રાજકોટ સહિત સૌરાષ્ટ્રના કેટલાક જિલ્લાઓમાં આ વર્ષે ઓછો વરસાદ પડ્યો હોવાના કારણે રાજ્ય સરકાર દ્વારા કેટલાક તાલુકાને સંપૂર્ણ અછતગ્રસ્ત જાહેર કરાયા છે. જેને લઈને સરકાર દ્વારા જાહેર કરવામાં આવેલા અછતગ્રસ્ત ગામોમાં હજુ સુધી પાક વીમો આપવામાં આવ્યો નથી. આ મામલે ગરૂવારે રાજકોટ કિસાન સંઘ દ્વારા બહુમાળી ચોકથી કલેક્ટર કચેરી સુધી વિશાળ રેલી યોજવામાં આવી હતી અને ત્યારબાદ કલેક્ટરને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું.
રાજકોટમાં મોટી સંખ્યામાં ખેડૂતો એકઠા થતા રાજકારણમાં જબરો ગરમાવો જોવા મડ્યો હતો. ભાજપ અને કોંગ્રેસના રાજકોટ લોકસભાના ઉમેદવાર ખેડૂતો મુદ્દે આક્ષેપ પ્રતિઆક્ષેપ કરી રહ્યા છે. ભાજપના ઉમેદવાર અને સાંસદ મોહન કુંડારિયા દ્વારા પાકવિમો હજુ સુધી ખેડૂતોને ન મળવા અંગે કોંગ્રેસને જવાબદાર ઠેરવી છે. જ્યારે કોંગ્રેસ ઉમેદવાર અને ધારાસભ્ય લલિત કગઠરાએ મોહન કુંડારિયાને આ અંગે કસૂરવાર ઠેરવ્યા છે.