રાજકોટમાં બ્રિજની દિવાલ ધરાશાયીનો મામલો
- બે વ્યક્તિનું ઘટના સ્થળે થયું હતું મૃત્યું
- સરકારે 4-4 લાખની કરી હતી સહાય
- બ્રિજ બનાવનાર કંપની દ્વારા પરિવારજનોને 5-5 લાખની સહાય
રાજકોટ: શહેરમાં આજી ડેમ ઓવરબ્રિજ પર તાજેતરમાં જ દિવાલ ધરાશાયી થવાના કારણો બે નિર્દોષોનો ભોગ લેવાયો હતો. જેને લઇ સરકાર દ્વારા મુખ્યમંત્રી રાહત ફંડમાંથી મૃતકોના પરિવારજનોને રૂપિયા 4-4 લાખની સહાય કરવામાં આવી હતી. ત્યારબાદ શુક્રવારે બ્રિજ બનાવનાર કંપની વેસ્ટ ગુજરાત એક્સપ્રેસ વે લિમિટેડ દ્વારા મૃતકના પરિવારજનોને વધુ રૂપિયા 5-5 લાખની સહાય અર્પણ કરવામાં આવી છે.
કંપની દ્વારા બે ત્રણ દિવસમાં જ મૃતકોના પરિવારજનોને ચેક અર્પણ કરવામાં આવશે. આજીડેમ ખાતે આવેલા બ્રિજની દિવાલ ધરાશાયી થતાં વિજય વીરડા અને ભૂપત મિયાત્રા નામના બે નિર્દોષ લોકોનું ઘટનાસ્થળે જ મૃત્યું નિપજ્યું હતુ, જેને લઈ રાજ્ય સરકાર દ્વારા બ્રિજની દિવાલ ક્યા કારણોસર તૂટી હતી તે અંગે તપાસના આદેશ અપાયા હતા.
ઉલ્લેખનીય છે કે તપાસ કમિટી દ્વારા બ્રિજની ડિઝાઇનમાં ક્યાંક ખામી રહી હોવાના કારણે આ દુર્ઘટના સર્જાઇ હોવાનું ચર્ચાઈ રહ્યું છે.