ખર્ચે વડાપ્રધાને AIIMSનું ખાતમુહૂર્ત કર્યું જે કામગીરી 22 માસમાં પૂર્ણ થશે. AIIMS બનવાથી આરોગ્ય બાબતે ગુજરાતમાં સારી સેવા મળી શકશે. આવી જ રીતે વિવિધ ક્ષત્રે ભાઈઓ-બહેનોની ચિંતા કરી અનેક યોજનાઓ અમલી કરી છે. આ ઉપરાંત છેલ્લા ૩ વર્ષમાં ટેકાના ભાવે ૧૭૦૦૦ કરોડ રૂપિયાની કૃષિ પાકોની ખરી ખરીદી કરી છે. ખેતી સારી તો ખેડૂત સુખી, ખેડૂત સુખી તો ગામડું સુખી અને ગામડું સુખી તો શહેરો સુખી. રાજ્ય સરકારે ઇઝ ઓફ ડૂઇંગ બિઝનેસ અને ઇઝ ઓફ લીવીંગનો અભિગમ અપનાવેલો છે. પર પ્રાંતના લોકો ગુજરાતમાં રહેવા ઇચ્છુક બનવા લાગ્યા છે. ગુજરાત રહેવાલાયક અને જીવવાલાયક રાજ્ય બની રહે તે માટે કડક કાયદાઓ અમલમાં મુક્યા છે. લેન્ડ ગ્રેબિંગ સામે કડક કાયદો, દારૂબંધીનો કડક અમલ અને કાયદાનો ભંગ કરનારા સામે કડક પગલા, સામાજિક સુરક્ષા, ગુંડા સામે કાર્યવાહી વગેરે જેવા પ્રયાસો સતત થઇ રહ્યા છે.

રાજકોટ મહાનગરપાલિકાના વિવિધ પ્રોજેક્ટનું લોકાર્પણ

આ ઉપરાંત આ કાર્યક્રમમાં રાજકોટ મહાનગરપાલિકાના વોર્ડ નંબર 15માં અમૃત યોજના અંતર્ગત આજી ડેમ વિસ્તારના હીલ ગાર્ડન પાસેની ખુલ્લી જગ્યામાં લેન્ડ સ્કેપીંગ તથા ગાર્ડન, વોર્ડ નંબર 03માં રેલનગર વિસ્તારોમાં પાણીની ડી.આઇ. પાઇપ લાઇન, જળકુંભી (ગાંડી વેલ) વનસ્પતી દુર કરવા માટે Aquatic Weed Harvester Cum Weed Removal મશીન અને વોર્ડ નંબર 14 માં કોઠારીયા રોડ પર આવેલા વોર્ડ ઓફિસ–14 (અ)માં નવી વોર્ડ ઓફિસનું લોકાર્પણ કરવામાં આવ્યું.

રાજકોટ શહેરી વિકાસ સત્તામંડળ (રૂડા) ના વિવિધ પ્રોજેક્ટનું લોકાર્પણ

આ સાથે રાજકોટ શહેરી વિકાસ સત્તા મંડળ (રૂડા) ના રૂડા વિસ્તારના માધાપર ગામે ભુગર્ભ ગટર, ટી.પી.-9, ટી.પી-17 અવધ રોડ અને ગોકુલ-મથુરા સોસાયટીના રસ્તાનું ડામર કામ, રીંગરોડ-2, ફેઝ-2 ચે.6200 પર બ્રીજ, શિવાલય એપાર્ટમેન્ટથી રીંગરોડ (મારૂતી સુઝુકી શોરૂમ) મોરબી બાયપાસને જોડતાં રસ્તાનું ડામર કામ, કાલાવડ રોડથી હરીપર (પાળ) ગામને જોડતા રસ્તાનું ડામર કામ, ટી.પી.-10 અને ટી.પી.-17નાં રિઝર્વેશન પ્લોટમાં કમ્પાઉન્ડ વોલ, રૂડા વિસ્તારનાં વિવિધ ગામોમાં સી.સી. રોડ(ફેઝ-2)નું લોકાર્પણ કરાયું હતું.

રાજકોટ શહેરી વિકાસ સત્તામંડળ (રૂડા)ના વિવિધ પ્રોજેક્ટનું ખાતમુહૂર્ત

નારણકા અને વાજડીગઢ ગામના રસ્તાનું ડામર કામ, રૂડા ટ્રાન્સપોર્ટ નગર અને ગુંદા થી કુચીયાદડ (કુવાડવા સરધાર રોડ) સુધીના રસ્તાનું ડામર કામ, આણંદપર બસ સ્ટેન્ડથી અમદાવાદ નેશનલ હાઈવેને જોડતો સી.સી. રોડનું ખાતમુહૂર્ત કરવામાં આવેલ.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.