ETV Bharat / city

સૌરાષ્ટ્ર યુનિવર્સિટીની વિદ્યાર્થીનીએ ગાઈડ વિરૂદ્ધ અપશબ્દો ઉચ્ચારવાની નોંધાવી ફરિયાદ

સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં PHDનો અભ્યાસ કરી રહેલી વિદ્યાર્થીનીએ SC/ST સેલમાં તેના ગાઈડ વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે. જેમાં ગાઈડે વિદ્યાર્થીનીને જ્ઞાતિવિષયક અપમાનજનક શબ્દો બોલી તેની સાથે દુર્વ્યવહાર કર્યો હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે.

સૌરાષ્ટ્ર યુનિવર્સિટી
સૌરાષ્ટ્ર યુનિવર્સિટી
author img

By

Published : Jan 25, 2021, 4:04 PM IST

  • યુનિવર્સિટીનાં ગાઈડે જ્ઞાતિવિષયક ટિપ્પણી કરી
  • SC/ST સેલે માંગ્યો યુનિવર્સિટી પાસે ઘટના અંગેનો રિપોર્ટ
  • યુનિવર્સિટીના સત્તાધીશોનું પણ ફરિયાદ અંગે મૌન

રાજકોટ: સૌરાષ્ટ્ર યુનિવર્સિટી ફરી વિવાદમાં આવી છે. મનોવિજ્ઞાન ભવનની વિદ્યાર્થિનીએ યુનિવર્સિટીનાં ગાઈડ જયેશ ભાલાળા વિરુદ્ધ SC/ST સેલમાં ફરિયાદ નોંધાવી છે. જેમાં ગાઈડ દ્વારા વિદ્યાર્થીનીની જ્ઞાતિ પ્રત્યે અપમાનિત શબ્દો બોલ્યા હોવાના આક્ષેપ કરવામાં આવ્યા છે.

PHDનો અભ્યાસ કરી રહેલી વિદ્યાર્થીનીએ કરી ફરીયાદ

સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના મનોવિજ્ઞાન ભવનમાં PHDનો અભ્યાસ કરી રહેલી વિદ્યાર્થીનીએ ગાઈડ જયેશ ભાલાળા વિરુદ્ધ SC/ST સેલમાં ફરિયાદ નોંધાવી છે. વિદ્યાર્થીનીની ફરિયાદ અંતર્ગત SC/ST સેલ દ્વારા યુનિવર્સિટી પાસે આ અંગેનો રિપોર્ટ માંગવામાં આવ્યો છે. આ મામલે એવો પણ આક્ષેપ કરવામાં આવી રહ્યો છે કે યુનિવર્સિટીના સત્તાધીશો દ્વારા વિદ્યાર્થીનીની રજૂઆત પર ધ્યાન ન અપાતા અંતે વિદ્યાર્થીનીએ SC/ST સેલમાં અરજી કરી હતી. જેને લઇને સમગ્ર મામલો સામે આવ્યો હતો.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.