ETV Bharat / city

રાજકોટમાંથી વધુ એક બોગસ ડૉક્ટર ઝડપાયો

author img

By

Published : Dec 15, 2020, 5:34 PM IST

રાજકોટ ક્રાઈમ બ્રાન્ચની ટીમે રાજકોટમાં લોકોના આરોગ્ય સાથે ચેડા કરતા બોગસ ડૉક્ટરની ધરપકડ કરી છે. ધરપકડ કરાયેલા આ ડૉક્ટર પાસે કોઈ પ્રકારની મેડિકલ ડિગ્રી નહોતી. જેથી ક્રાઈમ બ્રાન્ચની ટીમે આ આરોપીની ધરપકડ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

ETV BHARAT
રાજકોટમાંથી વધુ એક બોગસ ડૉક્ટર ઝડપાયો
  • રાજકોટ ક્રાઈમ બ્રાન્ચને મળી સફળતા
  • ક્રાઈમ બ્રાન્ચની ટીમે વધુ એક બોગસ ડૉક્ટરની કરી ધરપકડ
  • આરોપી પાસેથી 6,300નો મુદ્દામાલ જપ્ત

રાજકોટઃ જિલ્લા સહિત આસપાસના ગામોમાં કોઈપણ જાતની મેડિકલ ડિગ્રી વિના લોકોના આરોગ્ય સાથે ચેડા કરતા ઈસમો ઝડપવાની ઘટનામાં વધારો થયો છે. રાજકોટ ક્રાઈમ બ્રાન્ચની ટીમે મંગળવારે આવા જ એક આરોપીની ધરપકડ કરી છે. આ આરોપી પાસે કોઈ પ્રકારની મેડિકલ ડિગ્રી નહોતી. જેથી ક્રાઈમ બ્રાન્ચની ટીમે આ આરોપીની ધરપકડ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

ETV BHARAT
દવા જપ્ત

બોગસ ડૉક્ટરે ખોલ્યું હતું નેવિલ ક્લિનિક

ક્રાઇમ બ્રાન્ચે બાતમીના આધારે શહેરના મહિકા મેઈન રોડ માનસરોવર સોસાયટીમાં આવેલી શાળા નંબર 96 સામે નેવિલ ક્લિનિકમાંથી બોગસ ડૉક્ટરની ધરપકડ કરી છે. આ બોગસ ડૉક્ટરની ઓળખ લલિત લાલદાસ દેસાણી નામથી થઇ છે.

ક્રાઇમ બ્રાન્ચે ક્લિનિકમાંથી દવાઓ કરી જપ્ત

ક્રાઇમબ્રાન્ચે બોગસ ડૉક્ટરની ધરપકડ કરી ક્લિનિકમાંથી વિવિધ જાતની એલોપેથી દવાઓ, મેડિકલમાં ઉપયોગમાં લેવાતા સાધનો સહિત અંદાજે રૂપિયા 6,300નો મુદ્દામાલ જપ્ત કર્યો હતો. આ સાથે જ બોગસ ડૉક્ટર વિરુદ્ધ IPC કલમ 419 થતા મેડિકલ પ્રેક્ટિશનર એક્ટની કલમ 30 મુજબ ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

બોગસ ડૉક્ટરના અન્ય સમાચાર

હિંમતનગરમાં મનોચિકિત્સકની પ્રેક્ટિસ કરતો બોગસ ડોક્ટર ઝડપાયો

હિંમતનગરમાં મનોચિકિત્સક તરીકે પ્રેક્ટિસ કરતો બોગસ ડૉક્ટરને જિલ્લા આરોગ્ય વિભાગના અધિકારીઓ દ્વારા ઝડપી લેવામાં આવ્યો છે. યુવક હિંમતનગર એસટી બસ સ્ટેન્ડ સામેની મુલકી ભવન કોમ્પ્લેક્ષમાં પાંચ મહિનાથી પ્રેક્ટિસ કરતો હતો.

અમદાવાદ SOGએ ગેરકાયદેસર હોસ્પિટલ ચલાવતા બોગસ ડોક્ટરને ઝડપી પાડ્યો

અમદાવાદના વિઠલાપુર ચાર રસ્તા ખાતે આવેલા મહેતા કોમ્પલેક્સમાં દુકાન ભાડે રાખી કોઈ પણ પ્રકારની ડિગ્રી કે લાઈસન્સ વગર તબીબી પ્રેક્ટિસ કરતો બોગસ ડૉક્ટર ઝડપાયો છે. આ બોગસ ડૉક્ટર ગેરકાયદે એલોપેથી દવા આપતો હતો.

રાજકોટમાં મેડીકલની ડીગ્રી વગર લોકોના આરોગ્ય સાથે ચેડાં કરતો વધુ એક બોગસ ડોક્ટર ઝડપાયો

રાજકોટ સહિત સૌરાષ્ટ્રભરમાં કોઈપણ જાતની ડિગ્રી વગર લોકોના આરોગ્ય સાથે ચેડા કરતા નકલી ડૉક્ટરો ઝડપાવાની ઘટનાઓ એકબાદ એક સામે આવી રહી છે, ત્યારે શુક્રવારે વધુ એક આવો જ નકલી ડૉક્ટર રાજકોટમાંથી ઝડપાયો છે. રાજકોટ સ્પેશિયલ ઓપરેશન ગ્રુપના જવાનોએ બાતમીના આધારે આજીડેમ ચોકડી નજીકથી આ નકલી ડૉક્ટરને ઝડપી પાડયો છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.