- સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના મનોવિજ્ઞાન ભવન દ્વારા કરાયો સર્વે
- આ સર્વે ઓનલાઈન શિક્ષણને લઈને હતો
- વિદ્યાર્થીઓ ઓનલાઈન શિક્ષણની આડમાં જોઈ રહ્યા છે પોર્ન સાઇટ સર્વેમાં થયો ખુલાસો
રાજકોટઃ સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના મનોવિજ્ઞાન ભવન દ્વારા ઓનલાઈન શિક્ષણ લેતા બાળકો શિક્ષણ સાથે શુ શુ પ્રવૃત્તિઓ કરી રહ્યા છે, તે અંગેનો સર્વે ખાનગી રાહે કરવામાં આવ્યો હતો. જેમાં એક 9 વર્ષની બાળકી ઓનલાઈન શિક્ષણની આડમાં પોર્ન વીડિયો જોતી હોવાનું ખુલ્યું હતું. જેને લઈને તાત્કાલિક આ બાળકીનું કાઉન્સેલિંગ કરવામાં આવ્યું હતું. જ્યારે મોટાભાગના વિદ્યાર્થીઓ ઓનલાઈન શિક્ષણ પૂર્ણ થઈ ગયા બાદ આવી પ્રવૃત્તિ કરતા હોવાનું ખુલ્યું છે.

સર્વે દરમિયાન ચોંકાવનારો ખુલાસા થયા
આ અંગે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના મનોવિજ્ઞાન ભવનના અધ્યક્ષ ડો. યોગેશ જોગશને જણાવ્યું હતું કે, પ્રોફેસર ડો.ધારા દોશી અને વિદ્યાર્થીની ભૂમિકા ડોબરિયા દ્વારા ખૂબ જ ગુપ્ત રીતે આ સર્વે કરવામાં આવ્યો હતો. જેમાં સામે આવ્યું હતું કે મોટાભાગના બાળકો ઓનલાઈન શિક્ષણની આડમાં સોશિયલ સાઇટ અને ઈન્ટરનેટ પર ન જોવાનું જોઈ રહ્યા છે. જે ખૂબ જ દુઃખની ઘટના છે.