ETV Bharat / city

રાજકોટમાં 30 જૂન સુધીમાં મ્યુકરમાઇકોસિસના કેસ (Mucormycosis Case) નહિવત થવાની આશા: સિવિલ સુપ્રિટેન્ડેન્ટ - RAJKOT DAILY UPDATES

રાજકોટ સિવિલ હોસ્પિટલમાં મ્યુકરમાઇકોસિસની સંખ્યા કેસની સંખ્યા 900ની આસપાસ પહોંચી હતી. ત્યારે રાજકોટ સિવિલ હોસ્પિટલ તંત્ર દ્વારા દરરોજ મ્યુકરમાઇકોસિસના દર્દીઓની સર્જરી કરવામાં આવતી હતી. જેને લઇને અત્યાર સુધીમાં 650 કરતાં વધુ મ્યુકરમાઇકોસિસના દર્દીઓને સર્જરી કરવામાં આવી છે.

રાજકોટ
રાજકોટ
author img

By

Published : Jun 22, 2021, 2:33 PM IST

  • રાજકોટ સિવિલ હોસ્પિટલમાં મ્યુકરમાઇકોસિસના કેસ નહિવત રહેવાની સંભાવના
  • રાજકોટ સિવિલ હોસ્પિટલમાં દરરોજ 3થી 4 જેટલા મ્યુકરમાઇકોસિસના કેસ
  • હોસ્પિટલમાં મ્યુકરમાઇકોસિસના કેસની સંખ્યા 900ની આસપાસ પહોંચી હતી

રાજકોટ: રાજકોટ સિવિલ હોસ્પિટલ (RAJKOT CIVIL HOSPITAL)ના સુપ્રિટેન્ડેન્ટ ડૉ. આર.એસ ત્રિવેદીએ મહત્વનો નિવેદન આપ્યું છે. જેમાં તેમણે જણાવ્યું છે કે, આગામી 30 જૂન સુધીમાં રાજકોટ સિવિલ હોસ્પિટલમાં મ્યુકરમાઇકોસિસના કેસ (Mucormycosis Case) નહિવત રહેવાની આશા છે. હાલ રાજકોટ સિવિલ હોસ્પિટલમાં દરરોજ 3થી 4 જેટલા મ્યુકરમાઇકોસિસના કેસ આવી રહ્યા છે. ત્યારે શરૂઆતના દિવસોમાં બેકી સંખ્યામાં આ કેસ આવતા હતા, પરંતુ હવે રાજકોટ તેમજ સૌરાષ્ટ્રભરમાંથી રાજકોટ સિવિલ હોસ્પિટલમાં મ્યુકરમાઇકોસિસના માત્ર 3થી 4 કેસ દરરોજ નોંધાઈ રહ્યા છે. તે જોઇને એવી આશા બંધાઈ છે કે આગામી 30 જૂન સુધીમાં રાજકોટ સિવિલ હોસ્પિટલમાં મ્યુકરમાઇકોસિસ કેસની સંખ્યા નહીવત થઇ જશે.

મ્યુકરમાઇકોસિસની દેશમાં સૌથી વધુ સર્જરી રાજકોટમાં કરાઈ

રાજકોટ સિવિલ હોસ્પિટલમાં મ્યુકરમાઇકોસિસની સંખ્યા કેસની સંખ્યા 900ની આસપાસ પહોંચી હતી. ત્યારે રાજકોટ સિવિલ હોસ્પિટલ તંત્ર દ્વારા દરરોજ મ્યુકરમાઇકોસિસના દર્દીઓની સર્જરી કરવામાં આવતી હતી. જેને લઇને અત્યાર સુધીમાં 650 કરતાં વધુ મ્યુકરમાઇકોસિસના દર્દીઓને સર્જરી કરવામાં આવી છે. સમગ્ર ભારતમાં સૌથી વધુ સર્જરી રાજકોટ સિવિલ હોસ્પિટલની માનવામાં આવી રહી છે. રાજકોટ સિવિલ હોસ્પિટલમાં મ્યુકરમાઇકોસિસને લઈને એક મજબૂત ટીમનું ગઠન કરવામાં આવ્યું છે. જે ટીમ દ્વારા આ સફળતા પ્રાપ્ત કરવામાં આવી છે. જ્યારે હાલ રાજકોટ સિવિલ હોસ્પિટલમાં જરૂર જણાય તે દર્દીઓની સર્જરી કરવામાં આવી રહી છે.

આ પણ વાંચો: રાજ્ય સરકાર મ્યુકરમાઇકોસિસની સારવાર માટે સજ્જ, બાળકો માટે અલગ બેડની વ્યવસ્થા

160 જેટલા જ મ્યુકરમાઇકોસિસના એક્ટીવ કેસ

રાજકોટ સિવિલ હોસ્પિટલમાં હાલ મ્યુકરમાઇકોસિસના એક્ટિવ કેસ (Mucormycosis Active Case)ની વાત કરવામાં આવે તો 160ની આસપાસ મ્યુકરમાઇકોસિસના એક્ટિવ કેસ જોવા મળી રહ્યા છે. જ્યારે સમરસ હોસ્ટેલ (Samras Hostel Rajkot)માં 409 કરતાં વધુ મ્યુકરમાઇકોસિસ દર્દીઓ દાખલ છે, પરંતુ સમરસ હોસ્પિટલમાં જે દર્દીઓ દાખલ છે તેઓ સામાન્ય લક્ષણ વાળા દર્દીઓ હોવાનું સામે આવ્યું છે. જ્યારે રાજકોટમાં અગાઉની વાત કરવામાં આવે તો 700 જેટલા મ્યુકરમાઇકોસિસ એક્ટીવ કેસ નોંધાયા હતા. જે ધીમે-ધીમે ઘટીને હવે 160ની આસપાસ જોવા મળી રહ્યા છે. ત્યારે આગામી દિવસોમાં આ કેસ પણ સાવ નહિવત થાય તેવી શક્યતાઓ સિવિલ સુપ્રિટેન્ડેન્ડ દ્વારા વ્યક્ત કરવામાં આવી છે.

આ પણ વાંચો: ભારતમાં વધી રહ્યાં છે મ્યુકરમાઇકોસિસના કેસ

દરરોજ 20 જેટલી સર્જરી કરવામાં આવે છે

રાજકોટ સિવિલ હોસ્પિટલમાં મ્યુકરમાઇકોસિસના કેસ વધવાની સાથે સિવિલ હોસ્પિટલમાં દરરોજ મ્યુકરના દર્દીઓની સર્જરી પણ વધારવામાં આવી હતી. જેને લઈને 8 જેટલા OTમાં દરરોજ 18 જેટલી અલગ-અલગ સર્જરી કરવામાં આવતી હતી. ત્યારે અત્યારે સુધીમાં સમગ્ર દેશમાં રાજકોટ સિવિલ હોસ્પિટલે (RAJKOT CIVIL HOSPITAL) 650થી વધુ સર્જરી મ્યુકરમાઇકોસિસના દર્દીઓની કરી છે. જે આખા ભારતમાં એક રેકોર્ડ છે. આ સાથે જ રાજકોટ સિવિલ હોસ્પિટલ દ્વારા અત્યાર સુધીમાં 200 કરતાં વધુ દર્દીઓને મ્યુકરમાઇકોસિસની સર્જરી (mucormycosis surgery) કરીને સારવાર બાદ રજા આપવામાં આવી છે. જ્યારે હવે આગામી 30 જૂન સુધીમાં મ્યુકરમાઇકોસિસના કેસની નહિવત થવાની પણ શક્યતા રાજકોટ સિવિલ હોસ્પિટલ તંત્ર દ્વારા દર્શાવવામાં આવી છે.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.