ETV Bharat / city

ગૃહિણીઓનું બજેટ ખોરવાશે, કપાસિયા તેલના ડબ્બે 40 રૂપિયાનો વધારો - Today food Oil price

સૌરાષ્ટ્રમાં અગાઉ સિંગ તેલના ભાવમાં વધારો થયા બાદ હવે કપાસિયા તેલના ભાવમાં પણ વધારો જોવા મળી રહ્યો છે. કપાસિયા તેલના 15 કિલોના ડબ્બામાં રૂ.40 જેટલો ભાવ વધારો નોંધાયો છે. જેના કારણે મધ્યમ વર્ગના લોકોનું બજેટ ખોરવાયું છે.

કપાસિયા તેલના ડબ્બે રૂ 40નો વધારો
કપાસિયા તેલના ડબ્બે રૂ 40નો વધારો
author img

By

Published : Jan 6, 2021, 3:52 PM IST

  • છેલ્લા 10 દિવસમાં રૂ.125નો વધારો
  • કપાસમાંથી માત્ર 7થી 8 ટકા જ તેલ મળે છે
  • હજુ પણ તેલના ભાવમાં વધારો થવાની શક્યતા

રાજકોટઃ સૌરાષ્ટ્રમાં અગાઉ સિંગ તેલના ભાવમાં વધારો થયા બાદ હવે કપાસિયા તેલના ભાવમાં પણ વધારો જોવા મળી રહ્યો છે. કપાસિયા તેલના 15 કિલોના ડબ્બામાં રૂ.40 જેટલો ભાવ વધારો નોંધાયો છે. જેને લઈને ડબ્બાનો ભાવ રૂ.1910એ પહોંચ્યો છે. જો કે સીંગતેલ બાદ સોયાબીન અને પામોલિન તેલમાં પણ વધારો થયો છે, હવે કપાસિયા તેલના ભાવમાં પણ વધારો થયો છે. જેના કારણે મધ્યમ વર્ગના લોકોનું બજેટ ખોરવાયું છે.

ગૃહિણીઓનું બજેટ ખોરવાશે, કપાસિયા તેલના ડબ્બામાં 40 રૂપિયાનો વધારો

મગફળીના તેલમાં વધારો થયા બાદ અચાનક કપાસિયાના તેલમાં પણ છેલ્લા એક મહિનાથી સત્તત વધારો જોવા મળી રહ્યો છે. જેને લઈને છેલ્લા 10 દિવસની વાત કરીએ તો કપાસિયા તેલમાં અંદાજીત રૂ.125નો વધારો થયો છે. આમ હાલ કપાસીયાના 15 કિલોના ડબ્બાનો ભાવ હવે રૂ.1910 સુધી જોવા મળી રહ્યો છે. જેને લઈને સામાન્ય અને મધ્યમ વર્ગના લોકો ચિંતામાં મુકાયા છે.

કપાસિયા તેલના ડબ્બે રૂ 40નો વધારો
કપાસિયા તેલના ડબ્બે રૂ 40નો વધારો

કપાસમાંથી માત્ર 7થી 8 ટકા જ મળે છે તેલ

સૌરાષ્ટ્રમાં આમ જોઈએ તો મુખ્યત્વે કપાસ અને મગફળીની ખેતી વધુ પ્રમાણમાં થાય છે અને અહીં મોટાપાયે ઓઇલ મિલો આવી છે. જેને લઈને આ વર્ષે કપાસ હળવો હોવાનું પણ સામે આવ્યું છે. સામાન્ય રીતે કપાસના પાકમાંથી 13થી 14 ટકા જેટલું ઓઇલ મળતું હોય છે, પરંતુ ચાલુ વર્ષે પાક હળવો હોવાના કારણે માત્ર 7થી 8 ટકા જ એટલે કે ગત વર્ષની સરખામણીએ અડધું જ તેલ મળી રહ્યું છે. જેના કારણે કપાસિયા તેલનું ઉત્પાદન પણ ઓછું થયું છે, એટલે ભાવ વધારો થયો હોવાનું સામે આવ્યું છે.

કપાસિયા તેલના ડબ્બે રૂ 40નો વધારો
કપાસિયા તેલના ડબ્બે રૂ 40નો વધારો

હજુ પણ તેલના ભાવમાં વધારો થવાની શક્યતા

મુખ્યત્વે ખાદ્યતેલના ભાવ આંતરરાષ્ટ્રીય બજારને લઈને વધ ઘટ થાય છે. તેમજ તાજેતરમાં આર્જેન્ટિના દેશમાં હડતાળના કારણે સોયાબીનના ભાવમાં વધારો થયો હતો. જેને લઈને કપાસિયા તેલની માંગ વધતા કપાસિયા તેલના ભાવમાં વધારો જોવા મળ્યો છે. આ અંગે રાજકોટમાં ખાદ્યતેલના વેપારીઓનું માનવું છે કે આગામી દિવસોમાં આંતરરાષ્ટ્રીય બજારોને જોતા હજુ પણ તેલના ભાવમાં વધારો થવાની શક્યતાઓ છે.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.