ETV Bharat / city

ગોંડલ એસ ટી બસ સ્ટેન્ડનું કામ પુનઃ શરુ કરવા યુવા કોંગ્રેસ દ્વારા આવેદન આપવામાં આવ્યું

ગોંડલ એસ ટી બસ સ્ટેન્ડનું 11 મહિનામાં પુરુ થનારુ કામ 4 વર્ષે અડધું પણ પત્યું નથી. બસ ડેપોનું કામ પુનઃ શરુ કરવા માટે યુવા કોંગ્રેસ દ્વારા એસ ટીના ઉચ્ચ અધિકારીઓને આવેદન આપવામાં આવ્યું છે.

gondal congress
gondal congress
author img

By

Published : Sep 29, 2020, 8:03 PM IST

ગોંડલ: ગોંડલ એસ ટી બસ સ્ટેન્ડનું 11 મહિનામાં પુરુ થનારુ કામ 4 વર્ષે અડધું પણ પત્યું નથી. બસ ડેપોનું કામ પુનઃ શરુ કરવા માટે યુવા કોંગ્રેસ દ્વારા એસ ટીના ઉચ્ચ અધિકારીઓને આવેદન આપવામાં આવ્યું છે.

શહેર યુવા કોંગ્રેસ પ્રમુખ જાડેજા કુલદીપસિંહ જનકસિંહ (કાલમેઘડા) દ્વારા એસ ટીના ઉચ્ચ અધિકારીઓ રજૂઆત કરતા જણાવ્યું હતું કે, કામ આશરે એક વર્ષ થી બંધ પડેલુ છે. તેમજ જે કામનો કોન્ટ્રાક્ટ 11 મહિનામાં પૂરું કરવાનો અપાયેલો હતો, તે કામ આશરે ચાર વર્ષ થયા છે, છતાં અડધું કામ પણ પૂરું થયેલુ નથી. આ બાબતે અનેક વખત રજૂઆત કરવા છતાં પણ એસ ટી દ્વારા ગંભીરતા લેવામાં આવતી નથી.

શહેરના લોકો તેમજ આસપાસના પ્રવાસીઓને કામ ચલાઉ બસ સ્ટેન્ડમાં વરસાદ, ઠંડી, તેમજ તડકામાં ભારે હાલાકીનો સામનો કરવો પડે છે. તેમ છતાં એસટી તંત્ર દ્વારા કોઈ જ ગંભીરતા લેવામાં આવતી નથી. 11 મહિનામાં પૂર્ણ કરવાના કામને 4 વર્ષ થવા છતાં એસ ટી તંત્ર દ્વારા ગોકળગતિથી કામગીરી કરવામાં આવે છે. જે બાબતે ગંભીરતા લઇ બંધ પડેલા બસ સ્ટેન્ડનું કાર્ય પુનઃ શરુ કરવામાં આવે, તેવી ગોંડલ યુવા કોંગ્રેસ દ્વારા આવેદન આપી રજૂઆત કરવામાં આવી હતી.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.