- રાજકોટમાં ખાનગી શાળાઓ દ્વારા ફી માટે દબાણ
- વાલીઓએ DEOને કરી રજૂઆત
- શિક્ષાત્મક અને દંડાત્મક કાર્યવાહી કરવાની વાલીઓની માગ
રાજકોટઃ વાલીઓએ આજે રાજકોટ જિલ્લા શિક્ષણઅધિકારી સમક્ષ માગ કરી હતી કે, સ્વનિર્ભર શાળા સંચાલકોએ સરકારના પરિપત્ર તારીખ 07/10/2020ના નંબર : બમસ/1220/53/એફ. આર.સી. એલમાં સ્કૂલ ફી ભરવાની છેલ્લી તારીખનો ક્યાંય ઉલ્લેખ કરવામાં આવ્યો નથી. તેમ છતાં સ્કૂલ સંચાલકો છેલ્લી તારીખ 31 ઓક્ટોબર છે, તેવું ગેરકાયદે જાહેર કરીને વાલીઓ પાસેથી ફીના ઉઘરાણા કરવામાં આવી રહ્યાં છે. આ અંગેના પરિપત્ર વિરુદ્ધનું વર્તન કરવા બદલ શિક્ષણાધિકારીને આ શાળા સંચાલક વિરુદ્ધ શિક્ષાત્મક અને દંડાત્મક કાર્યવાહી કરવામાં આવે.
- 31 ઓક્ટોબર બાદ ખાનગી શાળાઓ ફીમાં 25 ટકા રાહત નહીં આપે
કોરોના મહામારી દરમિયાન રાજ્યમાં અગાઉ ફી જે મુદ્દે મામલો ગરમાયો હતો. તેને લઈને સરકાર દ્વારા એક પરિપત્ર જાહેર કરવામાં આવ્યો હતો. જેમાં ખાનગી શાળાઓને ચાલુ સત્રમાં ફીમાં 25 ટકા ફીમાં રાહત આપવાનો આદેશ જાહેર કરાયો હતો. જેની સામે શાળા સંચાલક મંડળ દ્વારા 31મી ઓકટોબર સુધીમાં જે વાલીઓ ફી ભરશે તેમને જ 25 ટકા રાહતનો લાભ આપવાની જાહેરાત કરી હતી. જેને લઈને લઈને 31 ઓક્ટોબર બાદ હવેથી ખાનગી શાળાઓ દ્વારા ફી મુદ્દે 25 ટકા રાહત આપશે નહી તેવું વલણ અપનાવી દબાણ કરવામાં આવતાં આજે વાલીઓ જિલ્લા શિક્ષણ અધિકારીને રજૂઆત માટે દોડી આવ્યાં હતાં.
રાજકોટમાં ખાનગી શાળાઓ ફી માટે દબાણ કરતી હોવાથી વાલીઓએ DEOને કરી રજૂઆત
દેશમાં કોરોનાની મહામારીને લઈને હજુ પણ સરકાર દ્વારા શાળાકોલેજો શરૂ કરવામાં આવી નથી. પરંતુ કેટલીક જગ્યાએ વિદ્યાર્થીઓ હેરાન ન થાય તે માટે ઓનલાઇન શિક્ષણ શરૂ કરવામાં આવ્યું છે. ઓનલાઇન શિક્ષણના કારણે ખાનગી શાળાઓ ફરી બેફામ બની હોવાનું પણ જોવા મળી રહ્યું છે. રાજકોટમાં હાલ સ્વનિર્ભર શાળા સંચાલકો દ્વારા વાલીઓને ફી મુદ્દે દબાણ કરાતું હોવાનું સામે આવ્યું છે. જેને લઈને આજે વાલીઓ જિલ્લા શિક્ષણાધિકારીને રજૂઆત કરવા માટે આવી પહોંચ્યા હતાં.