ETV Bharat / city

રાજકોટ સિવિલ હોસ્પિટલ હેઠળ આવતી સંસ્થાઓમાં કુલ-552 મહિલા નર્સો બજાવી રહી છે ફરજ - 12 મે 'વિશ્વ નર્સિંગ દિવસ'

12 મે એટલે 'વિશ્વ નર્સિંગ દિવસ'. આ દિવસ આપણે જે સિસ્ટર ફ્લોરેન્સ નાઇટિંગલના જન્મદિવસ નિમિતે 12 મે 'વિશ્વ નર્સિંગ દિવસ' મનાવીએ છીએ. અત્યારે કોરોનાકાળમાં પણ સિસ્ટર ફ્લોરેન્સ નાઇટિંગલ જેવી અનેક સિસ્ટરો મળી આવે છે. જે દર્દીઓની ખડે-પગે સેવા કરી રહી છે.

આ દિવસ સિસ્ટર ફ્લોરેન્સ નાઇટિંગલના જન્મદિવસ નિમિતે ઉજવાય છે

author img

By

Published : May 12, 2021, 6:41 AM IST

Updated : May 12, 2021, 7:12 AM IST

  • 12 મે એટલે 'વિશ્વ નર્સિંગ દિવસ'
  • આ દિવસ સિસ્ટર ફ્લોરેન્સ નાઇટિંગલના જન્મદિવસ નિમિતે ઉજવાય છે
  • બધા સિસ્ટર કોરોના દર્દીની સેવામાં સતત ખડે-પગે

રાજકોટ: આ સમય સરહદ પરના ઘાયલ સૈનિકોની સારવારની વાતનો નહીં, પરંતુ સમગ્ર વિશ્વને કોરોના રૂપી દૈત્યએ જ્યારે ભરડો લીધો છે, ત્યારે દેવદૂત બની સફેદ વસ્ત્રમાં PPE કીટ પહેરી દર્દીઓની સારવાર માટે યોદ્ધા બની અનેક ફ્લોરેન્સ વીરાંગનાઓની બહાદુરીની ગાથાનો સમય છે. પરિવારની દેખભાળ સાથે દર્દીઓની સારવારમાં જીવનું જોખમ છે, પરંતુ સેવા અને ફરજનિષ્ઠ સિસ્ટર્સ એક પણ દિવસની રજા લીધા વગર આ જવાબદારીને ઈશ્વરનો પ્રસાદ માની નિભાવી રહી છે. રાજકોટ સિવિલ હોસ્પિટલ અને તેની હેઠળ આવતી તમામ સંસ્થાઓમાં હાલમાં કુલ મળી 552 મહિલા નર્સ તરિકેની ફરજ નિષ્ઠાપૂર્વક બજાવી રહી છે.

બધા સિસ્ટર કોરોના દર્દીની સેવામાં સતત ખડે-પગે

12 મે 'વિશ્વ નર્સિંગ દિવસ'

આપણે જે સિસ્ટર ફ્લોરેન્સ નાઇટિંગલના જન્મદિવસ નિમિતે 12 મે 'વિશ્વ નર્સિંગ દિવસ' મનાવીએ છીએ. જો આજ તેઓ જીવિત હોત તો કોવિડમાં સારવાર આપતી નર્સ બહેનોને જોઈ તેણી ચોક્કસ ગૌરવ સાથે કહેત કે આ સેવા માનવતાની ગરિમાને ઉજાગર કરતી ઉતમ સેવા છે. તેમ સિવિલ નર્સિંગ સ્ટાફ જણાવે છે. રાજકોટ સિવિલ હોસ્પિટલના મેટ્રન નીરુબેન મહેતા 32 વર્ષથી ડોક્ટર્સ સાથે ખભે ખભા મિલાવી દર્દીઓની સારવાર કરી રહ્યા છે. હાલ 200થી વધુ નર્સિંગ સ્ટાફના સંચાલનની જવાબદારી તેઓ અદા કરી રહ્યા છે.

દર્દીની સેવામાં સતત ખડે-પગે

કોરોનાના દર્દીઓની યોગ્ય સારવાર ચાલે તે માટે તેમના સતત નિદર્શન હેઠળ રોજે રોજ સ્ટાફ સાથે સંકલન, દર્દીઓની ડોક્ટરની સૂચના મુજબની સારવાર થાય છે કે નહિ સહિતનું માર્ગદર્શન તેઓ કરી રહ્યા છે. સાથો સાથ પરિવારની જવાબદારી તો ખરી જ. પાંચ સભ્યોના પરિવારમાં તેઓ, તેમના પતિ અને નણંદ કોરોના પોઝિટિવ આવ્યા, પરંતુ 10 દિવસની રજાને બાદ કરતાં કોઈ જ રજા લીધા વગર રોજ 10 કલાકથી વધુ સમય સારવાર માટે વિતાવવાનો. થાક લાગે પરંતુ એક સાથે આટલા બધા દર્દીઓ જીવન-મરણ વચ્ચે ઝોલા ખાતા હોઈ ત્યારે સઘળું કરી છૂટવાની ઈશ્વર શક્તિ આપે છે તેમ નિરુબેન જણાવે છે.

આ પણ વાંચો: સગર્ભાવસ્થા મુસ્લિમ નર્સ રોજા રાખી દર્દીઓની કરી રહી છે સેવા

સારવાર દરમિયાન માત્ર દવા જ નહીં પરંતુ દર્દીને સાંત્વના

સારવાર દરમિયાન માત્ર દવા જ નહીં પરંતુ દર્દીને સાંત્વના, જરૂરી સમાન અને ક્યારેક મોબાઈલ પર પરિવાર જોડે વાત કરાવી આપવામાં પણ અમારી બહેનો મદદરૂપ બનતી હોઈ છે. દર્દી જ્યારે સાજો થઈ તેમના પરિવાર સાથે હસતો રમતો આશીર્વાદ આપી ઘરે જાય તે ક્ષણ અમારા જીવનની સૌથી શ્રેષ્ઠ ક્ષણ હોવાનું નીરુબેન જણાવે છે.

કર્મનિષ્ઠ સિસ્ટર કાજલબેન

આવા જ એક કર્મનિષ્ઠ સિસ્ટર કાજલબેન સોઢાતર છે. જેમના શિરે કોવિડ હોસ્પિટલને કોરોના વાઈરસ મુક્ત રાખવાની અને બાયોમેડિકલ વેસ્ટ મેનેજમેન્ટની જવાબદારી છે. રોજે રોજ દવાની ખાલી બોટલો,સિરીંજ સહિતનો વેસ્ટ અલગ-અલગ પ્લાસ્ટિકની બેગમાં જમા કરી તેને સેન્ટ્રલ સ્ટોરમાં જમા કરવાનો અને તેનો યોગ્ય નિકાલ થાય તે જોવાનો હોવાનું તેઓ જણાવે છે.

માત્ર તેટલું જ નહિ પરંતુ તમામ વોર્ડમાં હાઇપો ક્લોરાઇડ કેમિકલ વડે સફાઈ, બેડની રોજે-રોજ ચાદર બદલાઈ તેમજ પલંગ અને ડ્રોઅર સહિતની તમામ વસ્તુ આ કેમિકલથી સૅનિટાઇઝ કરવાની પણ સૌથી મહત્વની જવાબદારી તેમના સંચાલન હેઠળ કરવામાં આવે છે. નર્સિંગ સ્ટાફમાં કોઈને નીડલ ઈન્જરી થાય તેઓને ઇન્ફેક્શન ન લાગે તેની પણ દેખભાળ રાખવાની, લોહીના ટીપાં ઢોળાયા હોઈ તો તેને પણ યોગ્ય રીતે સફાઈ થાય તે કામ પણ ખૂબ ચોકસાઈ રીતે કરવાની તેમની ટીમની જવાબદારી હોવાનું કાજલબેન ઉમેરે છે.

આ પણ વાંચો: કોવિડ હોસ્પિટલમાં કાર્યરત નર્સિંગ સ્ટાફને રાખડીઓ આપવામાં આવી

દર્દીઓની સારવાર એ જ અમારી પ્રાથમિકતા

16 વર્ષથી નર્સિંગ ડ્યુટી કરતા કાજલબેન જણાવે છે કે, પહેલા HIV, કમળો કે સ્વાઈન ફલૂ વખતે ઇન્ફેક્શનનો ભય નહોતો તેનાથી વધુ હાલ ભય છે. ત્યારે અમારે વધારે સાવધાનીપૂર્વક કામ કરવું પડે છે. સાથો-સાથ પરિવારના સભ્યોથી પણ અંતર રાખવું પડે છે.

દર્દીઓની સારવાર એ જ અમારી પ્રાથમિકતા: જીન્નતબેન

રાજકોટ સિવિલમાં જ હેડનર્સ તરીકે ફરજ બજાવી હાલમાં આસિસ્ટન્સ નર્સીંગ સુપ્રિન્ટેન્ડટ તરીકે કાર્યરત જીન્નતબેન કહે છે કે, હાલના સંજોગોમાં દર્દીઓની સારવાર એ જ અમારી પ્રાથમિકતા હોય છે. આ માટે અમે વોર્ડના 4 વિભાગોમાં જરૂરીયાત મુજબ સ્ટાફની ફાળવણી કરીએ છીએ. સાથો-સાથ સારવાર માટે ઉપયોગમાં લેવાતી આઈટમ પણ પૂરી પાડીએ છીએ. જો કોઈ સંજોગોમાં દર્દીનું મૃત્યું થાય તો તેની જાણ અમે દર્દીના પરિવારજનોને કરીને મૃતકના બોડીને કોવિડની માર્ગદર્શિકા મુજબ પેક પણ કરીએ છીએ.

નર્સિંગ સેવાએ માનવતાનું શ્રેષ્ઠ ઉદાહરણ

જીવન ચલને કે નામ.... આ સમય ભલે કપરો હોઈ પરંતુ રોજના અનેક દર્દીઓને મોતના મુખમાંથી બચાવવા હોસ્પિટલની રીડની હડ્ડી સમાન આ વીરાંગનાઓ માત્ર પોતાના પરિવાર જ નહિ, પરંતુ સમગ્ર માનવજાતને બચાવવા કમર કસી રહી છે, ત્યારે આ ફોલરેન્સના અવતાર રૂપી સિસ્ટર્સ હંમેશા નર્સિંગ સેવાને નવી ઊંચાઈ અપાવી માનવતાનું શ્રેષ્ઠ ઉદાહરણ પૂરું પાડી રહી છે.

Last Updated : May 12, 2021, 7:12 AM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.