ETV Bharat / city

રાજકોટમાં વૃદ્ધાનો છઠ્ઠા માળેથી કૂદકો મારી કર્યો આપઘાત, સમગ્ર ઘટના CCTVમાં કેદ

શનિવારે રાજકોટમાં કુવાવડા રોડ પર 65 વર્ષીય વૃદ્ધાએ ફ્લેટના 6 માળેથી કૂદીને આત્મહત્યા કરી હતી. પોલીસની પ્રાથમિક તપાસમાં વૃદ્ધા માનસિક રીતે બિમાર હોવાનું સામે આવ્યું છે.

rajkot
રાજકોટમાં વૃદ્ધાનો છઠ્ઠા માળેથી કૂદકો મારી કર્યો આપઘાત, સમગ્ર ઘટના CCTVમાં કેદ
author img

By

Published : Jul 11, 2021, 12:51 PM IST

  • રાજકોટમાં 65 વર્ષના વૃદ્ધાએ લગાવી મોતની છંલાગ
  • માનસિક બિમારીથી પિડાઈ રહેલા વૃધ્ધા
  • સમગ્ર ઘટના CCTVમાં કેદ

રાજકોટ: રાજકોટના કુવાડવા રોડ ઉપર આવેલ એક એપાર્ટમેન્ટમાં રહેતા 65 વર્ષના વૃદ્ધાએ બિલ્ડિંગના છઠ્ઠા માળેથી કુદીને આપઘાત કર્યાની ઘટના સામે આવી છે. આ સમગ્ર ઘટના બિલ્ડિંગમાં લગાવવામાં આવેલા સીસીટીવી કેમેરામાં કેદ થઈ છે. રાજકોટની કુવાડવા પોલીસે ઘટના સ્થળે જઇને આ સમગ્ર મામલે તપાસ શરૂ કરી છે. વૃદ્ધાના મૃતદેહને પીએમ અર્થે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. ઘટનામાં વૃદ્ધાએ અપઘાત કેમ કર્યો તેનું સ્પષ્ટ કારણ હજુ સુધી બહાર આવ્યું નથી.

છઠ્ઠા માળેથી પડતું મૂકીને કર્યો આપઘાત

શહેરના કુવાડવા રોડ ઉપર આવેલા ક્રિસ્ટલ કોમ્પ્લેક્સના છઠ્ઠા માળેથી ગઈકાલે 65 વર્ષના જમનાબેન અરજણભાઈ સોલંકી નામના વૃદ્ધાએ પડતું મૂકીને આપઘાત કરી લીધો હતો. જ્યારે વૃદ્ધા પોતાના ફ્લેટમાંથી આપઘાત કરવા માટે બહાર નીકળ્યા ત્યારથી લઈને આપઘાત કર્યો ત્યાં સુધીની ઘટના આ બિલ્ડિંગમાં લગાવામાં સીસીટીવી કેમેરામાં કેદ થઇ છે. પોલીસે પણ ઘટનાસ્થળે આવીને સીસીટીવીની મદદથી સમગ્ર મામલે વધુ તપાસ શરૂ કરી છે.

રાજકોટમાં વૃદ્ધાનો છઠ્ઠા માળેથી કૂદકો મારી કર્યો આપઘાત, સમગ્ર ઘટના CCTVમાં કેદ

મૃતક કોમ્પ્લેક્સના બીજા માળે રહેતા હતા

ક્રિસ્ટલ કોમ્પ્લેક્ષના છઠ્ઠા માળેથી આપઘાત કરનાર મૃતક જમનાબેન કોમ્પ્લેક્ષના બીજા માળે રહેતા હતા. તેઓ ફ્લેટના છઠ્ઠા માળે ગયા હતા અને છઠ્ઠા માળની બાલ્કનીમાંથી તેઓએ નીચે પડતું મૂકીને આપઘાત કર્યો હતો. મૃતક સરોજબેનના ત્રણ સંતાનો છે. જેઓ ઇમિટેશન જ્વેલરીના વ્યવસાય સાથે સંકળાયેલા છે. પોલીસે આપઘાત મામલે પરિવારઅને સ્થાનિકોનું નિવેદનને લઈને આગળની કાર્યવાહી હાથ ધરી છે.

છેલ્લા કેટલાક દિવસોથી માનસિક રીતે બીમાર

સુખી સંપન્ન પરિવારના જમનાબેનના આપઘાતને લઈને પરિવાર આઘાતમાં છે. વૃદ્ધાના આપઘાતના કારણ મામલે રાજકોટ પોલીસ દ્વારા પણ તપાસ શરૂ કરવામાં આવી હતી. જેમાં પ્રાથમિક તપાસ દરમિયાન સામે આવ્યું છે કે જમનાબેન છેલ્લા કેટલાક દિવસોથી માનસિક રીતે બીમારી હતા. જેને લઇને તેમના દ્વારા આ પ્રકારનું પગલું ભરવામાં આવ્યું છે પરંતુ હજુ આપઘાત મામલે કોઇ સ્પષ્ટ કારણ બહાર આવ્યું નથી.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.