રાજકોટ દિલ્હીના મુખ્યપ્રધાન અરવિંદ કેજરીવાલ આજે રાજકોટના પ્રવાસે (Arvind Kejriwal Rajkot Gujarat Visit) છે. ત્યારે અહીં તેમણે પત્રકાર પરિષદ દરમિયાન ભાજપ પર પ્રહાર કરતા જણાવ્યું હતું કે, ભાજપે સમગ્ર મીડિયાને ડરાવીને રાખ્યા છે. ભાજપને ચૂંટણીમાં (Gujarat Assembly Elections 2022) હાર દેખાઈ રહી છે. અમારા પર હુમલો કરવાથી અમે ડરી નહીં જઈએ. અહીંના લોકોને ચૂંટણીમાં નવો વિકલ્પ મળ્યો છે. જે લોકો આપને સમર્થન કરશે. તેમની ઉપર ભાજપ હુમલો કરાવશે. જ્યારે કોઈ હારતું હોય એટલે હુમલો કરાવવા લાગે છે.
ભાજપે કંઈ જ નથી કર્યું અરવિંદ કેજરીવાલે (arvind kejriwal latest news) જણાવ્યું હતું કે, ભાજપે 27 વર્ષ સુધી પોલીસ, બસ કંડક્ટર, હોમગાર્ડ, આરોગ્યકર્મીઓ માટે કંઈ જ નથી કર્યું. હવે ભાજપને ચૂંટણીની થોડા જ મહિના પહેલા તેમની યાદ આવી છે. એટલે તમે ભાજપના આ ખોટી વાતમાં ન આવો. ચૂંટણી પછી તમને ભાજપ કંઈ જ નહીં આપે. હું ભાજપના કાર્યકર્તાઓને કહેવા માગું છું કે, તમે ભાજપમાં રહીને આમ આદમી પાર્ટી માટે કામ કરો. અમારી સરકાર બનશે એટલે તમને ફાયદો થશે.
સુરતમાં AAP 7 બેઠક જીતશે અરવિંદ કેજરીવાલે જણાવ્યું હતું કે, જ્યારથી મનોજ સોરઠિયા પર હુમલો થયો છે. ત્યારથી લોકો ભાજપથી નારાજ છે. અમારા સરવે મુજબ, સુરતમાં વિધાનસભાની 12 બેઠક છે. તેમાંથી 7 બેઠક તો આમ આદમી પાર્ટી જીતશે. તે સ્પષ્ટપણે અત્યારે દેખાઈ રહ્યું છે અને આગળ આ બેઠક વધશે.
આ પણ વાંચો મનોજ સોરઠીયા પર હુમલાનો મામલો, ખબર કાઢવા આપ સાંસદ રાઘવ ચઢ્ઢા સુરતમાં આવી માગ્યું સીએમનું રાજીનામું
કર્મચારીઓને નિમણૂકપત્ર આપવા રજૂઆત પંચાયત પસંદગી બોર્ડમાં 6,000 કર્મચારીઓની પસંદગી થઈ છે. પરંતુ તેમને હજી નિમણૂકપત્ર નથી આપવામાં આવ્યા તો તેમને ઝડપથી પત્ર આપવામાં આવે. સાથે જ તેમણે જણાવ્યું હતું કે, જે સુવિધા ભાજપના સાંસદ, ધારાસભ્ય, નેતાઓને મળે છે. તે જ સેવા નાગરિકોને કેમ ન મળે. 27 વર્ષના રાજ કર્યા પછી ભાજપમાં ઘમંડ આવી ગયો છે. તે નાગરિકોનું સાંભળતા જ નથી. એટલે તેમનો ઘમંડ તોડવો પડશે.
આ પણ વાંચો કેજરીવાલે ફરી વધારી ભાજપની ચિંતા, દ્વારકાધીશના દર્શન કરી ફૂંકી નાખ્યું ચૂંટણીનું બ્યૂગલ
ભાજપે મીડિયાને ધમકાવીને રાખ્યું છે કેજરીવાલે (arvind kejriwal latest news) જણાવ્યું હતું કે, કોઈ પણ ચેનલ આમ આદમી પાર્ટીના નેતાને ડીબેટમાં જ નથી બોલાવતા. ભાજપે મીડિયાને પણ ધમકાવીને રાખ્યું છે. આમ આદમી પાર્ટી ધર્મની લડાઈ લડી રહી છે. અરવિંદ કેજરીવાલે વધુમાં જણાવ્યું હતું કે, ભાજપ ગમે તે કરે પણ અમે હાથ નહીં ઉઠાવીએ. અમે સત્ય અને ઈમાનદારીની લડાઈ લડી રહ્યા છીએ. ભાજપે આમ આદમી પાર્ટીના નેતા મનોજ સોરઠિયા પર જીવલેણ હુમલો કર્યો હતો તે ઘટનાને તેમણે વખોડી હતી.