ETV Bharat / city

રાજકોટમાં વાહન ચેકિંગ મુદ્દે મહિલા સાથે પોલીસ કર્મીની દાદાગીરી, વીડિયો વાયરલ થતાં તપાસના આદેશ - woman arguing with a policeman

રાજકોટના ગ્રીનલેન્ડ ચોકડી (Rajkot Greenland Chokdi Video Viral) નજીક સોમવારે એક કાર ચાલક મહિલા સાથે ટ્રાફિક પોલીસ કોન્સ્ટેબલને બબાલ સર્જાઈ હતી. આ સમગ્ર ઘટનાનો વીડિયો સ્થાનિક નાગરિકોએ મોબાઇલમાં કેદ કર્યો હતો અને ત્યારબાદ સોશિયલ મીડિયામાં વાયરલ (Viral video rajkot) થયો હતો. આ ઘટનાની પ્રાથમિક વિગતો મુજબ એક કાર સવાર મહિલા કાર લઈને ગ્રીનલેન્ડ ચોકડીથી અમદાવાદ તરફ જઈ રહી હતી. જેને ટ્રાફિક પોલીસ દ્વારા રોકવામાં આવી હતી અને કારના ડોક્યુમેન્ટ માગવામાં આવ્યા હતા. જે મામલે મહિલા દ્વારા પોલીસ કર્મીનું આઇકાર્ડ માગવામાં આવતાં સમગ્ર મામલો બિચકાયો હતો અને અંતે પોલીસ કર્મીએ આ મહિલાની (brawl between poliice and woman) કારને ટોઇંગ કરી હતી. આ સમગ્ર ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે. જેને લઇને DCPએ તપાસના આદેશ આપ્યા છે.

Rajkot Greenland Chokdi Video Vira
Rajkot Greenland Chokdi Video Vira
author img

By

Published : Nov 23, 2021, 10:56 AM IST

  • રાજકોટમાં વાહન ચેકિંગ મુદ્દે મહિલા સાથે પોલીસ કર્મીની દાદાગીરી
  • વીડિયો વાયરલ થતા તપાસના આદેશ
  • મહિલા કાર ચાલકે પોલીસ કર્મીનું આઈ કાર્ડ માગ્યું

રાજકોટઃ રાજકોટના ગ્રીનલેન્ડ ચોકડી (Rajkot Greenland Chokdi Video Viral) નજીક પોલીસ દ્વારા વાહન ચેકિંગની કાર્યવાહી શરૂ હતી. એવામાં એક મહિલા કારચાલક અહીંથી પસાર થતાં તેની પાસે પોલીસ કર્મચારીએ ડ્રાઇવિંગ લાઇસન્સ સહિત ગાડીના ડોક્યુમેન્ટ માંગ્યા હતા. જોકે આ મહિલાએ સામે પોલીસ કર્મી પાસે આઇકાર્ડ માગ્યું હતું. જેને લઇને સમગ્ર મામલો બિચકયો હતો અને થોડા સમય માટે મહિલા અને પોલીસ કર્મી વચ્ચે જાહેરમાં જ શાબ્દિક માથાકૂટ (brawl between poliice and woman) સર્જાઈ હતી. ત્યારબાદ વિસ્તારની પોલીસ ઘટનાસ્થળે આવી જતા મહિલાની કારને નિયમ મુજબ ટોઇંગ કરવામાં આવી હતી. પોલીસ કર્મીનું નામ હસમુખ રાઠોડ હોવાનું હાલ પ્રાથમિક તપાસમાં સામે આવી રહ્યું છે. મહિલાની કારને ટોઇંગ કરીને ટ્રાફિક શાખા ખાતે લઈ જવામાં આવી હતી. જ્યાં મહિલા દ્વારા દંડ ભરીને પોતાની કારને છોડાવવામાં આવી હતી.

રાજકોટમાં વાહન ચેકિંગ મુદ્દે મહિલા સાથે પોલીસ કર્મીની દાદાગીરી

આ પણ વાંચો: અમદાવાદના જાસપુરમાં વિશ્વના સૌથી ઊંચા 504 ફૂટના ઉમિયા મંદિરનું નિર્માણ કાર્યનો પ્રારંભ

DCPએ આપ્યા તપાસના આદેશ

રાજકોટના ગ્રીનલેન્ડ ચોકડી નજીક ટ્રાફિક પોલીસ કોન્સ્ટેબલ મહિલા સાથે બબાલ (brawl between poliice and woman) કરતો હોવાનો વીડિયો વાયુવેગે સોશિયલ મીડિયામાં વાયરલ (Viral video rajkot) થયો હતો. જે ઘટના પોલીસના ઉચ્ચ અધિકારીઓને ધ્યાને આવી હતી. આ મામલે રાજકોટ પોલીસ ઝોન- 1ના DCP પ્રવિણકુમાર મીનાએ સમગ્ર મામલે તપાસના આદેશ આપ્યા છે. તેમજ જણાવ્યું હતું કે, જો આ ઘટનામવા પોલીસ કોન્સ્ટેબલની ભૂલ હશે તો તેની સામે પણ કાર્યવાહી કરવાની ખાતરી DCPએ આપી છે પરંતુ ટ્રાફિક પોલીસના કર્મીનો દાદાગીરીનો વીડિયો વાઇરલ (Rajkot Greenland Chokdi Video Viral) થતા શહેરમાં ચકચાર મચી છે.

આ પણ વાંચો: Traffic Police: 2018થી 2021 દરમિયાન ગેરકાયદેસર પાર્કિંગ કરવા બદલ કુલ 7,44,425 કેસ નોંધાયા

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.