- ખોડલધામ મંદિરના મા ખોડલ માટે તલનો હાર બનાવાયો
- આઠ કિલો કાળા અને સફેદ તલનો ઉપયોગ કરવામાં આવ્યો
- 30 જેટલી મહિલાઓ પંદર દિવસથી હાર બનાવતા હતા
- હારમાં 4 લાખ જેટલા તલનો ઉપયોગ કરવામાં આવ્યો
રાજકોટ : ગોંડલની મહિલાઓ ઘરકામ બાદ માત્ર ટીવી સિરિયલો જોઈ સમય પસાર કરવાને બદલે શ્રી ખોડલધામ મહિલા સમિતિની 30 જેટલી મહિલાઓ છેલ્લા પંદર દિવસથી તલનો હાર બનાવાના કામમાં લાગી હતી.
4,16,760 જેટલા તલનો હાર બનાવવામાં આવ્યો
તલનો હાર બનાવવા માટે તલને પાણીમાં 30 મિનિટ પલાળી પછી સુકવીને સોય દોરા વડે તલની સર બનાવવામાં આવી હતી. કાળા અને સફેદ તલનો હાર બનાવવામાં ઉપયોગ થયો હતો.
કોરોનાની મહામારી ને ધ્યાને રાખી મહિલાઓ એ માસ્ક પહેરી ને તલ નો હાર બનાવ્યો
તલનો હાર બનાવતી વેળાએ મહિલાઓએ માતાજીના નામનું સ્મરણ કર્યુ હતું. આ સાથે જ આ હાર બનાવવામાં બાળકો પણ જોડાયા હતા. સમગ્ર વિશ્વમાં કોરોના મહામારીએ હાહાકાર મચાવ્યો છે, ત્યારે આ મહિલાઓએ હાર બનાવવા સમયે માસ્ક સેનિટાઈઝર અને સોશિયલ ડિસ્ટન્સ જેવી કોરોના ગાઈડલાઈનનું પાલન કર્યું હતું.