ETV Bharat / city

સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી પૂર્વે પ્રધાન કુંવરજી બાવળિયાએ સરકારી જમીન દબાવી હોવાના આક્ષેપ સાથે ફરિયાદ - local body elections

કેબિનેટ મંત્રી કુંવરજી બાવળિયા પર અંદાજિત 100 વીઘા જેટલી સરકારી જમીન દબાવી હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે. ઉપરાંત, અમરાપુર ગ્રામપંચાયતનાં લેટર પેડમાં નકલી સહી કરી હોવાની ઘટના પણ સામે આવી છે.

કુંવરજી બાવડીયા
કુંવરજી બાવડીયા
author img

By

Published : Jan 22, 2021, 5:19 PM IST

  • સરકારી ખરાબાની જમીન પર બાવળિયાએ દબાણ ઉભું કર્યાની ફરિયાદ
  • નર્મદાની પાઇપ લાઇનમાથી પાણીની ચોરી, પ્રાથમિક સ્કૂલના છાત્રોને પાણીની અછત
  • દબાણ ખુલ્લુ નહિ કરે તો આંદોલનની ઘમકી

રાજકોટ: સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી પૂર્વે જસદણ પંથકમાં સરકારી જમીન પર દબાણનો મુદ્દો સામે આવ્યો છે. કેબિનેટ પ્રધાન કુંવરજી બાવળિયાએ સરકારી જમીન દબાવી હોવાનો આક્ષેપ મૂકવામાં આવ્યો છે. અંદાજિત 100 વીઘા જમીન દબાવી હોવાનો આક્ષેપ થયો છે. જેમાં જસદણ, વિંછીયાની મુકેશ રાજપરા દ્વારા રાજકોટ કલેકટરને ફરિયાદ કરવામાં આવી હતી.

જિલ્લા કલેક્ટરને કરવામાં આવી ફરિયાદ

કોટડાના સર્વે નંબર 54, અમરાપુરના સર્વે નંબર 181 અને વીંછિયાની સરકારી ખરાબાની જમીનમાં કેબિનેટ મંત્રી બાવળિયાએ દબાણ કર્યાનો ફરિયાદમાં ઉલ્લેખ કરાયો છે. કેબિનેટ પ્રધાનની શિક્ષણ સંકુલમાં પેશકદમી છે અને નર્મદાની પાઇપ લાઇન ડાયરેક્ટ લઈ લેતા પ્રાથમિક સ્કૂલના છાત્રોને પાણી મળતુ નથી. કેબિનેટ મંત્રી સામે આક્ષેપ સાથેની ફરિયાદમાં અમરાપુર ગ્રામપંચાયતનાં લેટર પેડમાં નકલી સહિ કરી સરકારી જમીનમાં દબાણ કર્યાનો ચોકાવનારો મુદો સામે આવ્યો છે. કેબિનેટ મંત્રીનુ દબાણ ખૂલ્લુ નહિ કરાય તો આંદોલનની ધમકી પણ આપવામાં આવી છે.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.