ETV Bharat / city

રાજકોટમાં ક્રિમિલેયર સર્ટિફિકેટ કઢાવવા માટે વચેટીયાઓની ઉઘાડી લૂંટ, છતાં તંત્રના આંખ આડા કાન - તલાટીકમ મંત્રીની ભરતી પ્રક્રિયા

રાજ્યમાં અત્યારે વિવિધ વિભાગોમાં નોકરી માટે ભરતી પ્રક્રિયા(Recruitment process for jobs in various departments in state) શરુ કરવામાં આવી છે. જેને લઈને વિવિધ અરજદારો રાજકોટમાં આવેલ બહુમાળી ભવન ખાતે ક્રિમિલેયર સર્ટિફિકેટ(Criminal Certificate) કઢાવવા માટે મોટી સંખ્યામાં અરજદારો આવી રહ્યા છે. આ બાબતનો લાભ લઇને વચેટીયાઓ દ્વારા અરજદારો પાસેથી વધુ પૈસા લઇ ઉઘાડી લુંટ(Intermediaries robbery to get Criminal Certificate) ચલાવી રહ્યા છે.

રાજકોટમાં બહુમાળી ભવન ખાતે ક્રિમિલેયર સર્ટિફિકેટ કઢાવવા માટે વચેટીયાઓની ઉઘાડી લૂંટ, છતા તંત્રના આંખ આડા કાન

author img

By

Published : Feb 3, 2022, 1:52 PM IST

Updated : Feb 3, 2022, 6:37 PM IST

રાજકોટ : રાજ્યમાં અત્યારે વિવિધ વિભાગોમાં નોકરી માટેની ભરતી પ્રક્રિયા હાથ ધરવામાં આવી(Recruitment process for jobs in various departments in state) છે, ત્યારે અરજદારોને અરજી ફોર્મ ભરવા માટે ક્રિમિલેયર સર્ટિફિકેટની(Criminal Certificate) જરુર પડતી હોય છે. રાજકોટમાં ક્રિમિલેયર સર્ટિફિકેટ કઢાવવા માટે અરજદારો બહુમાળી ભવન ખાતે જતા હોય છે. તાજેતરમાં તલાટીકમ મંત્રીની ભરતી પ્રક્રિયા(Recruitment process of Talatikam Minister) હાથ ધરાઇ છે, તે માટે અરજદારો બહુમાળી ભવન ખાતે ક્રિમિલેયર સર્ટિફિકેટ મેળવવા માટે જઇ રહ્યા છે, ત્યારે આ મોકાનો ફાયદો ઉઠાવીને બહુમાળી ભવનમાં બેઠેલા વચેટીયાઓ દ્વારા અરજદારો પાસેથી સર્ટિફિકેટ કઢાવવા માટે બેફામ લૂંટ ચલાવી રહ્યા છે.

રાજકોટમાં બહુમાળી ભવન ખાતે ક્રિમિલેયર સર્ટિફિકેટ કઢાવવા માટે વચેટીયાઓની ઉઘાડી લૂંટ, છતા તંત્રના આંખ આડા કાન

આ પણ વાંચો : બનાસકાંઠામાં સ્ટેમ્પ પેપરની અછતને કારણે અરજદારો મુશ્કેલીમાં મુકાયા

વચેટીયાઓ દ્વારા અરજદારો લૂંટવામાં આવી રહ્યા છે

દરરોજ મોટી સંખ્યામાં અરજદારો ક્રિમિલેયર સર્ટિફિકેટ કઢાવવા માટે જઇ રહ્યા છે, જેનો લાભ ઉઠાવીને વચેટીયાઓ દ્વારા અરજદારો પાસેથી અંદાજીત રૂપિયા 350થી 400 જેટલા ઉઘરવામાં આવી રહ્યા છે, ત્યારબાદ જ આ સર્ટિફિકેટની આગળની પ્રક્રિયા હાથ ધરવામાં આવે છે. અરજદારોને આ રીતે લુંટવામાં આવી રહ્યા છે, આ અંગેની જાણ તંત્રને હોવા છતાં તંત્ર દ્વારા કોઈ કાર્યવાહી કરવામાં આવતી નથી. અરજદારોએ જણાવ્યું હતું કે હાલમાં વિવિધ સરકારી ભરતીઓ આવી રહી છે ત્યારે તંત્ર દ્વારા આ બાબતે વૈકલ્પિક વ્યવસ્થા કરવામાં આવે.

આ પણ વાંચો : Disabled Applicants: રાજકોટ જિલ્લા પંચાયતનું દિવ્યાંગ અરજદારો માટે સરાહનીય પગલું

Last Updated : Feb 3, 2022, 6:37 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.