ETV Bharat / city

BJP Survey in Rajkot: જે ધારાસભ્યોએ કામ નહીં કર્યું હોય તેમની ટિકિટ તો કપાઈ જ સમજો...! - No Repeat Theory

રાજકોટમાં ચૂંટણીને (Gujarat Assembly Election 2022) ધ્યાનમાં રાખી ભારતીય જનતા પાર્ટીએ સરવે (BJP Survey in Rajkot) કરાવ્યો છે. સરવેની ટીમ ધારાસભ્યોના વિસ્તારમાં સરવે (BJP Survey in MLA Area) કરશે. જોકે, આ સરવેમાં શું છે શહેરની સ્થિતિ તે અંગે જોઈએ આ અહેવાલ.

BJP Survey in Rajkot: જે ધારાસભ્યોએ કામ નહીં કર્યું હોય તેમની ટિકિટ તો કપાઈ જ સમજો...!

author img

By

Published : May 16, 2022, 10:24 AM IST

Updated : May 16, 2022, 2:20 PM IST

રાજકોટઃ ગુજરાત વિધાનસભાની ચૂંટણીને (Gujarat Assembly Election 2022) ધ્યાનમાં રાખી ભાજપ સરવે કરી રહી છે, જેમાં માર્કસ આપવામાં આવી રહ્યા છે. સાથે સરવેની ટીમો પણ ધારાસભ્યના વિસ્તારમાં સરવે કરશે. તેવું સામે આવી (BJP Survey in MLA Area) રહ્યું છે. ત્યારે શું છે રાજકોટ શહેરની સ્થિતિ જોઈએ.

ભાજપનો આંતરિક સરવે પૂર્ણ

ભાજપનો આંતરિક સરવે પૂર્ણ - ગુજરાત વિધાનસભાની ચૂંટણીને (Gujarat Assembly Election 2022) લઈ તમામ રાજકીય પાર્ટીઓમાં પણ તૈયારીઓનો (Political Parties preparation for Election) ધમધમાટ ચાલી રહ્યો છે. તેમાં ભાજપ એક સ્ટેપ આગળ ચાલી રહ્યું છે. અને કોને-કોને ટિકિટ આપવી તે માટેનો આંતરિક સરવે શરૂ કર્યો છે. તેમાં 1થી 10 માર્ક્સ આપીને વિધાનસભાની ચૂંટણી માટેનાં ઉમેદવારો નક્કી કરવામાં આવશે. ત્યારે આ અંગે રાજકોટની 4 સીટ માટેનો સરવે પૂર્ણ કરવામાં (BJP Survey in Rajkot) આવ્યો છે. જોકે, સેન્સની પ્રક્રિયા ઓક્ટોબરમાં હાથ ધરાશે. પણ જો નો રિપીટ થિયરી અપનાવાય તો પૂર્વ મુખ્યપ્રધાન સહિતનાં ધૂરંધરોનાં પત્તા કપાય તેવી શક્યતા પણ નકારી શકાય તેમ નથી.

આ પણ વાંચો- આજથી ભાજપની બે દિવસીય ચિંતન બેઠક શરૂ, અમિત શાહ રહેશે ઉપસ્થિત

સરવેમાં ધારાસભ્યોની કામગીરી જોવાશે - આ અંગે રાજકોટ દક્ષિણના ધારાસભ્ય ગોવિંદ પટેલે (Rajkot South MLA Govind Patel) જણાવ્યું હતું કે, સરવેમાં ભાજપ પોતાના ધારાસભ્યોની કામગીરી જોશે. તેમાં 1થી 10નું માર્કિંગ કરીને ઉપર રિપોર્ટ મોકલશે. જોકે, આ સરવે અત્યંત ખાનગી રાહે કરવામાં આવી રહ્યો છે. તેમાં તમામ હિન્દીભાષીઓને જ સામેલ કરવામાં આવ્યા છે. 20-25 જેટલા લોકોની આ ટીમો ચાલુ ધારાસભ્યના વિસ્તારમાં પાનનાં ગલ્લા, ધોબી, સલૂન ચલાવનારા અને ગૃહિણીઓને મળીને વિગતો એકઠી કરી. તેનો રિપોર્ટ હાઈકમાન્ડને (Report to BJP High Command) મોકલશે. જેના આધારે આગામી વિધાનસભા ચૂંટણીમાં ટિકિટો (Gujarat Assembly Election 2022) અંગેનો નિર્ણય લેવાશે. રાજકોટની ચારેય સીટ માટેનો સર્વે પૂર્ણ થઈ ચૂક્યો હોવાનું પણ તેમણે કહ્યું હતું.

આ પણ વાંચો- જૂથવાદમા ઘેરાયેલી કોંગ્રેસ યુવાઓનું સાંભળતી નથી : કોંગ્રેસ યુવા નેતા

સરવેમાં વિવિધ મુદ્દાને લેવાશે ધ્યાને - ધારાસભ્ય ગોવિંદ પટેલે (Rajkot South MLA Govind Patel) વધુમાં ઉમેર્યું હતું કે, ખાનગી એજન્સી મારફત કરવામાં આવેલા આ સરવેમાં એક બાદ એક બેઠકના વર્ષ 2017ના પરિણામોને પણ આવરી લેવાયા છે. સાથે જ ભાજપને મળેલી લીડ અથવા ખાધની સરવેમાં નોંધ લેવામાં આવી રહી છે. આ સિવાય ધારાસભ્યોના કામ, જ્ઞાતિના સમીકરણો અને અન્ય મુદ્દાઓનો પણ સરવેમાં (BJP preparations for elections) સમાવેશ કરવમાં આવી રહ્યો છે. ભાજપને એક ડર છે કે, આ ચૂંટણીમાં એન્ટી ઈન્કમબન્સી સપાટી પર આવી શકે છે.

ભાજપને આ વાતની ચિંતા - બીજી તરફ પક્ષની ચિંતા એ પણ છે કે, ચાલુ વર્ષે ગુજરાતમાં અપૂરતા વરસાદની આગાહી કરવામાં આવી છે તે પણ ચૂંટણીમાં અસર કરી શકે છે. જોકે અત્યાર સુધી તો ખેડૂતોમાં ભાજપ પ્રત્યે આકર્ષણ છે, પરંતુ પક્ષની સાથેસાથે દેશના વિકાસ માટે પણ જરૂરી હોવાથી કિસનોનાં પ્રશ્નો અંગે જાગૃત ધારાસભ્યોને એક્સ્ટ્રા માર્ક્સ મળી શકે છે.

ભાજપના સિનિયર નેતાઓ કરી રહ્યા છે સરવે - ભાજપની ચૂંટણીની તૈયારીઓ અંગે જણાવતા ધારાસભ્ય ગોવિંદ પટેલે (Rajkot South MLA Govind Patel) કહ્યું હતું કે, ભાજપ લોકોના પ્રશ્નો અને કાર્યક્રમ માટે કાર્યકર્તાને સતત મેદાનમાં રાખે છે. હાલ ભાજપ પાર્ટીએ ખાસ એક્શન પ્લાન (BJP Action plan for Gujarat Election) તૈયાર કર્યો છે. ગુજરાત ભાજપમાં જ એક તરફ 3 દિવસનું વેકેશન જાહેર કરાયું છે. બીજી તરફ સરવે માટે સિનયર નેતાઓની ટીમ તૈયાર કરી છે. ઉનાળાના ધોમધખતા તાપમાં સિનિયર નેતાઓ ગામે ગામ બેઠક કરીને સમીક્ષા કરી રહ્યા છે. જેમાં રાજ્યભરમાં પોતાના ધારાસભ્યો અને જે બેઠકો ગુમાવી છે તેનો સર્વે શરૂ કર્યો છે. ભાજપના તમામ ધારાસભ્યોને તેના પરફોર્મન્સ પર 1થી 10 માર્ક આપવામાં આવશે.

ધારાસભ્યોની જીતવાની શક્યતા અંગેનો સરવે પૂરો થતા જ રિપોર્ટ પક્ષના મોવડી મંડળને અપાશે - આગામી ચૂંટણીમાં (Gujarat Assembly Election 2022) ભાજપે માત્ર કોંગ્રેસ જ નહીં, આમ આદમી પાર્ટીનો મુકાબલો પણ કરવાનો છે અને આમ આદમી પાર્ટી આરોગ્ય જેવા પ્રશ્નોને મુદ્દો બનાવી મેદાનમાં ઉતરી છે. ત્યારે કોરોના દરમિયાન નિષ્ફળ રહેનારા ભાજપનાં ધારાસભ્યોનું પણ પતું કપાઈ શકે છે.

ઓક્ટોબરમાં થશે સેન્સ પ્રક્રિયા - આ ઉપરાંત સી. આર. પાટિલ અધ્યક્ષ બન્યા પછીની તમામ ચૂંટણીઓમાં (Gujarat Assembly Election 2022) નો રિપીટ થિયરી અપનાવવામાં (No Repeat Theory) આવી રહી છે. ત્યારે વિધાનસભાની ચૂંટણીમાં આ થિયરી અપનાવાય તો પૂર્વ મુખ્યપ્રધાન સહિતના ધારાસભ્યોને ઘરે બેસવાનો વારો આવી શકે છે. જોકે, ભાજપના સૂત્રોના જણાવ્યા મુજબ, હાલમાં તો પ્રાથમિક સરવે કરવામાં આવી રહ્યો છે. આગામી ઓક્ટોબરમાં વિધિવત સેન્સ પ્રક્રિયા હાથ ધરવામાં આવશે.

Last Updated : May 16, 2022, 2:20 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.