- રાજકોટમાં એસ્પરજીલસ ફૂગનાં કેસમાં થયો વધારો
- સિવીલ હોસ્પિટલમાં 100 કરતા વધુ દર્દીઓને એસ્પજીલસ
- એસ્પરજીલસની સારવાર 21 દિવસ સુધી ચાલતી હોય છે
રાજકોટ: સિવિલમાં હાલ સારવાર લેતા 400થી વધુ દર્દીઓમાં 20 ટકા જેટલા દર્દીઓ એસ્પરજીલસ ફૂગથી ફેફ્સામાં ઈન્ફેક્શન થયું હોય તેના છે. કોરોના રિકવર થયા બાદ 20થી 40 દિવસની અંદર એસ્પરજીલસ ફૂગ થવાની શક્યતાઓ રહેલી છે. ખાનગી હોસ્પિટલોમાં પણ આવા દર્દીઓની સારવાર ચાલી રહી છે. એસ્પરજીલર ફૂગનાં રોગની સારવાર મોટાભાગે હોરીકોનાઝોલ ટેબ્લેટથી જ થઈ જતી હોય છે. જે એક ટેબલેટની કિંમત અંદાજીત 700થી 800 રૂપિયા છે. જે દિવસમાં બે વખત લેવાની રહેતી હોય છે. સામાન્ય રીતે એસ્પરજીલસની સારવાર 21 દિવસ સુધી ચાલતી હોય છે. મ્યુકોર માઇકોસિસની સારવાર કરતા ખર્ચ ઓછો રહે છે અને વહેલી તકે સારવાર કરવી લેવી જરૂરી છે.
આ પણ વાંચો : મ્યુકોર માઇકોસીસના વધી રહ્યા છે કેસ, જાણો શું કહે છે આયુર્વેદ એક્સપર્ટ
એસ્પરજીલસ ફૂગથી ફેફ્સામાં ફેલાતા પોસ્ટ કોવિડ ઈન્ફેક્શનનું પ્રમાણ પણ બે ગણો વધારો થયો છે
સિવિલ સર્જન ડૉ. આર. એસ. ત્રિવેદીએ જણાવ્યું હતું કે, સામાન્ય દિવસોમાં પણ એસ્પરજીલસનાં કેસ નોંધાતા હતા. જોકે હવે કોરોના પછી દર્દીઓમાં બે ગણા એસ્પરજીલસનાં કેસ સામે આવી રહ્યા છે. એસ્પરજીલસ ફૂગથી ફેફ્સામાં ફેલાતા પોસ્ટ કોવિડ ઈન્ફેક્શનનું પ્રમાણ પણ બે ગણો વધારો થયો છે. મ્યુકોર માઇકોસિસ જેટલું ઘાતક નથી, પરંતુ તેની વહેલી તકે સારવાર કરાવવી જરૂરી છે. નહિં તો એસ્પરજીલસ પણ ઘાતક સાબિત થઇ શકે છે. ફૂગના ફૂંફાડા સામે હવે કોરોના વિષાણું પણ વામણો લાગવા માંડ્યો છે.