ETV Bharat / city

રાજકોટના બેડલા ગામે આરોપીને પકડવા ગયેલી પોલીસ પર હુમલો, PSIની રિવોલ્વર ઝુંટવી આરોપી ફરાર - Police investigation

રાજકોટમાં રૂરલ પોલીસ આરોપીને પકડવા માટે ગઈ હતી ત્યારે આરોપીઓએ પોલીસ પર હુમલો કર્યો હતો અને પોલીસની રીવોલ્વર ઝુંટવીને ભાગી ગયા હતા. પોલીસે આ અંગે તપાસ હાથ ધરી છે.

રાજકોટના બેડલા ગામે આરોપીને પકડવા ગયેલી પોલીસ પર હુમલો, PSIની રિવોલ્વર ઝુંટવી આરોપી ફરાર

author img

By

Published : Sep 26, 2021, 1:47 PM IST

  • રાજકોટમાં રૂરલ પોલીસ પર હુમલો
  • આરોપીને પકડવા ગઈ હતી પોલીસ
  • પોલીસની રીવોલ્વર ઝુંટવીને ભાગી ગયા આરોપી

રાજકોટઃ રાજકોટમાં પોલીસની ટિમ ઓર હુમલો થવાની ઘટના સામે આવતા ચકચાર મચી જવા પામી છે. શહેર નજીક આવેલા બેડલા ગામે આરોપીને પકડવા ગયેલી પોલીસની ટિમ પર હુમલો થયો હતો. તેમજ ઘટના સ્થળેથી એરપોર્ટ પોલીસના પીએસઆઈ વી.સી. પરમારની રિવોલ્વર ઝુંટવી ટોળું ભાગી છુટ્યું હતું. રાજકોટ રૂરલ પોલીસ અને એરપોર્ટ પોલીસ બન્નેના સ્ટાફ આરોપીને પકડવા ગયા હતા તે દરમિયાન આ સમગ્ર બનાવ બન્યો હતો. ત્યારે બનાવ બન્યો હતો. જો કે પોલીસની ટિમ પર હુમલો થવાની ઘટના સામે આવતા રાજકોટ શહેર પોલીસના ઉચ્ચ અધિકારીઓ અને ગ્રામ્ય પોલીસ પણ ઘટના સ્થળે પહોંચી છે. તેમજ સમગ્ર મામલે વધુ તપાસ શરૂ કરવામાં આવી છે.

આરોપીને પકડવા ગયેલી પોલીસ ટિમ પર હુમલો

રાજકોટ રૂરલ પોલીસનો સ્ટાફ તેના એક ગુનાના આરોપીની શોધખોળમાં રાજકોટના બેડલા ગામે પહોંચી હતી. એવામાં દેવીપૂજક સમાજના લોકોનું રહેઠાણ હતું, તે વિસ્તારમાં આરોપી હોવાની બાતમી મળતા ત્યાં રૂરલ પોલીસની ટીમ તે વિસ્તારમાં આરોપીની શોધખોળ કરી રહી હતી. બીજી તરફ રાજકોટ એરપોર્ટ પોલીસના પીએસઆઈ વી.સી. પરમાર અને સ્ટાફના કર્મીઓ પણ આ જ વિસ્તારમાં વિજય દેવીપૂજક નામના આરોપીની શોધખોળમાં પહોંચ્યા હતા. તે દરમિયાન રાજકોટ રૂરલ અને એરપોર્ટ બન્ને પોલીસની ટીમ એક જ વિસ્તારમાં આરોપીઓની શોધમાં પહોંચી હોવાની જાણ થઈ હતી.

આ પણ વાંચો : ગુજરાત વિધાનસભાનું 27 સપ્ટેમ્બરથી બે દિવસીય સત્ર મળશે, નવા પ્રધાનમંડળની થશે કસોટી

આરોપી પોલીસને જોઈને ઢોંગ કરવા લાગ્યો

રાજકોટ એરપોર્ટ પોલીસ બેડલા ગામમાં રહેતા વિજયના ઘરે પહોંચી હતી. વિજય એરપોર્ટ પોલીસ મથકમાં નોંધાયેલ દારૂના ગુનામાં ફરાર હતો. પોલીસને વિજય તેના ઘરે હોવાની જાણ થતાં એરપોર્ટ પોલીસ પણ તે વિસ્તારમાં વિજયના ઘરે પહોંચી હતી. એવામાં આરોપી વિજય ઘરમાં હાજર મળી આવતા પોલીસે તેની અટકાયત કરવાના પ્રયત્નો કર્યા હતા પરંતુ આરોપીએ પોલીસને સહકાર આવવા બદલે વિસ્તારમાં ખોટા ઢોંગ કરવા લાગ્યો હતો અને જોર જોરથી રાડો પાડીને નાટક કરતા આસપાસ રહેતા તેમના કુટુંબીજનો મોટી સંખ્યામાં એકઠા થઇ ગયા હતા.

આ પણ વાંચો : ભારતીય ક્રિકેટ ટીમના પૂર્વ વિકેટકીપર પાર્થિવ પટેલના પિતાનું નિધન

વિસ્તારમાં પોલીસને ટોળાએ ઘેરી લીધી

આરોપીએ પોતાના ઘર પાસે નાટકો કરી ઢોંગ કરતા આ વિસ્તારમાં મોટી સંખ્યામાં ટોળું એકઠું થઈ ગયું હતું. જ્યારે પોલીસને પણ ટોળાએ ઘેરી લીધું હતું. જ્યારે સમગ્ર મામલો વધુ ગંભીર બનતા એરપોર્ટ પોલીસ સ્ટેશનના પીએસઆઈ પરમારે સર્વિસ રિવોલ્વર કાઢી હતી. જોકે પીએસઆઈએ રિવોલ્વર કાઢતા ટોળાના રહેતા લોકોએ પીએસઆઈ સાથે ઝપાઝપી કરી હતી અને પીએસઆઈના હાથમાંથી રિવોલ્વર જમીન પર પડી જતા ટોળામાંથી કોઈ વ્યક્તિ આ રિવોલ્વર ઉઠાવી ફરાર થઈ ગયો હતો. જ્યારે ટોળા દ્વારા પોલીસ કર્મીઓ પર હુમલો ઓન કરવામાં આવ્યો હતો. જેમાં ત્રણ જેટલા પોલીસ કર્મીઓને ઈજાઓ તબી હતી. જેને સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.