- હત્યા કરી બોક્ષમાં પેક કરેલો યુવકનો મૃતદેહ મળ્યો હતો
- પોલીસે ગણતરીની મિનિટમાં ભેદ ઉકેલ્યો હતો
- પોલીસે હત્યા કરનારા ત્રણ આરોપીને ગણતરીની કલાકમાં ઝડપી પાડયા
રાજકોટ: રિધ્ધિ સિધ્ધી પાર્ક પાસે આવેલા ગ્રાઉન્ડમાં હત્યા કરી બોક્ષમાં પેક કરેલો યુવકનો મૃતદેહ મળ્યો હતો. જેનો ભેદ પોલીસે ગણતરીની મિનિટમાં ઉકેલ્યો હતો. રાજકોટ પોલીસે હત્યા કરનારા ત્રણ આરોપીને ગણતરીની કલાકમાં ઝડપી પાડયા હતા. સંજય સોલંકી અને તેના મિત્રો વચ્ચે બોલાચાલી થતા હત્યા કરવામાં આવી. મિત્ર સાથે બોલાચાલી થતા મિત્રએ સંજયના માથામાં બોથડ પદાર્થ વડે ઘા ઝીંકી મોતને ઘાટ ઉતારીયો હતો. પછી મૃતદેહને રફેદફે કરવા માટે અન્ય બે મિત્રોની મદદ લઈને બોક્ષમાં પેક કરી ફેંકી દેવામાં આવ્યો હતો. ત્યારે સમગ્ર મામલે ક્રાઇમ બ્રાન્ચે ગણતરીની કલાકમાં 3 આરોપીઓની ધરપકડ કરી હતી.
આ પણ વાંચો: ગેંગસ્ટર પુત્રની મોતનો બદલો લેવા માતાએ 5 વર્ષ ગેંગ ચલાવી, સમય મળતા જ સરપંચનુ ઢીમ ઢાળી દીધું
છરીના ઘા ઝીંકી હત્યા નિપજાવી મૃતદેહને બોક્સમાં પેક કરી અને ફેંકી દીધી હતી
રાજકોટમાં મિત્ર એ જ તેના મિત્રને હત્યા બોથડ પદાર્થના ઘા ઝીંકી પતાવી દીધો હતો. ગત રાત્રે પોલીસે તપાસ કરતાં મૃતક ગોકુલધામ વિસ્તારનો બૂટલેગર સંજય રાજુ સોલંકી (ઉં.વ.37) હોવાનું ખૂલ્યું હતું. આ ઘટનામાં સંજય સોલંકીને સાતથી વધુ છરીના ઘા ઝીંકી હત્યા નિપજાવી હતી. મૃતદેહને બોક્સમાં પેક કરી અને ફેંકી દીધો હતો. હત્યા પાછળ મુખ્ય કારણ સ્ત્રીપાત્ર કારણભૂત હોવાની શંકા વ્યક્ત કરવામાં આવી હતી, પરંતુ હાલ મુખ્ય આરોપી વિશાલ બોરીસાગર અને તેના અન્ય બે સાગરીતોની ધરપકડ થતા હત્યાનું મુખ્ય કારણ મિત્ર સાથે ઝગડો થતા હત્યા કર્યાનું કબલ્યુ હતું.
આ પણ વાંચો: હત્યા કરીને મૃતદેહને બોક્સમાં પેક કરી ફેંકી દીધો હતો
ક્રાઇમ બ્રાન્ચે 3 આરોપીઓની ધરપકડ કરી
સમાગર મામલે DCP પ્રવિનકુમાર મીણાએ મીડિયા સમક્ષ જણાવ્યું હતું કે, અગમ્ય કારણોસર બંને મિત્રને કારખાને બોલાચાલી થતા તેનો ખાર રાખીને ગુરૂવારે સાંજે ફરી સંજય મિત્ર વિશાલના કારખાને ગયો હતો અને દેકારો મચાવ્યો હતો. વિશાલે તેને અંદર આવીને વાત કરવાનું કહ્યા બાદ તેની હત્યા કરી હતી અને મૃતદેહને એક દિવસ રાખી મુકયા બાદ ગઇકાલે શુક્રવારે સાંજે સંજયએ બીજા એકાદ બે કારીગર કે મિત્રની મદદ લઇને મૃતદેહને પુંઠાના બોકસમાં પેક કર્યો હતો અને પોતાના એકસેસમાં આગળના ભાગે આ બોકસ મુકીને મૃતદેહને ગોંડલ રોડ ચોકડી પાસેના રિદ્ધિ-સિદ્ધિ નાલા પાસે ફેંકી આવ્યો હતો. જેથી ક્રાઇમ બ્રાન્ચે 3 આરોપીઓની ધરપકડ કરી છે.