ETV Bharat / city

સરકાર પર સી. આર. પાટીલ દાદાગીરી કરી રહ્યા છે: અર્જુન મોઢવાડીયા - CR Patil

રાજ્યમાં કોરોનાના કેસમાં સતત વધારો થઈ રહ્યો છે. ત્યારે રાજકોટમાં બુધવારે કોંગ્રેસના નેતા અર્જુન મોઢવાડીયા દ્વારા પત્રકાર પરિષદ યોજવામાં આવી હતી. જેમાં તેઓએ સરકાર પર ગંભીર આક્ષેપ કર્યા હતા. તેમજ તેઓએ રેમડેસિવીર ઇન્જેક્શન મામલે સી.આર પાટીલ પર પણ આક્ષેપ કર્યો હતો.

સરકાર પર સી. આર. પાટીલ દાદાગીરી કરી રહ્યા છે: અર્જુન મોઢવાડીયા

author img

By

Published : Apr 28, 2021, 5:29 PM IST

  • કોંગ્રેસના નેતા અર્જુન મોઢવાડીયા દ્વારા પત્રકાર પરિષદ યોજવામાં આવી
  • અર્જુન મોઢવાડીયાએ સરકાર પર ગંભીર આક્ષેપ કર્યા
  • રેમડેસિવીર ઇન્જેક્શન મામલે પણ કર્યા આક્ષેપ

રાજકોટઃ રાજ્યમાં કોરોનાના કારણે આરોગ્ય તંત્રની પરિસ્થિતિ કથળી છે. ત્યારે રાજ્ય સરકાર દ્વારા 29 નાના-મોટા શહેરમાં રાત્રી કરફ્યૂની સાથે દિવસ દરમિયાન પણ જીવન જરૂરિયાતની ચીજ વસ્તુઓની દુકાનો જ ખુલ્લી રાખવાની જ છૂટ આપી છે. ત્યારે રાજકોટમાં આજે બુધવારે કોંગ્રેસના નેતા અર્જુન મોઢવાડીયા દ્વારા પત્રકાર પરિષદ યોજવામાં આવી હતી. તે દરમિયાન તેઓએ સરકાર પર ગંભીર આક્ષેપ કર્યા હતા. તેઓએ રેમડેસિવીર ઇન્જેક્શન મામલે પણ સી.આર પાટીલ પર પણ આક્ષેપ કર્યો હતો.

સરકાર પર સી. આર. પાટીલ દાદાગીરી કરી રહ્યા છે: અર્જુન મોઢવાડીયા

ઇન્જેક્શનની કાળા બજારી મામલે ભાજપના નેતાઓની સંડોવણી

અર્જુન મોઢવાડિયાએ પત્રકાર પરિષદમાં રેમડેસિવીર ઇન્જેક્શન મામલે ભાજપ સરકાર પર આક્ષેપ કરતા જણાવ્યું હતું કે, રાજ્યમાં ઇન્જેક્શનની કાળા બજારી થઈ રહી છે. એમાં પણ ભાજપના કાર્યકર્તાઓ અને કોર્પોરેટરોની સંડોવણી બહાર આવી છે. તેમજ જણાવ્યું કે, રાજ્યમાં વેન્ટીલેટરની અછત હોય તો સરકાર દ્વારા અલગ-અલગ જિલ્લાઓ માટે વેન્ટીલેટર ખરીદવા જોઈએ અને જરૂરિયાત મુજબ આપવા જોઈએ. જેના કારણે રાજ્યમાં કોવિડથી દર્દીઓના જીવ બચાવી શકાય. સરકાર દ્વારા જરૂરિયાત મંદ લોકો માટે કોઈ નક્કર કામ કરવામાં આવ્યું નથી. જેનું આ પરિણામ છે.

આ પણ વાંચોઃ ભાજપના પૂર્વ કોર્પોરેટરના પુત્રએ 7 હજારમાં એક્સપાયર થયેલા 6 રેમડેસીવીર ઈન્જેક્શન વેચ્યા, 2ની ધરપકડ

અમે વેન્ટિલેટરની વ્યવસ્થા કરી શકીએ તો સરકાર કેમ ના કરી શકે?

અર્જુન મોઢવાડીયાએ વધુમાં સરકાર પર આક્ષેપ કરતા જણાવ્યું હતું કે, અમે અમારા એક નજીકના સંબંધીની તબિયત સારી ન હતી અને તેમને વેન્ટીલેટરની જરૂરિયાત ઉભી થઈ હતી. જેથી અમે તાત્કાલિક વેન્ટિલેટર ખરીદીને આ દર્દીને અપાવ્યું હતું અને હાલ તેમની રાજકોટની ખાનગી હોસ્પિટલમાં સારવાર શરૂ છે. ત્યારે જો અમે વેન્ટિલેટરની વ્યવસ્થા કરી શકતા હોઈ તો સરકાર કેમ વેન્ટિલેટર ખરીદી ના શકે. રાજ્ય સરકાર જો અલગ-અલગ જિલ્લામાં વેન્ટિલેટરની સંખ્યા વધારે તો રાજ્યમાં કોરોનાનો મૃત્યુ આંક રોકી શકાય.

આ પણ વાંચોઃ સુરેન્દ્રનગરની સિવિલ હોસ્પિટલમાં 10 દિવસમાં વેન્ટિલેટર નહીં અપાય તો આંદોલન કરીશુંઃ કોંગ્રેસ

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.