ETV Bharat / city

રાજકોટમાં ITના મોટા દરોડા, અબજો રૂપિયાની માલ-મિલકત ઝડપાઈ - Billions of rupees worth of property

રાજકોટમાં લાંબા સમય બાદ ઇન્કમટેક્સ વિભાગ દ્વારા દરોડા પાડવામાં આવ્યાં છે, શહેરના બે મોટા બિલ્ડરને ત્યાં મંગળવારના રાજ વહેલી સવારે દરોડા પાડવામાં આવ્યાં હતાં. આ દરોડાનો બીજો દિવસ હતો. દરોડા દરમિયાન 4 કરોડ રોકડા, 2 કિલો જેટલા સોનાના દાગીના અને 100 કરોડથી વધુના બેનામી દસ્તાવેજો મળી આવ્યા હોવાનું સામે આવી રહ્યું છે.

રાજકોટમાં ITના મોટા દરોડા
રાજકોટમાં ITના મોટા દરોડા
author img

By

Published : Aug 25, 2021, 8:41 PM IST

  • રાજકોટમાં આર કે અને સ્પાયર બિલ્ડર ગ્રુપ પર ITના દરોડા
  • બન્ને બિલ્ડર ગ્રુપના 40થી વધુ સ્થળોએ ITના દરોડા
  • ઘણી બેનામી મિલકતના વ્યવહારો મળવાની શક્યતા

રાજકોટ: રાજકોટમાં IT વિભાગના દરોડાની કાર્યવાહી સત્તત શરૂ છે, જેનો આજે બુધવારે બીજો દિવસ છે. IT વિભાગના દરોડા દરમિયાન 4 કરોડ રોકડા, 2 કિલો જેટલા સોનાના દાગીના અને 100 કરોડથી વધુના બેનામી દસ્તાવેજો મળ્યા હોવાના સમાચાર મળી રહ્યા છે, જ્યારે હજુ પણ IT વિભાગની કાર્યવાહી આગામી 2 દિવસ સુધી ચાલે તેવી શક્યતાઓ સેવાઇ રહી છે. કોરોનાકાળ બાદ રાજકોટમાં પ્રથમ વખત IT વિભાગની આટલી મોટી કાર્યવાહી થઈ હોવાનું જાણવા મળી રહ્યું છે, જ્યારે સૌ કોઈની નજર આ દરોડા પર છે.

આ પણ વાંચો: રાજકોટમાં મોટા બિલ્ડર ગ્રુપ પર આઇટીના દરોડા, 35થી વધુ સ્થળોએ તપાસ

બે દિવસ સુધી ચાલશે કાર્યવાહી

IT વિભાગ દ્વારા મંગળવારે વહેલી સવારે રાજકોટના જાણીતા બિલ્ડર ગ્રુપ એવા આર. કે અને સ્પાયર ગ્રુપ પર દરોડા પાડવામાં આવ્યા હતા. આ ગ્રુપ સાથે જોડાયેલા નાના મોટા તમામ કોન્ટ્રાક્ટરો પર પણ દરોડા પાડવામાં આવ્યા છે. જેમાં તેમના ઘર, ઓફીસ સહિતના સ્થળોએ આ કાર્યવાહી શરૂ કરવામાં આવી છે. IT વિભાગ દ્વારા 40થી વધુ સ્થળોએ આ કાર્યવાહી કરવામાં આવી રહી છે. જેનો આજે બુધવારે બીજો દિવસ હતો, જ્યારે દરોડાની કાર્યવાહી મોટી હોવાના કારણે આગામી 2 દિવસ સુધી ચાલે તેવી શક્યતાઓ છે.

આ પણ વાંચો : GST Raid: રાજ્યવ્યાપી બોગસ બિલિંગ કૌભાંડમાં વધુ 10 આરોપીની ધરપકડ

10થી વધારે બેન્ક લોકર સિઝ કરાયા

IT વિભાગ દ્વારા બિલ્ડર ગ્રુપ પર દરોડા પાડવામાં આવ્યા છે. જે દરમિયાન અનેક બેનામી વ્યવહારો પણ જોવા મળ્યા છે. IT વિભાગ દ્વારા 10 જેટલા બેન્ક લોકર પણ સિઝ કરવામાં આવ્યા હોવાનું જાણવા મળી રહ્યું છે. IT વિભાગ દ્વારા બેન્ક એકાઉન્ટ, ઘર, ઓફીસ તેમજ વિવિધ સાઇટ સહિત 40થી વધુ સ્થળોએ દરોડાની કાર્યવાહી શરૂ કરવામાં આવી છે. આ દરોડાની કાર્યવાહીમાં 200થી વધુ IT વિભાગના અધિકારીઓ અને કર્મચારીઓ પણ જોડાયા છે. શહેરના વિવિધ સ્થળોએ ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે આ કાર્યવાહી શરૂ રાખવામાં આવી છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.