- રંગીલા રાજકોટમાં ગુનાખોરીમાં વધારો
- મોટી માત્રામાં ગાંજાનો જથ્થો ઝડપાયો
- SOGએ ગાંજો જપ્ત કરી વધુ કાર્યવાહી હાથધરી
રાજકોટઃ સૌરાષ્ટ્રના પાટનગર એવા રંગીલા રાજકોટમાં દિવસેને દિવસે ગુનાખોરીમા વધારો થઈ રહ્યો છે. ત્યારે વધુ એક વખત રાજકોટમાંથી મોટી માત્રામાં ગાંજાનો જથ્થો ઝડપાયો છે.
SOGની ટીમે શંકાસ્પદ રિક્ષાની જડતી કરી
રાજકોટ સ્પેશિયલ ઓપરેશન ગ્રૂપની ટીમ જ્યારે પેટ્રોલીંગમાં હતી, તે દરમિયાન શહેરના મોટીટાંકી ચોકથી આર.કે.સી કોલેજ તરફ જતા રોડ પર એક શંકાસ્પદ રિક્ષાની જડતી લીધી હતી. જેમાંથી SOGને ગાંજાનો જથ્થો મળી આવ્યો હતો. SOG (Special Operation Group) એ રિક્ષાચાલક આસીફ ઈબ્રાહીમભાઈ થેબેપૌત્રા નામના ઇસમની ધરપકડ કરી 9.900 કિલોગ્રામ ગાંજો જપ્ત કરી વધુ કાર્યવાહી હાથધરી છે.