ETV Bharat / city

Dussera પૂર્વે રાજકોટની દુકાનોમાંથી 44 કિલો વાસી મીઠાઈ ઝડપાઇ, RMC Health Department નો સપાટો - RMC Health Department નો સપાટો

રાજકોટ મહાનગરપાલિકાના આરોગ્યવિભાગ (RMC Department of Health) દ્વારા શહેરના અલગ-અલગ વિસ્તારમાં ફરસાણ અને મીઠાઈ વહેંચતા વેપારીઓને ત્યાં દરોડા પાડવામાં આવ્યાં હતાં. ચેકિંગ દરમિયાન કુલ 44 કિલોગ્રામ જેટલી વાસી મીઠાઈ (Adulterated sweets ) મળી આવી હતી.

Dussera પૂર્વે રાજકોટની દુકાનોમાંથી 44 કિલો વાસી મીઠાઈ ઝડપાઇ, RMC Health Department નો સપાટો

author img

By

Published : Oct 14, 2021, 7:37 PM IST

  • આવતીકાલે દશેરાના તહેવારની ઉજવણી
  • લોકોને બિનસ્વાસ્થ્યપ્રદ ફરસાણ-મીઠાઈઓથી બચાવવાનો પ્રયત્ન
  • રાજકોટના આરોગ્યવિભાગ દ્વારા શહેરભરમાં ચેકિંગ કામગીરી થઇ

રાજકોટઃ દેશમાં આવતીકાલે દશેરાનો તહેવાર છે. ત્યારે દશેરાના તહેવાર દરમિયાન મોટાભાગના લોકો મીઠાઈ તેમજ ફરસાણની વાનગીઓ આરોગતા હોય છે. જેને લઈને આજે રાજકોટ મહાનગરપાલિકાના ફુડ વિભાગ (RMC Department of Health)દ્વારા શહેરના અલગ-અલગ વિસ્તારમાં ફરસાણ અને મીઠાઈ વેચતા વેપારીઓને ત્યાં દરોડા પાડવામાં આવ્યાં હતાં. તેમજ ચેકિંગ કરવામાં આવ્યું હતું. જે દરમિયાન કુલ 44 કિલોગ્રામ જેટલી વાસી મીઠાઈ પણ મળી આવી (Adulterated sweets ) હતી. જેનો ફુડ વિભાગ દ્વારા ઘટના સ્થળે જ નાશ કરવામાં આવ્યો હતો. જ્યારે મહાનગરપાલિકા દ્વારા મીઠાઈ અને ફરસાણના સેમ્પલ પણ લેવામાં આવ્યા હતાં. દશેરા પૂર્વે રાજકોટ મહાનગર પાલિકાના ફુડ વિભાગ દ્વારા અલગ-અલગ મીઠાઇ અને ફરસાણની દુકાનોમાં સઘન ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું.

ફરસાણ અને મીઠાઈ વહેંચતા વેપારીઓને ત્યાં દરોડા પાડવામાં આવ્યાં

કઇ કઇ દુકાનોમાં વાસી મીઠાઈનો જથ્થો પકડાયો

ફૂડ વિભાગની ટીમ દ્વારા શહેરના માધાપર ખાતે આવેલા જલારામ ફરસાણમાંથી 30 કિલોગ્રામ વાસી મીઠાઈનો જથ્થો અને ઠક્કર ફરસાણમાંથી 14 કિલો વાસી મીઠાઈનો જથ્થો પકડી પાડવામાં આવ્યો હતો. જ્યારે કુલ 44 કિલો જેટલી વાસી મીઠાઈ દશેરા પૂર્વે મળી આવતા શહેરમાં હાહાકાર મચી જવા પામ્યો હતો. આ સાથે જ આરોગ્ય વિભાગ દ્વારા 6 જેટલી મીઠાઇ અને ફરસાણની દુકાનને હાઇજેનિક કંડિશન, તેમજ મીઠાઇના બોક્સ ઉપર યુઝ્ડ ડેટ દર્શાવવા અંગેની પણ નોટિસ ફટકારવામાં આવી હતી. દશેરા તહેવાર પૂર્વે ફુડ વિભાગ (RMC Department of Health) દ્વારા મીઠાઈઓ અને ફરસાણની દુકાન ઉપર મોટી કાર્યવાહી કરવામાં આવી હતી.

30 જેટલી મીઠાઈની દુકાનોમાંથી સેમ્પલ લેવામાં આવ્યાં

રાજકોટ મહાનગરપાલિકાની ફૂડ વિભાગની ટીમ (RMC Department of Health) દ્વારા દશેરાના તહેવાર પૂર્વે એટલે કે આજે વહેલી સવારથી જ શહેરના અલગ-અલગ વિસ્તારમાં આવેલી મીઠાઈઓ અને ફરસાણની દુકાન ઉપર ચેકિંગ કરવામાં આવ્યું હતું. જેમાં શહેરના નાનામોવા મેઈન રોડ લ, રાજનગર પંચવટી મેઇન રોડ, કોટેચામેઇન રોડ, યુનિવર્સિટી રોડ ,પંચાયત ચોક, ઇન્દિરા પાર્ક, અંબિકા ટાઉન શિપ અને રૈયારોડ પર આવેલી વિવિધ મીઠાઇ અને ફરસાણની દુકાન ઉપર જઈને સઘન ચેકિંગ કરવામાં આવ્યું હતું. જે દરમિયાન કુલ 30 જેટલી મીઠાઈની દુકાનો પર ફૂડ વિભાગ દ્વારા દરોડા પાડીને ત્યાંથી વિવિધ મીઠાઈ અને ખાદ્યપદાર્થોના સેમ્પલ પણ લેવામાં આવ્યા હતાં.

6 જેટલી દુકાનોમાં ઘટનાસ્થળે જ સેમ્પલ લેવામાં આવ્યાં

રાજકોટ મહાનગરપાલિકાની ફુડ વિભાગને (RMC Department of Health) રાજ્ય સરકાર દ્વારા ફૂડ સેફટી ઓન વ્હીકલ્સ વેન આપવામાં આવી છે. આ વેન મારફતે ફૂડ વિભાગની ટીમ જે તે જગ્યાએ જઈને જે તે ખાદ્યપદાર્થના ઘટનાસ્થળે જ પરીક્ષણ કરી શકે છે. ત્યારે આ વેન દ્વારા ફૂડ વિભાગે કુલ 6 જેટલી અલગ-અલગ મીઠાઇ અને ફરસાણની દુકાનોમાં પણ ચેકિંગ કરી તેનું પરીક્ષણ પણ કર્યું હતું. જ્યારે ફુડ વિભાગની કાર્યવાહી દરમિયાન જે અલગ-અલગ મીઠાઈના લેવામાં આવ્યા છે તે સેમ્પલને પરીક્ષણ અર્થે લેબોરેટરી ખાતે મોકલવામાં આવ્યા છે.
આ પણ વાંચોઃ Dussehra festival:ખાદ્ય નમૂનાની ચકાસણી કરતું Bhavnagar Corporation, 15 દિવસ બાદ મળશે રીપોર્ટ

આ પણ વાંચોઃ રાજકોટ મનપા દ્વારા 400થી વધુ એક્સપાયર્ડ ઠંડા પીણાંની બોટલોનો નાશ કરાયો

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.