ETV Bharat / city

સૌરાષ્ટ્ર યુનિવર્સિટીની વિદ્યાર્થિનીએ 720 કોરોનાગ્રસ્ત દર્દીનો કર્યો સર્વે, ચોંકાવનારા ખુલાસા - Corona Patient Survey

દેશમાં કોરોના વાઈરસના કેસમાં સતત વધારો થઈ રહ્યો છે. ત્યારે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં PHD કરી રહેલી એક વિદ્યાર્થિનીએ 720 કોરોનાગ્રસ્ત દર્દીઓનો સર્વે કર્યો હતો. જેમાં અનેક ચોંકાવનારા તારણો બહાર આવ્યાં છે. આ સર્વે પ્રમાણે ખાસ કરીને કોરોના સંક્રમણ લાગવામાં લોકોની જીવનશૈલી અને ખોરાક સૌથી વધુ અસરકારક સાબિત થયા છે.

સૌરાષ્ટ્ર યુનિવર્સિટીની વિદ્યાર્થિનીએ 720 કોરોનાગ્રસ્ત દર્દીનો કર્યો સર્વે

author img

By

Published : Apr 27, 2021, 6:18 PM IST

  • સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં PHD કરી રહેલી એક વિદ્યાર્થિનીએ કર્યો સર્વે
  • 720 કોરોનાગ્રસ્ત દર્દીઓનો સર્વે કર્યો
  • કોરોના સંક્રમણ લાગવામાં લોકોની જીવનશૈલી અને ખોરાક સૌથી વધુ અસરકારક સાબિત થયા

રાજકોટઃ દેશમાં કોરોનાના કેસમાં સતત વધારો થઈ રહ્યો છે. રાજકોટમાં પણ દિવસેને દિવસે નવા પોઝિટિવ કેસ સામે આવી રહ્યા છે. સામાન્ય જનજીવન અસ્તવ્યસ્ત બન્યું છે. ત્યારે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં PHD કરી રહેલી એક વિદ્યાર્થિનીએ 720 કોરોનાગ્રસ્ત દર્દીઓનો સર્વે કર્યો હતો. જેમાં અનેક ચોંકાવનારા તારણો બહાર આવ્યાં છે. ખાસ કરીને કોરોના સંક્રમણ લાગવામાં લોકોની જીવનશૈલી અને ખોરાક સૌથી વધુ અસરકારક સાબિત થયા છે. નિમિષા પડારીયા નામની વિદ્યાર્થિની દ્વારા આ સર્વે કરવામાં આવ્યો છે.

આ પણ વાંચોઃ રાજકોટમાં મંગળવારે બપોર સુધીમાં જ 66 કોરોના દર્દીઓના મોત

મધ્યમ-ઉચ્ચ વર્ગના પરિવારમાં કોરોના 70 ટકા દેખાયો

આ વિદ્યાર્થિનીએ 720 કોરોના દર્દીઓનો સર્વે કર્યો હતો. જેમાં સામે આવ્યું છે કે, મધ્યમ-ઉચ્ચ વર્ગના સૌથી વધુ 70 ટકા, નિમ્ન-મધ્યમ વર્ગના 25.75 ટકા અને સૌથી ઓછા નિમ્ન વર્ગના 4.25 ટકા લોકો કોરોનાગ્રસ્ત થયા છે, એટલે કે ઉચ્ચ અને મધ્યમ વર્ગના લોકોની જીવન શૈલી પરથી ખ્યાલ આવી શકે છે કે તેમાં કેવી રીતે સૌથી વધુ કોરોનાનું સંક્રમણ ફેલાઈ છે. આ સર્વે પરથી એવું પણ સાબિત થાય છે કે, ઉચ્ચ અને મધ્યમ વર્ગના લોકો કરતા નિમ્ન વર્ગના લોકોની રોગપ્રતિકારક શક્તિ વધુ હોઈ શકે છે માટે તેઓમાં કોરોનાનું સંક્રમણ ઓછું જોવા મળ્યું છે.

આ પણ વાંચોઃ 21 દિવસના સંઘર્ષ બાદ રાજકોટના 80 વર્ષિય વૃદ્ધાએ કોરોનાને આપી માત

જીવન શૈલીમાં બદલાવ આવે તો કોરોનાને હરાવી શકાય

મુખ્યત્વે જે લોકોની રોગપ્રતિકારક શક્તિ ઓછી હોય છે તેવા લોકોમાં કોરોનાનું સંક્રમણ થવાના સૌથી વધુ ચાન્સ રહેલા છે. ત્યારે લોકોએ કોરોનાને હરાવવા માટે પોતાની જીવન શૈલી બદલવી જોઈશે. જેમાં આહારમાં વિટામિન અને પૌષ્ટિક વસ્તુઓ લેવી જોઈએ. તેમજ બહારનું ખાવાનું ટાળવું જોઈશે. ઘરમાં જ યોગા, પ્રાણાયામ, કસરત કરવીએ જોઈએ. તેમજ નકારાત્મક વિચારોથી દૂર રહેવું જોઈએ. આ તમામ વસ્તુઓનું પાલન થાય તો કોરોના સાથે અન્ય રોગ થવાની પણ શક્યતાઓ ખૂબ જ નહિવત થઈ જાય છે.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.