રાજકોટ: જિલ્લાના ગોંડલમાં ભાજપ દ્વારા નવા ચૂંટાયેલા 77 જેટલા સરપંચોનો સન્માન સમારોહ (ceremony in honor of sarpanchs in gujarat) યોજાયો હતો. આ કાર્યક્રમમાં ભાજપના ગુજરાત પ્રદેશ પ્રમુખ સી.આર. પાટીલ દ્વારા નવા ચૂંટાયેલા સરપંચોનું સન્માન થવાનું હતું, પરંતુ ખરાબ હવામાન (Bad weather in gujarat)ના કારણે પાટીલ દ્વારા ગોંડલનો કાર્યક્રમ રદ કર્યો હોવાનું ભાજપના આગેવાનો દ્વારા જણાવવામાં આવ્યું હતું.
સોશિયલ ડિસ્ટન્સિંગ અને માસ્કના નિયમોના લીરેલીરા ઊડાડ્યા
સી.આર. પાટીલની ગેરહાજરીમાં ભાજપના કાર્યકરો દ્વારા વિશાળ સંખ્યામાં બાઈક રેલી (BJP Bike Rally In Gondal) યોજવામાં આવી હતી, જેમાં હજારોની સંખ્યામાં કાર્યકરો (BJP workers in gondal) જોડાયા હતા. આ બાઇક રેલીમાં સોશિયલ ડિસ્ટન્સિંગ અને માસ્કના નિયમોનો (Corona guidelines in gujarat) ધજાગરો ઊડાડતા કાર્યકરો જોવા મળ્યા હતા. આ બાઈક રેલીથી કોરોના વિસ્ફોટ (Corona in gondal) થાય તો નવાઈ નહીં. અત્યારે જ્યારે દેશભરમાં કોરોનાના કેસો (Corona cases in India)માં વધારો આવી રહ્યો છે ત્યારે ગોંડલમાં પણ કોરોનાના કેસો સામે આવી ચૂક્યા છે. આવા સંજોગોમાં આ બાઈક રેલીમાં કોરોનાના નિયમો નેવે મુકતા ભાજપના કાર્યકરો જોવા મળ્યા હતા.
ગોંડલ તાલુકો કોંગ્રેસ મુક્ત થઈ ગયો હોવાનું મંચ પરથી કહેવામાં આવ્યું
આજે ગોંડલમાં યોજાયેલા ભાજપના કાર્યક્રમ (BJP's program in gondal)માં રાજ્ય સરકારના વાહનવ્યવહાર પ્રધાન અરવિંદ રૈયાણી, પૂર્વ ધારાસભ્ય જયરાજસિંહ જાડેજા, ગોરધન ધામેલીયા, મનસુખ ખાચરિયા અને ભરત બોધરા સહિતના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા. આ કાર્યક્રમના મંચ પરથી કહેવામાં આવ્યું હતું કે, ગોંડલ તાલુકો કોંગ્રેસ મુક્ત તાલુકો થઈ ગયો છે માટે પાટીલ સાહેબે 182 વિધાનસભા સીટ (gujarat assembly election 2022)માંથી ગોંડલ સીટની ચિંતા મૂકી દેવી જોઈએ.
આ પણ વાંચો: Rajkot Old Man Protest: રાજકોટમાં રસ્તા વચ્ચે સૂઈને વૃદ્ધનો અનોખો વિરોધ
રાજ્યની ST બસોને 50 ટકા ક્ષમતા સાથે દોડાવવાનું હજુ નક્કી કરવામાં આવ્યું નથી: પ્રધાન અરવિંદ રૈયાણી
ગોંડલમાં ભાજપના નવા ચૂંટાયેલા સરપંચોના સન્માન સમારોહના મુખ્યઅતિથી સી.આર. પાટીલ હતા, પણ તેઓ ન આવતા આ કાર્યક્રમમાં મુખ્યઅતિથી રાજ્યના વાહનવ્યવહાર પ્રધાન અરવિંદ રૈયાણી થયા હતા. ગોંડલના નવા માર્કેટિંગ યાર્ડ (new marketing yard gondal) ખાતે યોજાયેલા કાર્યક્રમમાં 77 જેટલા નવા ચૂંટાયેલા સરપંચોનું સન્માન કરવામાં આવ્યું હતું, તેમજ શ્રમકાર્ડનું વિતરણ કરાયું હતું. આ કર્યક્રમમાં રાજ્યના પ્રધાન અરવિંદ રૈયાણીએ જણાવ્યું હતું કે, પ્રજાલક્ષી કાર્ય અટકશે નહીં. તેમજ મીડિયા સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે, GSRTC બસો (grtc buses in gujarat) 50 ટકા પેસેન્જર ક્ષમતા સાથે દોડાવવાનું હજુ નક્કી કરવામાં આવ્યું નથી.
આ પણ વાંચો: RMC by On Whatsapp Service launched: શહેરીજનોને ધરે બેઠા મેળશે 8 સેવાઓનો લાભ